Vishesh News »

નાનીવહિયાળમાં બરમદેવ લોકડાયરો યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) નાનાપોîઢા, તા. ૩૧ ઃ ધરમપુર તાલુકાના નાનીવહિયાળ આદર્શ યુવક મંડળ ડુંગરી ફળિયા ખાતે આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી ધોડિયા સમાજના મુખ્ય દેવ, બરમદેવ તરીકેનો બરમદેવ લોક ડાયરો આદિવાસી સમાજમાં પ્રથમ વખત યોજાયો હતો.આજે આદિવાસી સમાજ જાગૃત બન્યો છે ત્યારે આદિવાસી ધોડિયા સમાજના મુખ્ય દેવ બરમદેવના સાનિધ્યમાં આદિવાસી સંસ્કૃતિ દેવદેવીના જતન સંદર્ભે બરમદેવ લોકડાયરો યોજાયો હતો. જેમાં મુખ્યત્વે કલાકારો આદિવાસી સમાજમાંથી ઉપસ્થિત રહ્ના હતા. આદર્શ યુવક મંડળના યુવાનો, કાર્યકરો પોતાની ખૂબ મોટી જહમત બાદ તેઓઍ આ સફળ આયોજન પાર પાડ્યું હતું. નાનીવહિયાળ ખાતે આવેલ બરદેવ પૌરાણિક સ્થાન ધરાવતું સ્થાનક છે. ત્યાંના ભાવિક ભક્તો ખૂબ મોટી આસ્થા ધરાવે છે. જ્યાં દર વદ પાચનના દિવસે ભોજન, ભજન અને આરતી કરવામાં આવે છે. બરમદેવ લોક ડાયરા દરમિયાન વરમદેવને દીપ પ્રાગટ્ય અને બરમદેવની આરતી ધોડિયા બોલીમાં ગાઈને ડાયરાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે લોક ડાયરામાં બરમદેવની કથા, કંસારી કથા, દેવીદેવીઓની કથા પણ વણી લેવામાં આવી હતી. સાથે કેટલાક ધોડિયા લોક બોલીમાં ભજનો પણ ગવાયા હતા. આદર્શ યુવક મંડળ નાની વહિયાળ દ્વારા આ લોક ડાયરાનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સંસ્કૃતિનું જતન કરવાનું હતું. આજે બરમદેવ લોક ડાયરો પ્રથમ વખત આદિવાસી સમાજમાં યોજાયો છે ત્યારે બરમદેવ પર સંશોધન અને સંપાદન કરી રહેલ ડૉક્ટર અરવિંદભાઈ પટેલનું (વાંકલ) પુસ્તક બરમદેવ આદિવાસી સમાજ માટે પ્રેરણા રૂપ બન્યો છે અને આજે આદિવાસી સમાજ માટે ઍક મહત્વનો ગ્રંથ પ્રા થયો છે. બરમદેવ લોકડાયરામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા અને બરમ દેવ લોક ડાયરનું રસ પાન કર્યું હતું. જ્યારે આદર્શ યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.