Vishesh News »

આત્મહત્યા : ‘સમસ્યા અને સૂચન’

અવલોકન - બકુલા ઘાસવાલા વલસાડ ઈશ્વરી શક્તિમાં આસ્થા, કુદરત વગેરેમાં માનવાવાળા કરતાં તેમાં નહીં માનવાવાળા સરખામણીની દૃષ્ટિઍ વધારે આત્મહત્યા કરે છે.(પાનુંઃ૧૦) અપરિણીતની સરખામણીઍ પરિણીતમાં આપઘાતનાં પ્રમાણમાં ચિંતાજનક વધારો.(૧૧) પહેલાંના જમાનામાં આપણા વડીલો ઓટલા પર બેસીને ઍકબીજા સાથે વાતો કરતા હતા.તે જમાનામાં ગામડાંઓમાં સ્ત્રીઓ કૂવે પાણી ભરવા જતી ત્યારે ઍકબીજા સાથે સુખદુંખની વાતો કરતી સાથે ગામની વાતો જાણતી જેમાંથી તેમને આનંદ મળતો અને પોતાનામાં જે ગમગીની કે હળવી હતાશા હોય તે વાતચીતમાં નીકળી જતી અને હળવાશ અનુભવાતી. નાનાં શહેરોમાં લોકો શેરીઓમાં કે ચકલે ભેગાં મળી ગપાટા મારતા હોય છે, જે વ્યક્તિગત માનસિક સ્વાસ્થ્ય અને સમાજ માટે તંદુરસ્તીની નિશાની છે. ઍકબીજાને મળવાથી સહાનુભૂતિ અનુભવીને હૂંફ અનુભવાય છે. (૧૧) પહેલાં સંયુક્ત કુટુંબો હતાં.કુટુંબના સભ્યો અરસપરસ પ્રેમ, હૂંફ, દયા, માન, ધાક, સંવેદના ધરાવતાં હતાં. તે બધું આજે બદલાઈ ગયું છે. (૧૧) ઉપરોક્ત અવતરણો મનોવિજ્ઞાનનાં પ્રોફેસર રમીલાબહેન દેસાઈ લિખિત પુસ્તિકા ‘આત્મહત્યા- સમસ્યા અને સૂચનોમાંથી પ્રસ્તુત કર્યા છે. સત્તાવીસ પાનાંમાં ઍમણે આત્મહત્યા શબ્દાર્થથી લઈ ઍનાં કારણો, વાસ્તવિક પરિસ્થિતિ અને નિવારણ માટેના ઉપાયો સુધીની ચર્ચા કરી છે. આત્મહત્યા કરનારની માનસિક અવસ્થા, ઍનાં વર્તન-વ્યવહારથી કઈ રીતે અનુમાન કરીને ઍને હતાશાની લાગણીમાંથી બહાર લાવી શકાય તે માટે ઍમણે ‘ક્ષણ’ વીતી જાય તેની અનિવાર્યતા-ટેલ ટેલ અવેરનેસ પર ખાસ ભાર મૂક્યો છે. આત્મહત્યા માટેનાં કારણોમાં ઍમણે આર્થિક, સામાજિક, માનસિક, શારીરિક, ભાવનાત્મક તકલીફોને ધ્યાનમાં લઈને ઉપાયો સૂચવ્યા છે જેમાં સ્ત્રી-પુરુષ સંદર્ભે ઉંમર, શિક્ષણ, ભૌગોલિક વિસ્તાર સહિત નોંધ લીધી છે. વર્તમાનપત્રોના સમાચારોની સુપેરે નોંધ લઈને ઍમણે છણાવટ કરી છે. ઍમની ખાસ ફિકર બાળકો-વિદ્યાર્થીઓમાં વધી રહેલા આપઘાતના કિસ્સા અને કારણો માટે વ્યક્ત થઈ છે. તેવી જ ફિકર ઍમણે માતા-પિતાની વ્યસ્તતા, સ્પર્ધાત્મક વલણો, માનસિક દબાણો, બાળકોની ઍકલતાનાટે પણ વ્યક્ત કરી છે. પૂરતી આંકડાકીય વિગતો આપીને ઍમણે વિવિધ સ્તરે તુલનાત્મક તારણો પણ આપ્યા છે. વ્યક્તિ કઈ કઈ રીતે આત્મહત્યા કરે છે તે માટે ઘરમાંથી ઍવી વસ્તુઓ-દવા, દાઝી પડાય તેવાં સાધનો કે ગન-બંદૂક વગેરે દૂર રાખવાની ખાસ હિમાયત કરી છે. જેમનામાં આત્મહત્યાનાં લક્ષણો પરખાયાં છે તેને સતત નજર હેઠળ રાખવાના મુદ્દે તો તેઓ ભારપૂર્વક લખે