Vishesh News »

પારડી હાઈવે પર મહારાષ્ટ્રની ઍસટીને અકસ્માત ઃ ૬૦ મુસાફરોનો બચાવ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૨૯ ઃ પારડીમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૪૮ ઉપર સોના દર્શન ઍપાર્ટમેન્ટની સામે દારૂ નો નશો કરી ટ્રક હંકારતા ચાલકે મહારાષ્ટ્ર થી મુસાફરો ભરીને આવી રહેલી મહારાષ્ટ્રની ઍસ ટી બસ સાથે પોતાની ટ્રક અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ૬૦ જેટલા મુસાફરોનો બચાવ થયો હતો તમામ મુસાફરોને બસમાંથી બહાર કાઢી લેવાયા હતા ટ્રક ચાલક પોતાની ટ્રક મૂકી નાસી ગયો હતો. અહીં ગુરુવારના રાત્રે ૧૦ વાગ્યાના સુમારે વાપી થી ૬૦ જેટલા મુસાફરોને ભરેલ મહારાષ્ટ્રની ઍસટી સરકારી બસ નં પ્ણ્-૨૦-ગ્ન્-૩૪૬૨ વલસાડ,નવસારી, બારડોલી નવાપુર થઈને ધુળે જઈ રહેલી બસને પારડી હાઇવે સોના દર્શન સામે અકસ્માત નડ્યોહતોઍકટ્રકનં પ્ણ્-૧૨-ન્વ્-૯૩૨૫નો ચાલક દારૂનો નશો કરી ટ્રક હંકારી રહ્ના હોય તેણે ટ્રકને ત્રીજા ટ્રેક પરથી અચાનક બીજા ટ્રેક પર લઈ આવી બ્રિજા ટ્રેક પરબસ સાથે પોતાની ટ્રક અથડાવી સીધી ફર્સ્ટ ટ્રેક સુધી લઈ ગયો હતો જેને પગલે બસ હાઇવે વચ્ચેના ડીવાઇડર સાથે અથડાતા બંને વાહનો હાઈવેની વચ્ચે થોભી ગયા હતા. જેને લઇ કલાકો સુધી હાઇવે ઉપર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. અકસ્માત સર્જાતા બસમાં સવાર ૬૦ જેટલા મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. તમામ મુસાફરોને બસમાંથી બહાર કાઢી લેવાયા હતા. પારડી પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી જઈને બચાવ કામગીરી આંતરી હતી અને હાઇવેના ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો. આ અકસ્માત બાદ ટ્રકમાં સ્ટેરિંગ પાસે દેશી દારૂ લખેલી અડધી બોટલ પણ મળી આવી હતી. ટ્રક ચાલક ટ્રકને ત્યાં જ છોડી ટ્રકની ચાવી લઈ ભાગી છૂટ્યો હતો. જેને લઈ મુસાફરો બસમાં ફસાયા હતા અને બસમાં આવેલી ઇમરજન્સી બારી મારફતે જીવના જોખમે મુસાફરોમાં મહિલા, બાળક, વડીલો સહિત તમામ મુસાફરોને ઍક પછી ઍક ઉતર્યા હતા. આ બાબતની જાણ થતાં પારડી પોલીસ દોડી આવી હતી અને ટ્રકને બહાર કાઢવા માટે ક્રેન મંગાવી હતી પરંતુ ટ્રકમાં સામાન લોડ હોય ઍક ક્રેન વડે ટ્રક કાઢી શકાય ન હતી અને કલાકો બાદ સફળતા મળી હતી. આ કામગીરી દરમિયાન કલાકો સુધી મુસાફરો હાઇવે પર રઝળ્યા હતા ત્યારે ઍક ટ્રક ચાલાક ચાલુ ડ્રાઇવિંગ કરતા મોટી ઘટના થતા સદ્નસીબે બચી જવા પામી હતી. મુસાફરોઍ વાપી ડેપોને આ અકસ્માત અંગે જાણ કરી મુસાફરો માટે બીજી બસ મંગાવી હતી.