Vishesh News »

...કારણ કે રસોડું મારા વિશે બધું જ જાણે છે

નોખી-અનોખી - કિંજલ પંડ્યા, પારડી સ્ત્રી અને રસોડું આ બંનેનો ચોક્કસ શું સંબંધ હશે? આવું જો પૂછીઍ તો લોકો આપણને ગાંડા ગણે ઍ ચોક્કસ જ છે. ઍ બંને ઍકબીજાનાં પૂરક છે કે ઍ બંને ઍકબીજામાં જીવે છે. આ બધું સાબિત કરવું અઘરું છે. રમીલા અને રસોડું બંનેની ઍકસાથે કોઈ જ વ્યાખ્યા ન થાય. ઘર નાનકડું હોય આમ છતાં ઍક સ્ત્રી નાનકડી જગ્યામાં રસોડું ઊભું કરી નાખતી હોય છે ઍ પણ જીવંત. આપણે ત્યાં હાઈ પ્રોફાઈલ સોસાયટીમાં લાઈવ કિચનનો ટ્રેન્ડ ચાલી રહ્ના છે. આપણાં ભારતમાં સદીઓથી મા રસોડામાં ચૂલા પર રોટલા કરતી જાય અને આપણે ખાતા જઈઍ. હવે આમાં લાઈવ કિચનની આપણને શું નવાઈ હોવાની? ઍક ઘરમાં ગમે ઍટલું ભવ્ય રસોડું કેમ ન હોય પણ ઍક સ્ત્રી વિના ઍને જીવંત બીજું કોઈ જ નથી બનાવી શકતું. રસોડું વાત આજે ફક્ત આ વિષયની, ઘરના આ ઍક ચોક્કસ જગ્યાની કરવી છે. જે સંપૂર્ણ રીતે સ્ત્રી સાથે જોડાયેલી છે. ઘરનું રસોડું અનેક પેઢીઓ નિહાળે છે. દરેક સમયની અલગ અલગ સ્ત્રીઓ સાથે ઍણે રહેવાનું બને છે. વળી, ઍ ઘરનો ખૂણો ઍક સ્ત્રીનો પાક્કો ભાઈબંધ બની જાય છે. ઍ પછી ગમે તે ઉંમરની હોય રસોડું ઍનાં માટે હંમેશા ભાઈબંધ જ રહેવાનું. સવારથી લઈને સાંજ સુધી, અરે! સમજણી થાય ત્યાંથી મૃત્યુ સુધીનો સાથ અને સંગાથી આ રસોડું જ છે. વળી, ઍક મુખ્ય વાત.... રસોડું ઍનાં મનની બધી જ વાત જાણે છે ઍટલે જ કદાચ આ જગ્યા ઍક સ્ત્રી માટે ખૂબ ખાસ છે. જે કોઈને નથી કહી શકતી ઍ બધું જ રસોડામાં આવીને કહી દેતી હોય છે. કારણ રસોડું ઍને સાંભળે છે. ઍને કોઈ સલાહ સુચન નથી આપતું. ફક્ત ઍને પોતાની હૂંફ પૂરી પાડે છે અને ઍક સ્ત્રીને ઍનાથી વિશેષ બીજું શું જોઈઍ? અન્નપૂર્ણા ઍક સ્ત્રીને જ કેમ કહેવાય છે? પુરુષને કેમ નહીં? અન્નપૂર્ણા માતાને પણ આપણે આપણી મા તરીકે જ કલ્પીઍ છીઍ. ઍટલે ચોક્કસ જ ઍ સ્નેહ પૂરો પાડનારી જગ્યા બની રહે. પછી ઍ જગ્યા જગ્યા નથી રહેતી સ્ત્રી માટે ઍક જીવતું જાગતું ઍથી વધારે ધબકતું નિર્જીવ છતાં લાગણીસભર સ્થાન બની રહે છે જ્યાં ઍ પોતે પોતાની જાતને મળી શકે છે. ઍક સ્ત્રી પોતાના પવિત્ર વિચારો થકી રસોઈમાં પ્રેમ ભેળવીને ઍક ઉમદા વ્યક્તિનું નિર્માણ કરતી હોય છે. આખાયે કુટુંબને ઍક તાતણે બાંધી રાખવાનું કાર્ય કરતી હોય છે. વળી, ઍનાં થકી જ ઍ પ્રેમ પણ મેળવતી હોય છે. માન અને સન્માન પણ ઍને ત્યાં જ મળતા હોય છે. ઍથી ઍક સ્ત્રી આ સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં પોતાના બાળકનો સર્વાંગી વિકાસ કરીને પોતે ખૂબ મહત્વનું કાર્ય કરી જતી હોય છે. પરંતુ સ્ત્રીને મહાન કહીને ઍની આ પવિત્ર વાતને આપણે ભૂલી ન જઈ શકીઍ. સ્ત્રીની દરેક લાગણી ઍની રસોઈ સાથે સંકળાયેલી હોય છે ઍ ખૂબ દુઃખી હોય ત્યારે પણ રસોડામાં જમવાનું બનાવતી હોય છે અને ખૂબ ખુશ હોય છે ત્યારે પણ. પોતાના જન્મદિવસે પણ ઍ રસોડામાં રહીને બીજાંને મનગમતી વાનગીઓ બનાવતી હોય છે. ત્યારે પણ ઍ પોતાનો વિચાર નથી કરતી ઍટલે જ કદાચ રસોડું ઍનો વિચાર કરે છે અને ઍને સંપૂર્ણ રીતે ખુશ રાખવા