Vishesh News »

વાંસદા તાલુકા યુવા કોîગ્રેસના મહામંત્રી ભાજપમાં

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાંસદા, તા.૨૯ વાંસદા લોક સભાની ચૂંટણી જાહેર થઈ ગઈ અને વલસાડ લોક સભાના ઉમેદવાર પણ જાહેર થઇ ગયા છે, ત્યારે વાંસદા તાલુકામાં ભાજપ અને કોંગ્રેસ માં પક્ષ પલટો નો દોર શરૂ થઈ જવા પામ્યો છે. જેમાં વાંસદા તાલુકા યુથ કોંગ્રેસના મહામંત્રી શાસ્વત કોદર કોંગ્રેસ નો સાથ છોડી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બન્યા હતા. વાંસદા ખાતે તાલુકા કોંગ્રેસ યુથના મહામંત્રી શાસ્વત કોદર ભારતીય જનતા પાર્ટી વાંસદા વિધાનસભાના પ્રભારી યશોધર દેસાઈ, સંયોજક ડૉ. લોચન શાસ્ત્રી, પ્રમુખ મુકેશભાઇ પટેલ, આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષ પટેલ, મહામંત્રી સંજય બિરારી, જિ. ઉપપ્રમુખ વિરલ વ્યાસ તેમજ ચીખલ ભાજપ પાર્ટીના અન્ય હોદ્દેદારોની હાજરીમાં જોડાયા હતા. શાસ્વત કોદર ભાજપમાં જોડાતા વાંસદા તાલુકામાં કોંગ્રેસ ને કેટલી અસર થશે ઍ જોવું રહ્નાં. જ્યારે બીજી બાજુ વાંસદા તાલુકા ભાજપમાં પણ ભંગાણ થતા લોકોમાં ચર્ચાઓ શરૂ થવા માંડી હતી. જેમાં વાંસદા તાલુકાના કણધા ગામે પીઢ ભાજપી કાર્યકરો વાંસદા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિકુંજ ગાંવિતની ઉપસ્થિતિમાં ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આમ બંને પક્ષના સભ્યોમાં પક્ષ પલટોનો દોર શરૂ થતાં વલસાડ લોકસભા ઉપર કોને કેટલું નુકશાન કે ફાયદો થશે ઍનાં પર લોકોની નજરે રહેતા ચૂંટણી રસપદ બની રહેશે.