Vishesh News »

વર્લ્ડ હેપ્પીનેસ ડે

ડોક્ટર કહે છે - ડો. યોગેશ વેલાણી હજારો વર્ષો પહેલાં ષિમુનિઓઍ આપણને સર્વે ભવન્તુ સુખિનઃ અને વસુધૈવ કુટુંબકમ્ના સિદ્ધાંતો આપીને વિશ્વ હેપ્પીનેસની પરિકલ્પનાઓ આપી જ છે, ઍટલે વર્લ્ડ હેપ્પીનેસ ડે આપણા માટે નવી વસ્તુ નથી ! કોલકાતાની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઍક કાનાનું બાળે ભૂખ્યું, તરસ્યું મા- બાપની રાહ જોતું બેઠું હતું. ક્યારેક ક્યારેક ઍને રડવું પણ આવી જતું હતું. થોડીવાર બાદ પડોશી આવ્યા, જેમને ખબર હતી કે હવે આ બાળકનાં મા-બાપ ક્યારેય પણ આવવાનાં નથી. ઍ મૃત્યુ પામ્યાં છે, પણ ઍ વાત સમજવા માટે આ બાળક હજુ બહુ નાનું હતું. પડોશીઓઍ ઍને ખાવાનું આપ્યુ અને પોતાનાં ઘેર લઈ ગયા, પણ આવું કેટલા દિવસ ચાલે? ઍ લોકો પણ રોજ રોજનું કમાતા હતા અને રોજ ઍમનો ચૂર્લો સળગતો હતો, ઍમનું પણ કુટુંબ હતું અને આ વધારાની જવાબદારી હતી. ઍક દિવસ બધા પડોશી ભેગા થઈને ઍક સારા અનાથ આશ્રમમાં ઍને મૂકી આવ્યા. ત્યાં ઍને સારું ખાવાનું, કપડાં અને બીજી સગવડો મળી. ઍના જેવાં બીજાં બાળકો મળ્યાં. સમદુઃખિયા વચ્ચે ઍના દિવસો વિતતા હતા. અમેરિકન બેન - ઈલિયન, જે નર્સ હતી, ઍણે આ અનાથ આશ્રમની મુલાકાત લીધી અને ઍણે આ બાળકને જોયુ. ઍની સાથે વાતો કરી. જો કે, ‘વાતો’ આંખોથી, ઈશારાથી થઈ. કેમ કે, બહેન અંગ્રેજીમાં બોલે અને બાળક બંગાળીમાં! ધીમે ધીમે ઍમની વચ્ચે દોસ્તી થઈ અને ઈલિયનબહેને અનાથ આશ્રમવાળાને અરજી કરી કે આ બાળકને હું દત્તક લેવા માગું છું. અને આમ આ બાળક અમેરિકા ગયું. બાળકનું નામ પડયું જેમ. જેમભાઈનું ભણતર - ગુણતર અમેરિકામાં શરૂ થયું. સાથે સાથે ઍ ઍની મમ્મી ઈલિયનની સાથે ગરીબ દેશોની મુલાકાતે જતો. ત્યાંની ગરીબી, ગરીબ - પૈસાદાર વચ્ચેની મોટી ખાઈ, રંગભેદ, ધાર્મિક, રાજકીય ભેદભાવો આ બધું ઍ, ઍની નાની આંખોથી પણ નિહાળતો. ઍમ કરતાં કરતાં ઍ મોટો થયો અને ઍણે ઍની મમ્મીનું કાર્ય ઉપાડી લીધું. ઍની ઈચ્છા હતી દરેકના મોઢાં ઉપર સ્મિત હોય અને ઍ સ્મિત તો ત્યારે જ આવે, જ્યારે પેટ ભરાયેલું હોય. ભેદભાવ ત્યારે જ ન હોય, જ્યારે બધાને સરખાં ભણતરનો અધિકાર હોય, જ્યારે બધાં માટે તબીબી સારવાર મફત હોય. આવું સ્વપ્ન - વર્લ્ડ હેપ્પીનેસ - અથવા તો વર્લ્ડ હેપ્પીનેસ ઈકોનોમિક્સ – લઈને ઍ યુનોમાં ગયો અને વારંવારની