Vishesh News »

દમણની ચર્ચોમાં ગુડ ફ્રાઈડેની ઉજવણી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૨૯ ઃ સમગ્ર દેશભરની સાથે સંઘપ્રદેશ દમણમાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા ગુડફ્રાઇડે નિમિત્તે વિશેષ પ્રાથના સભા આયોજિત કરવામાં આવી હતી. પ્રદેશના ૪૫૦ વર્ષ જૂના પોર્ટુગલ શાસનના ઐતિહાસિક ચર્ચ ઍવા નાની દમણના સેન્ટ જેરોમ ફોર્ટમાં આવેલા ચર્ચ ઓફ અવર લેડી ઓફ ધ સી તથા મોટી દમણના બોમ જીજસ ચર્ચમાં ઍકત્ર થયેલા ખ્રિસ્તી સમુદાયના લોકોઍ ભગવાન ઈસુના બલિદાનને યાદ કરી તેમના દ્વારા બતાવેલા શાંતિ અને પ્રેમના માર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞા લીધી હતી. સાથે ખાસ શાંતિ પ્રાર્થના આયોજિત કરી હતી. આ પ્રસંગે ચર્ચમાં ઉપસ્થિત પાદરી દ્વારા બધા ખ્રિસ્તી ભાઈઓ અને બહેનોને વિશેષ આશીર્વચન પણ આપ્યા હતા.