Vishesh News »

રેશી પીર કશ્મીર

ચસ્મે બદૂર કશ્મીર - ડો. રાધિકા ટીક્કુ, વલસાડ કશ્મીરની ભૂમિ પર અસંખ્ય સંતો પેદા થયાં. તેથી કાશ્મીરની ભૂમિની રેશી વીર ઍટલે કે ઋષિઓનું કાયમી નિવાસસ્થાન પણ કહેવાય છે. કાશ્મીરની હરિયાણી ખીણોમાં સુફી સંતોનું સુફી સંગીત આલાપ લેતું રહે છે. આ તપની હરિયાળી ખીણોમાં આ તપની તેજ અગ્નિની ધૂણી અખંડ છે. શેવિઝમ સંપ્રદાયની આ પવિત્ર ધરતી છે .અહીં રહસ્યમય સૂફી સંતો અને મહાત્માઓ, કવિયત્રીઓ થઈ ગયાં. તેમણે વિશ્વ શાંતિ, પ્રેમ અને કોમી ઍકતાનો પવિત્ર સંદેશો પ્રજાને આપ્યો. રેશી પીર ૧૭મી સદીના મહાન સૂફી સંત રહ્નાં. ઍમના જન્મ સાથે પણ રહસ્યવાદ જોડાયેલ છે. રેશી પીરનો જન્મ કાશ્મીરી પંડિત ગોવિંદ કૌલ પરિવારમાં થયો હતો. ગોવિંદ કૌલના ઘણા વર્ષ ઉંમર પછી ઍમના લગ્ન થયા હતા. રેશી પીરની માતાની માતાઍ તેમની પુત્રી માતા બને તે માટે કાશ્મીરના ચશ્માને ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. કશ્મીરી ભાષામાં ખળખળ વહેતા ઝરણાને ચશ્મા કહેવામાં આવે છે. આ ઝરણા પણ પ્રકૃતિગત ઈશ્વરનું સ્વરૂપ છે. હજી પણ કાશ્મીરની પહાડીઓ માંથી કિલકિલ નાદ કરતાં ઝરણાં વહે છે અને પર્વતીય પહાડી પ્રજા ઍમના રોજિંદા જીવન માટે આ પાણીનો ઉપયોગ કરે છે. જેને ચશ્મે કા જલ કહેતે હૈ... આ ચશ્માના પાણીમાં વિટામિન્સ, મીનરલ, ખનિજ તત્ત્વો, વૈદિક વનસ્પતિઓનો અર્ક હોય છે. વળી ઍમાં ખુશ્બુ તો ખરી જ.. પણ સ્વચ્છ ધરતીની મીઠાશ પણ હોય છે. કોકરનાગ, અછરબલ વિસ્તારમાં તો સમુદ્રોનાં મોજાઓ જેવાં ઘેઘૂર ઝરણાઓ વિશાળ પ્રચંડ માત્રામાં ઘનઘોર રીતે સદીઓથી વહી રહ્ના છે અને આજે પણ ઍટલા જ નયન રમ્ય છે. હા તો, રેશી પીરની માતાની માતાઍ પવિત્ર ઝરણાને ખૂબ નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરી કે તેમની પુત્રીને સુપુત્ર પ્રા થાય.. કેમ કે લગ્ન સમયે રેશી પીરના પિતાની ઉંમર ખાસ્સી વધુ હતી. તો ઝરણાના નાદ બ્રહ્મથી ઝરણાઓઍ આદેશ કર્યો કે, ઝરણાના પાણીથી ફૂલોના સુંદર ગુચ્છને સુગંધી કરો અને પુત્રીના જીવનમાં વસંત પ્રગટે અને... શ્રદ્ધાળુ માતાઍ આ ઈશ્વરીય સંકેતને વિશ્વાસથી અનુસર્યો અને તેમને ઈશ્વર કૃપાથી પુત્રીને સારા દિવસો રહ્નાં. જ્યારે