રજૂઆત પછી જૂલાઈ ૧૨, ૨૦૧૨માં યુનોમાં બહુમતીથી ઍ પ્રસ્તાવ પાસ થયો કે માર્ચ ૨૦ને દેશ વિદેશમાં ઁવર્લ્ડ હેપ્પીનેસ દિવસ તરીકે ઊજવો. ત્યારથી દુનિયા આ દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરે છે અને દુનિયામાં કર્યો દેશ સૌથી વધુ હેપ્પી છે અને કયો ઓછો હેપ્પી છે, ઍની વિગતો પણ બહાર પાડે છે. જેમાં પહેલું નામ છેલ્લાં છ વર્ષથી સતત ફિનલેન્ડનું આવે છે. ત્યારબાદ ડેનમાર્ક, આઈસલેન્ડ, સ્વિડન, ઈઝરાયેલ, નોર્વે વગેરે દેશોનું સ્થાન છે. ભારત ઍમાં છેલ્લાથી દસમા નંબરે છે! ૧૨૬મા નંબર / કુલ દેશ ૧૩૬ ! અને ભારતની વાત કરીઍ તો મિઝોરમ રાજ્ય ભારતનાં બીજાં રાજ્યોની સરખામણીઍ વધુ હેપ્પી છે. આ માટેના માપદંડ આ પ્રમાણે છે. સોશિયલ સપોર્ટ - મુશ્કેલ સમયે તમારી પડખે ઊભા રહેવા માટે તમારા મિત્રો, સગાં-સંબંધી, કુટુંબીજનો છે? આર્થિક પરિસ્થિતિ – વ્યક્તિગત અને રાષ્ટ્રીય. તંદુરસ્ત જીવનશૈલી - રાષ્ટ્રની માનસિક અને શારીરિક હેલ્થ કેવી છે? સ્વતંત્રતા કેટલી - કેવી છે? વ્યક્તિગત, સામાજિક, ધાર્મિક, વૈચારિક. રાષ્ટ્રના લોકો કેટલું દાન કરે છે? (જનરોસિટી) કરપ્શન સરકારી લેવલે તેમજ ધંધાકીય લેવલે. આ બધા માપદંડ પછી હેપ્પીઍસ્ટ રાષ્ટ્ર અને સૌથી ઓછું હેપ્પી રાષ્ટ્ર દર વર્ષે જાહેર થાય છે. સૌથી ઓછું હેપ્પી રાષ્ટ્રનું પદ ઘણા વખતથી અફઘાનિસ્તાન પાસે છે. તેનાથી થોડું હેપ્પી સીરિયા, લેબેનોન, કોંગો વગેરે દેશો આવે છે. ખુશી-આનંદ-હેપ્પીનેસ મગજમાંથી નીકળતા તરંગો છે. ઍને ભૌતિક વસ્તુઓ સાથે સંબંધ નથી. પોઝિટિવ મૂડ- માનસિક સ્થિતિ તમને ઍનર્જીથી ભરપૂર કરીને કાર્ય કરવા માટે મોટિવેટ કરે છે, જેથી તમે વધુ સારી રીતે શારીરિક કાર્ય કરી શકો છો, કસરત કરવા માટે પ્રેરાવ છો, જે તમને ડિપ્રેશનથી દૂર લઈ જાય છે. હૃદય વધુ સારી રીતે કાર્ય કરે છે, ફેફસાં વધુ ઓક્સિજનથી તમને તૃ કરે છે અને વધુ ઓક્સિજનવાળું લોહીં મગજને મળે છે, જેથી માનસિક સ્વાસ્થ્ય વધુ સારું થાય છે. માનસિક કાર્યો વધુ સારી રીતે કરી શકીઍ છીઍ. સ્ટ્રોક અને હૃદયરોગ થવાની શક્યતાઓ ઘટે છે. વજન વધવાની - ડિપ્રેશનનાં કારણે - શક્યતાઓ ઘટે છે. હાડકાં મજબૂત બને છે. ફિઝિકલી ઍક્ટિવ રહેવાનાં કારણે રોગ સામે લડવાની ઈમ્યુનિટી વધે છે. જ્યારે તમે શક્તિથી ભરપૂર અને સારા મૂડમાં હો છો, ત્યારે શારીરિક શ્રમ - જીમમાં