Vishesh News »

દાનહથી ડાંગમાં કમોસમી વરસાદઃ ખેડૂતોને નુકશાન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) નાનાપોîઢા, તા. ૨૯ ઃ ધરમપુર-કપરાડા તાલુકામાં આજરોજ સવારે કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે કેરી પાક ધરાવતા ખેડૂતો તેમજ શાકભાજી માટે પણ ભારે નુકસાન થયું હોવાની ખેડૂતો ચિંતા દર્શાવી રહ્ના હતા. પ્રા માહિતી મુજબ આજરોજ સવારે વાદળોથી ઘેરાયેલું આકાશ સાથે સવારે ૧૦ઃ૦૦ વાગ્યાના કલાકના સુમારે અચાનક વાદળો વધુ ઘેરાતા વરસાદના ઝાપટા પડ્યા હતા. સાથે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જવા પામી હતી. આમ કમ મોસમી વરસાદ થતાં ખેડૂતો ભારે ચિંતા સેવી રહ્ના હતા. સાથે તેઓઍ જણાવ્યું હતું હાલે આંબા ઉપર કેરીની મોસમ શરૂ થઈ રહી છે ત્યારે આવા વાતાવરણ સર્જાવાના કારણે કેરી ખરી જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે અને જેના કારણે મસ મોટું નુકસાન પણ થવા જઈ રહ્નાં છે. તેમજ ચોળી, કારેલા દુધી કે અન્ય વેલા વાળી શાકભાજી માટે પણ ખૂબ જ મોટું નુકસાન થવા જઈ રહ્નાં છે. સાથે સાથે ઇટ ભઠ્ઠાના માલિકો જણાવે છે કે હાલે કાચી ઇટ ખૂબ જ મોટા પ્રમાણમાં તૈયાર થયેલ છે અને જેમના ભઠ્ઠા પણ તૈયાર કરી દીધેલ છે ત્યારે આવા સમયે વરસાદ થાય તો ઍ કાચી ઇટ પીગળી જવાની ખૂબ જ મોટી શક્યતા રહેલ છે અને જેના કારણે ખૂબ જ મોટું નુકસાન થઈ શકે તેમ છે અને આગામી દિવસોમાં પણ વરસાદ થાય તો ખૂબ જ મોટું નુકસાન થાય તેવી સંભાવના તેઓઍ જણાવવી હતી. ઍ જ રીતે ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં આજે શુક્રવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, આહવા, સુબિર, વઘઇ, શામગહાન સહિત સાકરપાતળ પંથકમાં શુક્રવારે સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળતા સમગ્ર પંથકમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી. જા કે ગુરુવારે અસહ્ના ગરમીનાં પગલે જનજીવન ત્રસ્ત બન્યું હતું. ગુરુવારે ડાંગ જિલ્લાનાં આહવા અને સુબિર પંથકમાં તાપમાનનો પારો ૩૯ સેલ્શિયસ પર પોહચી ગયો હતો. જ્યારે વઘઇ પંથકમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સેલ્શિયસ પર પોહચી જતા જનજીવન ગરમીથી શેકાયું હતું. પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત ગિરિમથક સાપુતારા ખાતે પણ તાપમાનનો પારો ૩૭ સેલ્શિયસ સુધી પોહચી જતા પ્રવાસીઓઍ બપોરનાં સમયે બહાર નીકળવાનું ટાળ્યું હતું. ડાંગ જિલ્લામાં અસહ્ના ગરમીનાં પગલે માર્ગો પર પણ વાહનોની અવરજવર ઓછી જોવા મળી હતી. અસહ્ના ગરમી બાદ શુક્રવારે વાતાવરણમાં અચાનક પલટો આવી જતા ગામડાઓનું વાતાવરણ દ્વિભાસી પ્રતીત થવા પામ્યું હતું. જેમાં ડાંગ જિલ્લાના અમુક ગામડાઓમાં વાદળોઍ ઘેરાવો ભર્યો હતો. તો અમુક પંથકોમાં કમોસમી માવઠું વર્તાતા વાતાવરણમાં તાજગી પ્રસરી જવા પામી હતી. ગીરીમથક સાપુતારા ખાતે પણ વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા ફરવા આવેલ પ્રવાસીઓને રાહત મળવાની સાથે તેઓની મોજ પડી ગઈ હતી. ગિરિમથક સાપુતારા ખાતે વાદળછાયા વાતાવરણની વચ્ચે કમોસમી વરસાદના અમીછાટણા પડતા સર્વત્ર ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.