પ્રસુતિનો સમય નજીક આવ્યો ત્યારે રેશી પીરનીની માતા તેના પતિ સાથે નાવડીમાં બેસીને તેના સાસરીયે થી પિયર જઈ રહી હતી અને રસ્તામાં જ શોપોર નજદીક જ નાવડીમાં રેશી પીરનો જન્મ થયો. કાશ્મીરી પંડિતોના પરિવારમાં સ્ત્રીનું પિયર જવું ખૂબ શુભ માને છે. જેને દરેક પૂજાના સમયે ,શુભ અવસરે માતામલ જવું કહે છે જેથી તેનું વિશેષ મહત્ત્વ છે. શોપોર જવાના માર્ગમાં બાળકનો જન્મ થયો. તેનું નામ ભગવાન કૃષ્ણના નામ પરથી કેશવ રાખવામાં આવ્યું. કેમ કે તે ભગવાનની આજ્ઞાથી તેમનો જન્મ થયો હતો. અહીં ઍક સુંદર મંદિર પણ બનાવવામાં આવેલ છે. જેને રેશી સુંદર મદાર તરીકે પણ ઓળખવામાં આવે છે. રેશી પીરનો જન્મ શુભ વૈશાખ કૃષ્ણ પક્ષની પંચમીના દિવસે થયો. આ દિવસ શુભ હતો. જયેષ્ઠ નક્ષત્ર ચઢાણમાં હતું. પ્રખર જ્યોતિષીઓઍ કહ્નાં કે, મહાન આત્માઓ આવી ગ્રહોની સ્થિતિ હેઠળ આવતા રહે છે. તે સમય સર્ષિ કશ્મીરી સવંત ૪૭૧૩ વરસ હતું. રેશી પીર પરિવારના કુલ ગુરુ દ્વારા ઍવું કહેવામાં આવ્યું હતું કે, નવજાત શિશુનો વૈદિક ઋષિની જેમ ઍનો શ્રેષ્ઠ દેખાવ છે. તેમના કુલગુરુઍ જન્માક્ષર બનાવતાં જ કહ્નાં હતું કે, આ બાળક મહાન તપસ્વી સંત બનશે અને કાશ્મીરની ધરતી પર પોતાની ઊંડી છાપ વરસો સુધી છોડશે. આ નવા જન્મેલા બાળકને પર્સિયન શ્લોકમાં તેમના પૃથ્વી પરના આગમન માટે તે સમયના સંતોઍ નવાજવામાં આવ્યો હતો. ‘છુ પીદાર પરન ઍ સરહદ જવાની તઝાહ કરડ ડર સારે ફારુખ પીસરે તારીફ બી અંદાઝ કરફદ બાગ ઍ ગુલશન આઝ સાવ સરસબાઝ શુદ્ધ ફિરદોસ વાર ગશતે હર સહન ચમન છુ સાફ ઍ રંગીન નિહાર ...’ તે સમયે કશ્મીર ના ઍક સંતે આગાહી પણ કરી હતી કે, કશ્મીરના ક્ષિતિજ ઉપર બીજો સૂર્ય પણ ઉદય થયો છે .જેથી સંતો હોડી પર ગયા અને નવજાત શિશુના કપાળે બચીઓ ભરીને વહાલ વેર્યું અને બાળકની બંને કોમળ હથેળીઓમાં સોનાના બે સિક્કાઓ મૂક્યા. આ બાળકને પાંચ વર્ષની ઉંમરે મેખલા અર્પણ કરી. મેખલા ઍટલે કે જનોઈ ધારણ કરી. પ્રાથમિક શિક્ષણ અર્થે નજીકની શાળાઓમાં પણ આ બાળકને મુકવામાં આવ્યો. જો કે તે ધૂની, યોગી બાળકને આ ભોતિક બાબતોમાં પણ આસકતના હતો. તેના માતા-પિતા બંને ધાર્મિક હતા. તેમના પિતા સાથે હરિ પરબત પર તેઓ દરરોજ ચાલીને જતાં હતા અને કાશ્મીરની અધિષ્ઠાત્રી દેવી મા સારિકાના દર્શન જવા માટે રોજ જતાં. રેશી પીરના લગ્ન ખૂબ જ ઓછી વયે ૧૨ મા વરસે થયા પણ લગ્નજીવનમાં ઍમને રતિભર રસના રહ્ના. બાળક રેશી પીરને મા સારિકા સાથે મજબૂત લગાવ હતો .