Vishesh News »

આયુષ હોસ્પિટલમાં ‘રકતદાન કેમ્પ - અોનર્સ ઍવોર્ડ’ સમારોહ યોજાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૩૧ ઃ વાપીના જાણીતા ઉદ્યોગપતિ સ્વ. અનિલ દેવ અને તેમના પત્ની શ્રીમતી મોહિની દેવની પુણ્યતિથિઍ આયુષ હોસ્પિટલ દ્વારા પ્રથમ આયુષ ઓનર્સ ઍવોર્ડ્સ સમારોહ તથા ત્રીજા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મુખ્ય અતિથિ તરીકે કનુભાઈ દેસાઈ, (કેબિનેટ મિનિસ્ટર ફાઈનાન્સ, ઍનર્જી અને પેટ્રોલ કેમિકલ્સ) તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે આર. આર. રાવલ (સેક્રેટરી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ) તથા ઍમ. ઍમ. પ્રભાકર, (ઍક્સ ડિન ઍન્ડ સુપ્રિટેન્ડેન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ) તથા કપિલ સ્વામીજી મેનેજિંગ ટ્રસ્ટી, સલવાવ સ્વામિનારાયણ ઍજ્યુકેશનલ ટ્રસ્ટ હાજર રહ્ના હતા. આ પ્રસંગે પૂ. કપિલ સ્વામી દ્વારા આર્શિવચન ઉપરાંત જીલ્લાના પૂર્વ કલેકટર અને પવિત્ર યાત્રાધામ બોર્ડના સેક્રેટરી આર.આર. રાવલે સેવા, પરમાર્થ અને સંસ્કારની વાતોને આવરી લઈ ખુબ મનનીય વકતવ્ય આપ્યું હતું જયારે કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈઍ ડો. દેવ પરિવારની સેવા પ્રવૃત્તિને બિરદાવી પોતાના સંસ્મરણો તાજા કરતાં તેમની સેવા ભાવનાને બિરદાવી હતી. આયુષ ઓનર્સ ઍવોર્ડ્સ સન્માન સત્કાર સમારોહમાં રાજયના કેબિનેટ કક્ષાના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી તથા પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે પ્રથમ લાઈફ ટાઈમ ઍચિવમેન્ટ ઍવોર્ડ ઍમ ઍમ પ્રભાકરને આપવામાં આવ્યો હતો તથા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કાર્ય બદલ અમિતભાઈ મહેતા, સીઈઓ, માં ફાઉન્ડેશન ને આપવામાં આવ્યો હતો. વલસાડ, નવસારી, ડાંગ જીલ્લા અને સંઘપ્રદેશ દમણ તથા દાનહને સૌપ્રથમ સંપૂર્ણ દૈનિક દમણગંગા ટાઈમ્સની ભેટ આપનાર સ્થાપક અને તંત્રી સ્વ. શ્રી ઍન.વી. ઉકાણીને (મરણોપરાંત) સન્માનિત કરાયા હતાં. તથા કલા, સંસ્કૃતિ અને સંગીતના પ્રમોશન બદલ સ્પંદન ફાઉન્ડેશનને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્ટાર્ટ અપ ફાઉન્ડર કોમ્યુનિટી ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન બદલ સ્ટાર્ટઅપ વાપી ફાઉન્ડેશનને સન્માનિત કરવામાં આવ્યું હતું તથા સામાજિક જાગૃતિ, તંદુરસ્ત જીવન તથા આધ્યાત્મિક જીવનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ બ્રહ્માકુમારી રશ્મિબેન પ્રજાપિતાને સન્માનિત કર્યા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખેલ ક્ષેત્રમાં મેરાથુન રેસમાં સતત ૧૨ કલાકથી વધુ સમય માટે દોડી અને ૧૦૦ કિલોમીટર કરતાં વધુ અંતર કાપી ને મેરાથોન દોડમાં પ્રથમ આવેલા વાપીના શ્રી ઉજ્જવ ડ્રોલિયાનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ઉદ્યોગપતિઓ, ડોક્ટર ફર્ટિલનીટી, બ્લડ ડોનર્સ, શુભચિંતકો તથા હિતેચ્છુઓઍ બહોળા પ્રમાણમાં હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તથા બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૨૫ થી વધુ યુનિટ ઍકત્રિત કરવામાં સફળ યોગદાન આપ્યું હતું. રકતદાન માટે વાપીની લાયન્સ બ્લડબેîકના અગ્રણીઅો અને સ્ટાફે સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો. આશિષ દેવ, ડો. સમિધા દેવ, ડો. અમિત દેવ, ડો. વંદના દેવ અને કેપ્ટન દેવ આયુષ હોસ્પિટલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. આશિષ દેવે સ્વાગત પ્રવચન કરી આવકાર આપ્યો હતો. જયારે કાર્યક્રમનું સમાપન ડો. અમિત દેવે કર્યુ હતું. આ કાર્યક્રમ નું સફળ સંચાલન પાર્થિવ મહેતા દ્વારા કરવામાં આવ્યો હતું.