Vishesh News »

મંદિર, મસીદ, ગિરજાઘરો, માણસની શ્રદ્ધાનાં નિર્માણ

વાંચન-આચમન, શીતલ ઉપાધ્યાય મંદિરોના અસ્તિત્વને હું પાપાચાર અથવા વહેમ ગણતો નથી. કોઈક પ્રકારની સર્વસામાન્ય પૂજાપદ્ધતિ તથા પૂજા માટેનું સર્વસામાન્ય સ્થળ માનવ માટે આવશ્યક દેખાય છે. મંદિરોમાં મૂર્તિઅો હોવી જાઈઍ કે નહીં ઍ સ્વભાવ અને અભિરુચિ પર અવલંબે છે. હિંદુઅો અને રોમન કેથલિકોનાં મૂર્તિઅોવાળાં પૂજાસ્થાનો ખરેખર ખરાબ છે અગર તો વહેમો પોષનારાં છે, જ્યારે મસ્જિદ અને પ્રોટેસ્ટંટ લોકોનાં પૂજાનાં સ્થાનો કેવળ તેમાં મૂર્તિઅોનો અભાવ હોવાને કારણે સારાં અને વહેમરહિત છે ઍમ હું માનતો નથી. ક્રોસ અગર પુસ્તકનું પ્રતીક પણ સહેજે મૂર્તિપૂજા બની જાય છે, અને તેથી તે વહેમને પોષનારું છે, જ્યારે બાલકૃષ્ણની મૂર્તિની અગર તો કુમારી મેરીની મૂર્તિની પૂજા વહેમોથી પર અને ઉન્નતિ કરનારી બની શકે છે. બધો આધાર પૂજા કરનારના આંતરિક વલણ ઉપર રહે છે. ઉપાસનાલયો મારે માટે માત્ર ઈંટચૂનાની ઈમારતો નથી. ઍ બધાં તો સત્યનો માત્ર પડછાયો છે. નાબૂદ કરવામાં આવેલાં ઍ દરેક મંદિર, મસીદ કે દેવળને સ્થાને બીજાં સેîકડો ઊભાં થયાં છે. જુદા જુદા ધર્મોમાં ઈશ્વરનાં ધામ મંદિર, મસીદ, ચર્ચ, સિનેગોગ અથવા અગિયારી ઍમ જુદે જુદે નામે વર્ણવવામાં આવ્યા છે, અને હું ઍવા ઍક પણ ધર્મ અગર સંપ્રદાયની વાત જાણતો નથી જેણે ઍવા ધાર વગર ચલાવ્યું હોય અથવા જેને તે વગર ચાલતું હોય. વળી, ઈશુ સમેતના મહાન ધર્મસુધારકોમાંના કોઈઍ મંદિરોનો સદંતર ત્યાગ અગર નાશ કર્યો છે ઍવું ચોક્કસપણે કહી શકાતું નથી. તે બધાઍ મંદિરોમાંથી તેમ જ સમાજમાંથી ભ્રષ્ટતા કાઢવાની નેમ રાખી હતી. બધા નહીં તોયે તેમનામાંના ઘમાઍ મંદિરોમાંથી ધર્મોપદેશ કર્યો જણાય છે. મેî વર્ષોથી મંદિરોમાં દર્શને જવાનું છોડી દીધું છે. પણ તેથી તે પહેલાંના કરતાં હું વધારે સારા માણસો હોય તો કદી મંદિર દર્શન જવાનું ચૂકી નથી. સંભવ છે કે હું મંદિરોમાં જતો નથી. છતાં તેની શ્રદ્ધા મારી શ્રદ્ધા કરતાં વધારે દૃઢ ને મોટી હતી. મંદિરોમાં, મસીદોમાં કે ગિરજાઘરોમાં... હું કોઈ ભેદ કરતો નથી. માણસના દિલમાં વસતી શ્રદ્ધાઍ નિર્માણ કરેલાં ઍ બધાં ધામ છે. જે અદૃશ્ય છે તેને જાવાની અને પહોîચવાની માણસના દિલની તાલાવેલી અગર ઝંખનાના જવાબમાં ઍ બધાં ઊભાં થયાં છે. પ્રભુ આપણા અંતરમાં વસે છે ઍ ભાન થવાને માટે સાધકે મંદિરોમાં ભટકવાની જરૂર નથી. ભગવાન તો આપણી પાસે જ આપણા અંતરમાં વસે છે. તેને આપણે બરાબર અોળખી લઈઍ. સૌથી મોટું ગિરજાઘર ઉપર આકાશ અને નીચે ધરતીમાતાનું બનેલું છે.