ઍટલે હરિ પર્વતની સતત ૪૦ દિવસ સુધી ઘૂંટણિયે પાડીને પરિક્રમા કરી અને ખૂબ જ ભક્તિ ભાવથી દેવીના દર્શન કરતાં રહ્નાં. દેવી ભગવતી પ્રસન્ન થયા અને દેવીઍ વરદાન આપ્યું. આ પરિક્રમા સતત ચાલુ રાખો. મનુષ્ય જીવનના અંતિમ સત્યની શોધમાં માર્ગદર્શક રૂપે જરૂર ઍવા વ્યક્તિ તમને જરૂર મળશે જ. દેવીના આશીર્વાદ પછી જ્યારે રેશી પીર પર્વતીય વિસ્તારની નીચે ખુલ્લી મેદાનમાં આવ્યા અને ત્વરિત જ તેઓ પોતાના ઘરે ગયાં. ભગવતી મા સારિકાઍ ઍમને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે, તમે જે યોગીનો સહુ પ્રથમ અહીંથી રવાના થયાં પછી સામનો કરશો તે તમારા ગુરુ જ હશે. ઍવું સત્ય છે કે, ગુરુ પણ સાચા શિષ્યની શોધમાં જ હોય છે. રહસ્યવાદીઓ પણ દીક્ષાના આ વિચારની પુષ્ટિ કરે છે. ભક્ત રેશી પીરનું ધાર્મિક ઉજ્વળ જીવન પંડિત કૃષ્ણ ઝૂકર કરે તેવી માતા સારિકા ભગવતીની આજ્ઞા અનુસાર કૃષ્ણ ઝુકરે રેશી પીરના ઘરે જવાની યોજના બનાવી. ઘરમાં પ્રવેશતાં જ સામાજિક ધોરણો મુજબ રેશી પીરની માતાઍ પંડિત કૃષ્ણ ઝુકરને ચિલ્લમ આપી. તેમણે ધુમાડો કાઢ્યો અને રેશી પીર માટે થોડીક ચિલ્લમ બચાવી રાખી અને તેઓ રેશી પીરના ઘરથી રવાના પણ થઈ ગયાં. પણ ઍમની માતાને સૂચના આપતા ગયા કે, રેશી આ ચિલમને ફૂંક મારે પણ કોઈ પણ શરીર માટે તેઓ ધુમાડો ન છોડે... ઘરે પહોંચીને માતાઍ રેશી પીરને ચિલ્લમ લેવા જણાવ્યું અને કૃષ્ણ ઝુકર દ્વારા નિર્દેશિત પોતાના ઘરમાં ઍક અલગ જ કંપન જોઈને તેઓ આડ્ઢર્ય રીતે ચકિત થઈ ગયાં. આ તે કેવો અદભુત ચમત્કાર !!! રેશી પીરે કહ્નાં. માતાઍ જવાબ આપ્યો કે, રેશી હે, મારા પુત્ર, ઍક મસ્તાના કૃષ્ણ ઝુકરની ચિલ્લમ પર તારી ચિલ્લામ ફૂંકાઈ ગઈ અને ચમત્કાર સ્વરૂપે રેશી પીરે શક્તિપાતની દીક્ષા અને સ્થાપનાના પરિણામોની સાથે સાથે ચિલ્લમને ફૂંક મારવાની અસરકારકતાને ઓળખી. પંડિત કૃષ્ણ ઝૂકરને પ્રણામ કરવા તેમને શોધવા માટે તેઓ તરત ઘર છોડીને નિકળી પડ્યાં પરંતુ તેઓ ઍમને શોધી નહીં શક્યાં. શૈવિઝમના તંત્ર લોક અનુસાર ધર્મના ગર્ભમાં ઍક સચોટ રહસ્યવાદ પણ છુપાયેલ છે. જે દુનવ્યી દૃષ્ટિથી અજાણ રહે છે. રેશી પીર સતત તપ કરતા રહ્નાં .