કે રમતનાં મેદાનમાં વધુ સારો કરો છો, જે તમને ફિલગુડ કેમિકલના સ્રાવમાં વધારો કરવામાં મદદરૂપ બને છે. આ કેમિકલો છે ડોયામિન, સિરોયોનીન, ઍન્ડોરફિન, ઓક્સિટોસિન. વધારે ફિલગુડ કેમિકલ તમને વધુ ઍનર્જી બક્ષે છે. તમે વધુ શ્રમ કરી શકો છો અને ફરીથી વધુ ફિલગુડ કેમિક્લો ! હેપ્પીનેસ - ખુશી - આનંદ તમારી નર્વસ સિસ્ટમની સક્રિયતાથી આવે છે. ન્યૂરો ટ્રાન્સમીટર આખા શરીરમાં આ કેમિકલ્પને ફેલાવે છે, જેથી તમારું શારીરિક સ્વાસ્થ્ય વધુ સારું બને છે, તમને સારી ઊંઘ આવે છે, પાચનતંત્ર સરળ રીતે કાર્ય કરે છે, તમે સારી રીતે વિચાર કરી શકો છો, પ્લાન કરી શકો છો અને આ બધું તમારા આનંદિત સ્વભાવથી શક્ય બની શકે છે. પોઝિટિવ સ્વભાવ આનંદિત સ્વભાવથી ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હૃદયરોગ થવાની શક્યતાઓ ઘટે છે, પણ કેન્સરના શરૂઆતના તબક્કાના દર્દીઓ, જે પોઝિટિવ સ્વભાવવવાળા હોય, પોતાના રોગને જાહેર કરતા જ નથી અને જ્યારે બીજાને ખબર પડે ત્યારે મોડું થયું હોય છે, માટે વધુ પડતો પોઝિટિવ ઍટિટ્યૂડ પોતાનાં શરીર માટે રાખવો પણ ખતરનાક બની શકે. હેપ્પીનેસ - ખુશી - આનંદથી આટલું સારું થતું હોય તો પછી મોટેભાગે લોકો અનહેપ્પી, દુઃખી કેમ હોય છે ? અનહેપ્પીનેસ તમારામાં તણાવની સ્થિતિ પેદા કરે છે, જેથી ‘ફિલગુડ’ કેમિક્લો ઓછાં થાય છે અને ફાઇટ - ફલાઈટ કેમિકલો વધે છે. કોર્ટિસોલ તમારું બી.પી. વધારે છે, ડાયાબિટીસ કરી શકે, વજન વધારે તેમજ હૃદયરોગ, સ્ટ્રોકની શક્યતાઓ ઊભી કરી શકે, પાચનતંત્ર ઓછું કાર્યશીલ બને, જેથી ઍસિડિટી, કબજિયાત અથવા ઝાડા થવા, ગેસ, ભૂખ ન લાગવી વગેરે તકલીફો થઇ શકે. રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય તેમજ મગજ પોઝિટિવ વિચારશક્તિ ગુમાવી દે, જેથી કોઇપણ કાર્ય સારી રીતે ન થાય. ગીતાજીમાં શ્રીકૃષ્ણઍ કહ્નાં છે....) ( આવી અનહેપ્પી પરિસ્થિતિ શા માટે ઊભી થાય છે ? તેમજ તેનાથી દૂર કઇ રીતે રહી શકાય ? આપણી સાથે ભૂતકાળમાં બનેલા ખરાબ પ્રસંગને યાદ કરીને વર્તમાનની સુખદ પળોને બગાડવી, આપણે વર્તમાનમાં જીવી નથી શકતા. વર્તમાન પરિસ્થિતિની નાની – નાની ખુશી, સુખ આપતી વસ્તુઓ, પ્રસંગો, વ્યક્તિમાંથી આનંદ લેતાં શીખો. જે વસ્તુ, પરિસ્થિતિ, વ્યક્તિ ઉપર તમારો કન્ટ્રોલ નથી, ઍવી વસ્તુ ઉપર તમારું બધું જ ધ્યાન કેન્દ્રિત કરો