Vishesh News »

લોકસભાની ચૂંટણી બાબતે થ્રીડીમાં કડક બંદોબસ્ત દમણમાં ફલાઈંગ સ્કવોડે રૂ. ૧૨.૨૭ લાખની રોકડ જ કરી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૨૯ ઃ લોકસભા ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ દ્વારા ૧૬ માર્ચ, ૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે અને ત્વરિત દેખરેખ માટે વિવિધ સ્થળોઍ ફલાઇંગ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. આ જ ક્રમમાં ફલાઈંગ સ્કવોડ દ્વારા વિવિધ સ્થળોઍ ચેકિંગ દરમિયાન ૨૨મી માર્ચે દમણના કડિયા નજીક ઍક કારમાંથી રૂ.૪.૪૮ લાખ, ૨૪મી માર્ચે વડ ચોકી પાસે અને બુધવારે ઍક કારમાંથી રૂ.૬.૭૮ લાખનો મુદ્દામાલ જ કરાયો હતો. ૨૮ માર્ચ, ફલાઈંગ સ્કવોડે કચીગામ ચેકપોસ્ટ પરથી જ કર્યો. ટીમે કારમાંથી આશરે રૂ. ૧ લાખની રોકડ જ કરી છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં ૧૨.૨૭ લાખ રૂપિયાની રોકડ જ કરવામાં આવી છે. દમણ જિલ્લા પ્રશાસને આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે અને યોગ્ય કાર્યવાહી માટે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આદર્શ આચાર સંહિતા દરમિયાન સમગ્ર જિલ્લામાં રૂ.૫૦ હજારથી વધુ અને રૂ.૧૦ હજારથી વધુનો નવો માલસામાન લઇ જવાની મંજૂરી નથી, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. જાહેર જનતાને ચૂંટણી સમયે આદર્શ આચાર સંહિતા દરમિયાન નિર્ધારિત નિયમોનું પાલન કરે અને તેમની પ્રવૃત્તિઓ કાયદાકીય રીતે કરે તેમ જણાવાયુ હતું.