Vishesh News »

પરીયામાં ફ્રેન્ડશીપ ક્રિકેટ કપ રમાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૯ ઃ પારડીના પરીયા ખાતે આવેલ સાઈ મેઘપણ સ્પોર્ટ લાઈફ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ વખત ૨૦-૨૦ સ્ન્ૃસ્ન્ ફેનશીપ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત, બરોડા અને નેપાળની ક્રિકેટ ટીમના ખેલાડીઓ ભાગ લેશે. પ્રા વિગત મુજબ આગામી તા.૩૧-૩-૨૦૨૪ ને રવિવારના રોજથી પારડી તાલુકાના નજીક આવેલા પરીયા વેલવાગડ ગામના સાંઈ મેઘપન સ્પોર્ટ લાઈફ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર નેપાળની ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમ, ગુજરાત, અને બરોડાની ક્રિકેટ ટીમ વચ્ચે આઠ દિવસ સુધીનો ૨૦-૨૦ ઍસઍમઍસ ફ્રેન્ડશીપ ક્રિકેટ કપ-૨૦૨૪નું આયોજન કરાયું છે જેનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવશે આ પ્રસંગે ગુજરાત ક્રિકેટ ઍસોસિઍશનના સેક્રેટરી અનિલભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે આ ટુર્નામેન્ટ બપોરે ૨ઃ૩૦થી છ કલાક દરમિયાન રમાશે સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન દર્પણભાઈ દેસાઈ અને મીત દેસાઈ દ્વારા કરાયું છે. વલસાડ જિલ્લામાં આજ સુધીના ઐતિહાસમાં પહેલી વખત ઇન્ટરનેશનલ પુરુષ ક્રિકેટ ટીમ મેચ રમશે.