Vishesh News »

નવસારી જી.પં.ની કુકેરી બેઠક પર ઉલ્ટી ગંગા નોટીસને અવગણી તા.પં. સભ્ય ભાજપમાંથી કોîગ્રેસમાં જાડાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા.૨૯ ઃ નવસારી જિલ્લા પંચાયતના કુકેરી બેઠકના ભાજપ સભ્ય પ્રકાશ બાબુ પટેલ ભાજપનો સાથ છોડી હવે કોંગ્રેસનો હાથ પકડ્યો છે ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા જિલ્લા પંચાયતના આ સદસ્ય અગાઉ નવસારી જિલ્લા પંચાયતમાં આરોગ્ય સમિતિના ચેરમેન પદે રહી ચૂક્યા હતા. ભાજપે બે દિવસ અગાઉ નવસારી જિલ્લા પંચાયતની કુકેરી સામાન્ય બેઠક ઉપરથી ચૂંટણી લડીને વિજેતા બનેલા પ્રકાશ બાબુભાઈ પટેલને જાહેરમાં ન શોભે તેવી ચર્ચાઓ કરી ભાજપની છબીને નુકસાન થાય તેવા વાણી વિલાસ કરવા બદલ કારણદર્શક નોટિસ નવસારી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આપવામાં આવી હતી જો કે પ્રકાશ પટેલે નોટિસ નો જવાબ કે ખુલાસો આપવાના બદલે ગુરુવારે રાત્રે ખેરગામ તાલુકાના પાણી ખડક ગામે વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર અનંત પટેલના અભિવાદન સમારંભમાં ગુજરાત સરકારના માજી કેબિનેટ મંત્રી અને રાજ્યસભાના માજી સાંસદ કાનજીભાઈ પટેલ તેમજ નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની હાજરીમાં પ્રકાશ પટેલે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયાની જાહેરાત કરી દીધી હતી.