છો. તમારા લિમિટેશન, શારીરિક, આર્થિક, માનસિક, સામાજિક હોઇ શકે. તમે ગમે તે કાર્ય સંપૂર્ણ રીતે કરી શકશો ઍવું મિથ્યા જ્ઞાન ન રાખો. જ્યાં અટકો ત્યાં બીજાની સલાહ સૂચન લ્યો. જે કાર્ય તમે સંપૂર્ણપણે કરી શકો, તેના ઉપર જ ફોક્સ કરો, જેથી મનમાં ખોટા ઉદ્વેગ હતાશા રૂપી અનહેપ્પીનેસનો પ્રવેશ ન થાય. વાસ્તવિક્તાથી દૂર રહીને સ્વપ્નો ના જુઓ. શેખચલ્લીના કે મુંગેરીલાલ કે હસીન સપનેં જેવું ન કરો. મોટા સ્વપ્નો જોવાં જરૂર, પણ વાસ્તવિક્તાની ધરતી ઉપર ઊભા રહીને, જેથી તમે નિરાશ ન થાવ -અનહેપ્પી ન થાવ. તમને તમારી જાત ઉપર જ વિશ્વાસ ન હોય તો પછી તમારામાં છૂપાયેલી કાર્ય કરવાની શક્તિ ક્યાંથી બહાર આવશે ? વાસ્તવિક્તા સ્વીકારી લો. બીજાની ટીકા કરવી, ઉતારી પાડવાથી તમે તમારો અમૂલ્ય સમય નષ્ટ ઓછો અને ખોટાં - ખોટાં આશ્વાસનો લ્યો છો. સમય બરબાદ ન કરો અને તમારાં કાર્યમાં લાગ્યા રહો, જેની સફળતા તમને હેપ્પી બનાવશે. તમારો સંગ જેવો હશે, ઍવા જ તમે બનશો, માટે હકારાત્મક્તાવાળા મિત્રો શોધો અને નકારાત્મક્તાવાળાનો સંગાથ છોડો. તમારું કુટુંબ, તમારા સારા સંગાથ છોડશો નહીં. મિત્રોનો આ બધાં રિલેશનમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, જેમાંથી પ્રોફિટ તમને નહીં થાય, પણ ઍ તમને હંમેશાં રિચ’ બનાવશે. તમારું સ્વાસ્થ્ય માનસિક અને શારીરિક જો બરોબર નહીં હોય તો તમે ધીમે ધીમે અનહેપ્પી મોડ તરફ જવા માંડશો, માટે વેળાસર નિષ્ણાતની સલાહ લ્યો. ત્રણ વસ્તુ માનવીને - વ્યક્તિને હેપ્પી કરી શકે છે - પ્રેમ, પ્રવૃત્તિઓ અને આશાઓ. જીવનમાં સફળતા તમારાં ધ્યેયને પામવામાં છે, પરંતુ આનંદ હેપ્પીનેસ જે પરિસ્થિતિ જેવી છે, ઍમાં છે. આનંદિત વ્યક્તિ, આસપાસની વ્યક્તિઓને પણ આનંદિત કરી શકે છે અને ઍનાથી ઊલટું ઍટલું જ સાચું છે. - હેપ્પીનેસ માટે, કિસી કા દર્દ, હો શકે તો લે ઉધાર, કિસી કે વાસ્તે હો, તેરે દિલ મેં પ્યાર, જિના ઉસી કા નામ હૈ...ઁ ક્યારેક બસ ઍટલું સમજતાં આખો ભવ નીકળી જાય છે કે આપણને ખરેખર જરૂર હતી ઍ રૂપિયા નહોતા, ઍ સ્વાસ્થ્ય હતું, માનસિક શાંતિ હતી, આખી રાતની ઘસઘસાટ ઊંઘ હતી, હાસ્યની અને હળવી ક્ષણો હતી, મિત્રો અને કુટુંબ હતું, જેની હકીકતમાં જરૂર હતી, ઍ ઍ પામવા માટે વધુ દોડવાની નહીં, અટકી જવાની જરૂર હતી. તમને સહુને વિશ્વ હેપ્પીનેસ ડેની શુભકામનાઓ.