Vishesh News »

વાંસદાથી ‘વન સેતુ ચેતના યાત્રા’નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વનબંધુને વિશ્વબંધુ બનાવવા રૂ. ૪૭ હજાર કરોડની જોગવાઈ : મુખ્યમંત્રી

અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટમાંથી પસાર થનારી પાંચ દિવસીય વન સેતુ ચેતના યાત્રા ૧૩ જિલ્લાના ૫૧ તાલુકાઓને આવરી લેશે : ત્રણ લાખ આદિવાસી બંધુઓને સરકારની સિદ્ધિઓ અને વિકાસકાર્યોની ઝાંખી કરાવાશે (દમણગંગા ટાઈમ્સ) નવસારી, તા. ૧૮ ઃ રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટને આવરી લેતી ‘વન સેતુ ચેતના યાત્રા’નો નવસારી જિલ્લાના વાંસદાથી ભવ્ય શુભારંભ કરાવ્યો હતો. તા.૧૮ થી ૨૨ જાન્યુ. સુધીની પ દિવસની આ વન સેતુ ચેતના યાત્રા ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા ઍમ ૧૩ જિલ્લાના ૫૧ તાલુકાઓમાંથી પસાર થઈને ત્રણ લાખ આદિવાસી ભાઈઓ-બહેનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ, વિકાસકાર્યોની ઝાંખી કરાવશે. આ યાત્રા પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વનબંધુ વિશ્વબંધુ બને ઍ માટે રાજ્ય સરકારે વન બંધુ કલ્યાણ યોજના- ૨.૦ હેઠળ ૨૦૨૩-૨૪ ના વર્ષમાં રૂ.૪૭,૦૦૦ કરોડની જોગવાઈ કરી છે. આદિજાતિઓના વિકાસની નવી પરિભાષા અંકિત કરવાના ધ્યેય સાથે નવસારી, ડાંગ, અરવલ્લી, છોટા ઉદેપુર અને મહીસાગર જિલ્લામાં નવી મેડિકલ કોલેજ સ્થાપવાની દિશામાં કામગીરી આરંભી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીઍ વન ધન વિકાસ, વનલક્ષ્મી યોજના, માલિકી યોજના સહિત વન વિભાગની વિવિધ યોજનાકીય લાભો, સહાયના ચેકોનું વિતરણ આ યાત્રા પ્રારંભે કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીઍ દક્ષિણ ગુજરાતનો ડાંગ જિલ્લો અને શબરી ધામ આદિવાસી અસ્મિતાના પ્રતિક હોવાનું જણાવી કહ્નાં કે, વન રક્ષક અને પ્રકૃતિપૂજક આદિવાસી સમાજ વન સંપદાની જાળવણી અને પર્યાવરણ સંરક્ષણમાં અગ્ર ભૂમિકા નિભાવી રહ્ના છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ બાંધવોના પ્રકૃતિપ્રેમ અને વન્ય જીવો પ્રત્યેની સંવેદનાને પણ બિરદાવી હતી.સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, વન મંત્રી મુળુભાઈ બેરા, વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ વગેરેઍ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં. મુખ્યમંત્રીનું અયોધ્યામાં નવનિર્મિત શ્રીરામ મંદિરની પ્રતિકૃતિ અને વૃક્ષનો છોડ આપી સ્વાગત કરાયું હતું. પ્રારંભે અગ્ર વન સંરક્ષકશ્રી સંજીવ કુમારે સ્વાગત પ્રવચનમાં વન સેતુ ચેતના યાત્રાની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે અનેક રાજકીય, સામાજીક આગેવાનો અને નાગરિકો આ કાર્યક્રમમાં જાડાયા હતાં.