Vishesh News »

ખુદા કરતા વધુ વિશ્વાસ મુજને ખુદાનો છે

સંવેદન - - બાબુ ચૌધરી, નાનાપોîઢા કવિતામાં જીવનનું પ્રતિબિંબ પડે છે. જીવનનું ચિત્ર અને સાથે સાથે જીવનની સમાલોચના સૂક્ષ્મ રીતે રજૂ થાય છે. ક્યારેક પ્રતિકો અને રૂપકો દ્વારા અર્થપૂર્ણ રહસ્યમય અને આદર્શવાદી પંક્તિઓ થોડા શબ્દોમાં સમગ્ર જીવનને આગોશમાં લઈ લે છે. પ્રેમ, સૌંદર્ય, જીવન અને જતન પ્રત્યેની દૃષ્ટિ હકારાત્મક બને, આસ્થા અને શ્રદ્ધા વધે તો જીવવાનું સરનામું મળે. વિરહની ઘડીમાં કોઈના આવવાની ઝંખના હોય છે, તાલાવેલી હોય છે પણ પ્રતીક્ષામાં નિરાંત ઉમેરીને મરીઝ ઍક નવી જ નજરથી રજૂઆત કરે છે ‘‘બેઠો છું તારી રાહમાં ઍવી નિરાંતથી જાણે કોઈ કહે મને તારી તમા નથી.’’ ઍકવાર નિરાશાને ,હતાશાને અને ઉદ્વેગને આછરવા દઈઍ તો બાકી બચે ઍ હોય છે શ્રદ્ધાનું નવનીત. ‘‘હું ઈચ્છું છું છતાં ઍવી નિરાશા થઈ નથી શકતી મિલન તારું અસંભવ છે, ઍ શ્રદ્ધા થઈ નથી શકતી કોઈ નિડ્ઢિત વચન ના દે, ગમે ત્યારે મળી લેજે સમયના માપથી તારી પ્રતીક્ષા થઈ નથી શકતી.’’ કોઈના વચનથી અને વાયદાથી ઉમ્મીદ બંધાય છે અને સમયની પાબંદી લાગી જાય છે. નક્કી કરેલા સમયમાં વચનની પૂરતી ન થાય તો દુઃખ થાય માટે વચનની આશા રાખવી નહીં અને કોઈ વચન નહીં પાળે ઍવી શ્રદ્ધા છોડવી નહીં. ઈકબાલ કહે છે કે મને કોઈ આવી પ્યાર ભરી રીતે જુઍ નહીં તો સારું કારણકે ‘‘સૌ સૌ ઉમ્મીદે બંધતી હૈ હક ઈક નિગાહ પર મુઝકો ન ઐસે પ્યારસે દેખા કરે કોઈ’’ સમય સમયનું કામ કરે છે આશાઓ, ઉમેદો અને ઈચ્છાઓ ઍમની ઍમ રહી જાય છે. બિસ્મિલનો શેર છે જેમાં બહુ થોડા શબ્દોમાં આટલી મોટી વાત કરવામાં આવી છે. ‘‘સારી ઉમ્મીદ રહી જાતી હૈ હાય! ફિર શુબહ હુઈ જાતી હૈ.’’ ક્યારેક બિલકુલ વિશ્વાસ ન હોય ત્યારે દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે જેમકે દાગ સાહેબનો આ શેર ‘‘આપકા ઍતિબાર કૌન કરે રોઝકા ઇન્તજાર કૌન કરે.’’ ક્યારેક કોઈના આગમનની ખબર મળે કે હવે ઍ આવવાના છે, આવી રહ્ના છે. અને આવી પહોંચ્યા છે ઍવું સંભળાય પણ દિલમાં આવી શ્રદ્ધા ઊગતી નથી હોતી. ‘‘આને કી ખબર હૈ ઉનકે લેકિન આતા નહીં ઍતીબાર દિલ કો.’’ શ્રદ્ધા બધામાં ન હોઈ શકે. કોઈના પ્રત્યે ભરોસો કે વિશ્વાસ હોવાનો પણ શ્રદ્ધાનું સ્થાન બને ઍવા પાત્રો જીવનમાં ઓછા મળે છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા હોય તો બંદગી કેવી હોવી જરૂરી છે તેનો ખ્યાલ મરીઝ પોતાના આગવા અંદાજમાં આ રીતે આપે છે ‘‘કોઈ આ ભેદ ના કહેજો, ખુદા ખાતર સમંદરને ખુદા કરતા વધુ વિશ્વાસ મુજને ખુદાનો છે.’’ પવિત્રતા તોડે છે ત્યારે ધીરજ અને સબુરી નથી રહેતી પણ સમયને આની પરવાહ નથી હોતી. કેટલીક વ્યક્તિઓ જિંદગી આખી અજંપો લઈને જીવે છે. જીવને જંપ નથી હોતો અને વર્ષોના વહાણ વાય ત્યારે ખબર પડે છે. જીવનની આ નક્કર અને નિર્દય હકીકતને બહુ જ સરળ શબ્દોમાં મરીઝ કેવી ખૂબીથી સમજાવે છે ‘‘આમ વર્ષો વિતાવી દીધા છે આમ ધીરજ નથી, સબુર નથી.’’