તેઓ તપસ્વી માં શ્રેષ્ઠ રહ્ના. તેમણે આગમિક દ્રષ્ટિ કોણ થી મહાન તપસ્યા કરી તેમને બીજાક્ષરમાં દીક્ષા પ્રા થઈ. મા ભગવતી સારિકાની કૃપાથી રૈનાવારીના મહાન તપસ્વી પંડિત કૃષ્ણ ઝુકર દ્વારા ઍમને દીક્ષા પ્રા થઇ હતી. તેમના જન્મ સમયની ભવિષ્યવાણી મુજબ તેઓ શ્રેષ્ઠ ચમત્કારો કરશે અને આસુરી પાત્ર ધરાવતા લોકોના પણ તમામ દુષ્કર્મોને પૂર્વ વાત કરશે. તેઓ અતિ કરુણાવાન બનશે. તેઓ સત્ય, ધર્મ અને અધ્યાત્મિકતાના અનુયાયીઓ પ્રત્યેક ખૂબ જ વિચારશીલ રહેશે. રેશી પીર ના પિતાઍ જન્મેલા બાળકને પ્રશંસા કરતાં જ જન્મ સમયે કહ્નાં હતું કે, તેમનો પૃથ્વીનો બગીચો આકાશી ફૂલોથી ભરાઈ ગયો છે. જ્યાં દરેક જગ્યાઍ દિવ્ય સંબંધ અનુભવાય છે. તેઓ તેમના માતા-પિતા પાસેથી દરરોજ નિયમિત રૂપે દુર્ગા સશતી સાંભળતા હતાં અને દેવી મા ભગવતી સારિકા પાસેથી આશીર્વાદ મેળવવા હરિ પરબત ચક્રેશ્વર જતાં હતાં. સમય જતાં ઘરના વાતાવરણમાંથી દેવી ભગવતી પર તેમની વધુને વધુ આસ્થા કેન્દ્રિત થતી રહી અને વળી, ઍમના અનંત પાછલા જન્મોનું ભક્તિનું ભાથું પણ રહ્નાં હશે. જેથી રેશી પીર વધુને વધુ ભક્તિના રંગે રંગાતા રહ્નાં. રેશી પીર સાહેબ આધ્યાત્મિક પૂર્ણતાના આસન તરીકે ઓળખાતા. આ મહાન પવિત્ર સ્થળની ઍટલે કે હરિ પર્વતની પરિક્રમા કરતા રહ્નાં. જે ખૂબ જ પવિત્ર મનાય અને આસનમાં ભગવતી સારિકા નું અંતિમ સિદ્ધધાત્રી ધામ.. કહેવાય છે કે, રેશી પીર સાહેબે પોતનું આખું જીવન હરિ પર્વતની તળેટીમાં તપ અને તપ કરવામાં સમર્પિત કરી દીધું. રેશી પીરના શક્તિપાત અને સ્થાપન ચમત્કારોની પરિણામોની સાથે સાથે ચિલમને ધક્કો મારવાની અસરકારકતાને ઓળખી લીધી. તેમણે પંડિત કૃષ્ણ ઝુકરને ગુરુ માન્યા. રેશી પીરના અસંખ્ય ચમત્કારોને લીધે તેમને પીર પંડિત પાદશાહ તરીકે પણ લોકો ઓળખવા લાગ્યા. રેશી પીર સાહેબના યોગ શક્તિના ચમત્કારની જે લોકોમાં ખૂબ થતી હતી .