Vishesh News »

વાપીમાં પરપ્રાંતિય પરિવારોની ૪ સગીરા ઍક જ દિવસમાં ગુમ થતાં ચકચાર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૯ ઃવાપી પંથકમાં રહેતા જુદાજુદા પરપ્રાંતીય પરિવારની ચાર જેટલી સગીરાઓ અચાનક ઍક જ દિવસમાં ગઈકાલે ગુમ થઈ જતા તેમના પરિવારજનો દ્વારા ભારે શોધખોળ બાદ તેમની પુત્રીઓ ગુમ થયાની વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુમ થયેલી સગીરાઓને શોધી કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરાય છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપીના ભડકમોરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની અને વાપીની સ્કૂલમાં અભ્યાસ કરતી ત્રણ સગીર વયની વિદ્યાર્થીનીઓ માત્ર ૧૨ થી ૧૩ વર્ષની છે જેવો ગઈકાલે અચાનક ગુમ થઈ જતા તેમના પરિવાર દ્વારા વાપી ટાઉન વાપી ઉદ્યોગનગર અને તેની આજુબાજુના વિસ્તારોમાં તથા તેમના સગા સંબંધીઓને ત્યાં તથા આ સગીરાઓ જ્યાં અભ્યાસ કરતી હતી તે સ્કૂલમાં અને સ્કૂલના તેમના મિત્રોને ત્યાં તપાસ કરવા છતાં પણ નહીં મળી આવતા આખરે ગુમ થયેલી સગીરાના પરિવાર દ્વારા વાપી ટાઉન પોલીસ મથકમાં તેમની પુત્રીઓનું ગુમ થવું કે અપહરણ થઈ ગયું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ થયાની ફરિયાદ નોંધણી વધુ તપાસ હાથ ધરી છે તો સાથે સાથે વાપી ટાઉનના ગીતાનગર વિસ્તારમાં રહેતા મૂળ યુપીના પરિવારની ઍક બાર વર્ષની સગીરા પણ ગુમ થઈ જતા તેમના પરિવાર દ્વારા વાપી ટાઉન પોલીસ મથકમાં તેમની પુત્રીનું અપરણ થઈ ગયા હોવાની ફરિયાદ કરતા પોલીસે ચારે ગુમ થયેલી સગીરાઓને શોધી કાઢવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.