છે. પ્રાણાયમ, કસરત, ધ્યાન, સકારાત્મક લાગણીઓ, સાઈકિયાટ્રિસ્ટ પાસે ડિપ્રેસનમાંથી બહાર આવવા માટેની દવાઓ સહિત ટ્રિટમેન્ટ પર તેઓ ખાસ ભલામણ કરે છે. જીન્સ-જિનેટિક ડિસઓર્ડર, જૈવવૈજ્ઞાનિક સેરોટોનીન નોરેપાઈનફાઈન, ડોપામાઈન જેવા રાસાયણિક સ્રાવની મગજ પર અસર વિશે ઍમણે સમજણ આપી છે(૨૨). સંયુક્ત કુટુંબોના ઢાંચામાં નવીનીકરણ લાવવાનો ઍમનો મુદ્દો ખાસ સમજવા જેવો છે(૨૩). જૂનવાણી રૂઢિચુસ્ત ધાર્મિક-સામાજિક અભિગમના સ્થાને મોકળાશ અને પ્રેમસભર વાતાવરણનું સર્જન કેટલું ઉપયોગી છે તે પણ ઍમણે દર્શાવ્યું છે(૧૩). કુટુંબ, સમાજ, સરકાર, સામાજિક સંસ્થાઓ, સંચારમાધ્યમોની ભૂમિકા વિશે ચર્ચા કરતા ઍમનો આગ્રહ રહ્ના છે કે આત્મહત્યા નિવારણ માટે આગોતરા ઉપાયો માટે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન ખૂબ જ જરૂરી છે જેમાં વાલીઓ અને શિક્ષકોની ભૂમિકા માટે માર્ગદર્શક તાલીમનો મુદ્દો અગત્યનો છે. આ પુસ્તિકા પીઢ, અનુભવી, તજજ્ઞ કેળવણીકાર દ્વારા લખાયેલી છે ઍટલે ઍનું મહત્ત્વ આપોઆપ વજનદાર બને છે. વિચારધારા, માન્યતા, વાસ્તવિકતા અને અભ્યાસ દ્વારા પ્રા તારણો વિશે વિચારવું જોઈઍ ઍ પુસ્તિકા દ્વારા મને તો બરાબર સમજાયું. ઍમણે આસ્થાની વાત કરી છે તો સાથે આટઆટલા ધર્મસ્થાનો છતાં આત્મહત્યાના કિસ્સામાં વધારો કેમ છે તે પ્રશ્ન પણ ઉઠાવ્યો જ છે (૪). આ પુસ્તિકા સાદી-સરળ ભાષામાં લખાયેલી છે છતાં ઍ શૈક્ષણિક-ર્ખ્ણૂફુફૂજ્ઞ્ણૂ ર્ષ્ટીષ્ટફૂશ્વ ષ્ટશ્વફૂસ્ન્ફૂઁર્દ્દીદ્દજ્ઞ્ંઁની છાપ ઊભી કરે છે ઍટલે જ વધારે અધિકૃત છે. રમાબહેને ‘હાસ્યનું મનોવિજ્ઞાન’, ‘પિતૃસ્મૃતિ’, ‘વિકલાગોની મનોવૈજ્ઞાનિક-સામાજિક સમસ્યાઓ અને સમાયોજન જેવાં પુસ્તકો લખ્યાં છે. ‘પુનઃજન્મ અને પૂર્વજન્મ’, ‘કોરોનામાં ડિપ્રેસન હટાવં’, ‘ડ્રગ અને કેફી પદાર્થ’, ‘સ્ત્રી ઉત્કર્ષ અભિયાન,’મન અને તેની અદ્ ભુત શક્તિ’ વિષયક લેખો પણ ધ્યાનાકર્ષક બન્યા છે. દિવ્યાંગ બાળકોની તકલીફો વિશે ઍમણે વિગતે લખ્યું છે. આ પુસ્તિકા રમાબહેને મને આપીને ઍનો પ્રસાર કરવાનું કહ્નાં ત્યારે હું ખાસ પ્રભાવિત નો’તી થઈ પંરતુ બે વખત ધ્યાનપૂર્વક વાંચ્યાં પછી ઍમની ફિકર અને નિસ્બત મને સમજાઈ ત્યારે મને થયું કે દરેક શાળાકોલેજો, માતાપિતા, સમાજસેવકો, સમાજસેવી સંસ્થાઓઍ આ પુસ્તિકાના પ્રચાર-પ્રસાર દ્વારા ઍક અગત્યની સામાજિક સમસ્યાના ઉકેલ માટે પહેલ કરવી જોઈઍ ઍટલું ખિસકોલી કાર્ય તો હું કરી જ શકું. લેખક ઃ પ્રો. રમીલાબહેન દેસાઈ મૂલ્ય ઃ રૂ. ૩૦/- પ્રાસ્થાન ઃ ૪૨, સંગના સોસાયટી, નવયુગ કોલેજની બાજુમાં, રાંદેર રોડ, સુરત-૯ ફોન નંઃ ૦૨૬૧-૨૭૮૫૭૬૧