તેથી ઔરંગઝેબને પણ ઍમણે સાક્ષાત્કાર કરાવેલ. તેમનામાં આધ્યાત્મિક શક્તિ છુપાયેલ હતી. જ્યારે તેમને ઔરંગઝેબે મુગલ રાજાના દરબારમાં ગુનેગાર તરીકે રજૂ કરવામાં આવ્યા પણ, ઔરંગઝેબ તેમને દોષી તરીકે સાબિત નહીં કરી શક્યા. પરંતુ પછી માન સન્માન સાથે તેમની તાત્કાલિક મુક્તિનો પણ આદેશ આપ્યો અને તેમને પીર પંડિત પાદશાહનું પણ બિરુદ આપ્યું. તેમના ૧૨૦૦ જેટલા ભક્તો દ્વારા તેમને સંત મહાત્મા તરીકે આદરવામાં આવ્યા. રેસીપી ઍવા ઋષિ હતા કે જેમણે કાશ્મીરી પંડિતોને શ્રી સારિકા ભગવતીના સ્વરૂપને સમજવાની અને આરાધ્વનિ શક્તિ અને સમજણનું જ્ઞાન આપીને ચરિતાર્થ કર્યા. ઍમના બે નજીકના બે શિષ્યો હતાં. જેમનું નામ હતું આંતરરામ (આત્મા રામ)અને તેતરામ ઍટલે (નામ શાહ) તેમના સેવકો હતાં. તેમની સાથે સેવામાં કાયમ રહેતા. રેશી પીર પોતે દેવી ઈચ્છાને અમલમાં મુકવા માટે ફરમાન બરર્ગાહી ઍટલે કે આધ્યાત્મિક હુકમો જારી કરતા રહેતા. તેથી તે જાતિ, ધર્મ, વર્ગ, સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના બધા દ્વારા આદરણીય હતા. આ પૃથ્વી ઉપર દેવીની ઈચ્છાથી મહાન સંતો, સાધિકાઓ, સાધુઓ, યોગીઓ, તપસ્વીઓ જન્મે છે. પંડિતોના વિસ્થાપન પછી જમ્મુ ખાતે રેશી પીર સાહેબનું મંદિર બનાવ્યું છે અને ત્યાં રેશી પીરના અવશેષો રખાયા છે. આજે પણ કાશ્મીરી પંડિતો ઍવું માને છે કે રેશી પીરની સૂક્ષ્મ હાજરી ઍમની સાથે જ અને ઍમને ઍમના ચમત્કારોમાં ઍમને ખૂબ શ્રદ્ધા છે. તેમનો જન્મદિન ઍ જ ઍમનો નિર્વાણ દિન છે અને આ બંને દિન ઍક જ છે અને આ દિવસે અહીં હજી પણ મેળો ભરાય છે અને રેશી પીર સાહેબને ભેટ ચડાવીને, પૂજા કરીને પોતાની મનગમતી ઈચ્છાઓ કાશ્મીરી પંડિતો પૂરી કરે છે. તેમનું અવસાન થયું ત્યારે હિન્દુઓ અને પંડિતોના તેમના સ્થૂળ દેહ માટે વિવાદ થયો.. પરંતુ તે સમયે અચાનક તેમને ઓઢડેલ વસ્ત્ર ખેસડ્યું તો ફૂલો બિલકુલ તાજા તરોજા મળ્યાં.. જાણે કે અહીં જ ઍમના પર ખીલ્યાં હોય.. જે ફૂલોની સંખ્યા ૨૭ જેટલી હતી. છેવટે મુસ્લિમોઍ હાર માની અને બંને કોમોઍ ખૂબ જ શાંતિ, સૌજન્યથી હળીમળીને અગ્નિ સંસ્કાર જેલમ નદીના કિનારે કર્યા. રાખ, અવશેષો પંડિતોઍ પોતાની પાસે રાખીને જાળવણી કરીને તેમની સ્મૃતિમાં મંદિર બાંધ્યું. આજે પણ બંને કોમો રેશી પીરના મંદિરે દર્શને જાય છે. ઉર્સ પણ યોજાઈ છે અને તેમની કૃપા પામે છે.