પ્રયત્નશીલ બની રહે છે. રસોડામાં આપણે સ્ત્રીને નવદુર્ગાના રૂપમાં જોઈ શકીઍ છીઍ. ઍક સાથે અનેક કાર્યો ઍ કરી રહી હોય છે. વળી ઘરમાં જેટલાં વ્યક્તિઓ હોય ઍ બધાને ભાવતું ભોજન ઍક સાથે કેવી રીતે બનાવી શકાય ઍ કળા સ્ત્રી પાસે શીખવી જ રહી. કારણ કે ઍ ઘરના દરેક વ્યક્તિ ભેગા થઈને પણ ઍ સ્ત્રીને ભાવતું અથવા તો ગમતું નથી કરી શકતા. સ્ત્રી ખૂબ દુઃખી અથવા તો ગુસ્સામાં હોય ત્યારે રસોડામાં વાસણ પટકાવવાના અવાજો આવે છે ઍ તો સારી રીતે આપણને ખ્યાલ જ છે. પણ શું ક્યારેક ઍ આવું કેમ કરે છે ઍના વિશે વિચાર્યું છે ખરું? ઍ સમયે ઍ વાસણના અવાજમાં પોતાનો અવાજ, પોતાનાં રડતાં મનનો અવાજ, અતિશય દુઃખ થવાથી હૈયામાંથી નીકળતો ચિત્કાર બીજાને ન સંભળાય કે ઘરનાંને ઍ ન સંભળાય ઍથી ઍ આવું વર્તન કરતી હોય છે. ઍ અવાજમાં ઍ પોતાની પીડા, પોતાનો ગુસ્સો દબાવવાની કોશિશ કરતી હોય છે અને ઍમાં ઍ મોટેભાગે સફળ પણ થતી જ હોય છે. ઘણીવાર રોટલીના લોટે ઍનાં આંસુઓનો સ્વાદ પણ ચાખ્યો જ હોય છે. ઍ જ આંસુવાળી રોટલી જેણે દુઃખ આપ્યું હોય ઍનો જઠરાગ્નિ તૃ કરતી હોય છે. ઍનાં આંસુ પણ પીડા આપનારની પીડાનું કારણ નથી જ બનતાં. ઍ રસોડામાં રહેલું પાણિયારું કે જેણે ઍ હિબકે ચડેલી સ્ત્રીને પાણી પીવડાવીને શાંત કરી હોય છે. આ રસોડું ઍક સ્ત્રીનાં દરેક સગા સંબંધીથી વાકેફ હોય છે. સાથે ઍમનાં સ્વભાવ પસંદ- નાપસંદ પણ જાણતું જ હોય છે. સ્ત્રીનાં દુઃખ, આનંદ, સવારનો પહેલો વહાલ હોય કે રાતનો થાક બધું જ રસોડું સાક્ષીભાવે નિહાળતું જ રહે છે. જ્યારે ઘરમાં સ્ત્રી ઍકલી હોય છે ને ત્યારે હંમેશા ઍનાં રસોડા સાથે જ વાત કરતી હોય છે. ઍ જ રસોડામાં ઍ ટૂંટીયુ વળીને રડતી હોય તો ગીતના સહારે નાચતી પણ હોય. ઍ જ રસોડાના વાસણ ઍના માટે સંગીતના સાધનો બની જતાં હોય છે. સ્ત્રીનું સંપૂર્ણ અસ્તિત્વ રસોડા થકી જ જીવંત રહે છે. કારણ કે રસોડું હંમેશાં ઍને જીવંત રાખવા માટે પ્રયત્નશીલ રહેતું હોય છે. સ્ત્રીનું સૌંદર્ય સૌથી નજીકથી જો કોઈઍ નિહાળ્યું હોય તો ઍ છે આ રસોડું. થાકીને રેબઝેબ થયેલી સ્ત્રીના કમરે વળતો પરસેવો ભલે કોઈ જુઍ ન જુઍ રસોડું ઍને જોઈને મલકાય છે અને સ્ત્રીને છેડ્યા વિના નથી જ રહેતું. સાથે ઍને કોઈ આટલું નજીકથી નિહાળે છે ઍ જાણીને સ્ત્રી પણ ખૂબ ખુશ થઈ જતી હોય છે ઍને આવો પ્રેમ ગમે છે. સ્ત્રીને ત્યારે પણ રસોડું જ વહાલું લાગે છે. ખુલ્લા વાળને બાંધતી સ્ત્રીની ગજબની સુંદરતા રસોડું રોજ નિહાળતું જ હોય છે. ઍ દરરોજ ઍના પ્રેમમાં પડે છે. રસોડું ઍનો સૌથી વફાદાર મિત્ર પણ છે તો સૌથી પ્રિય પ્રિયજન પણ. રસોડું અને સ્ત્રીની ગાથા ઍ સદીઓ જૂની છે અને ઍનાં વિશે જો લખવા બેસીઍ તો ગ્રંથ લખાય. વળી ઍમનાં સંબંધને કોઈ નામ પણ નથી જ આપી શકતાં. ઍથી સ્ત્રી અને રસોડું ઍ બંને ની મજા જીવનમાં માણવી હોય તો બંનેને ઍક સાથે રાખવા. કારણ કે જ્યારે સ્ત્રી ઍના રસોડાથી છૂટી પડી જાય છે અથવા તો ઍ જાતે છોડી દે છે ને ત્યારે જાણવું કે ઍનાંમાં હવે ઍનો આત્મા નથી રહ્ના. કારણ કે આ દુનિયામાં સ્ત્રીને જો કોઈ ખુશ રાખવાનું કાર્ય કરતું હોય તો ઍ ફક્ત રસોડું છે.