Vishesh News »

સોળસુંબાના રેલ્વે ઓવરબ્રીજ પરથી બાઇક સાથે યુવાન પટકાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૨૯ ઃ ઉમરગામ તાલુકાના સોળસુંબા રેલવે ઓવરબ્રિજ પરથી ગુરુવારે સાંજે પૂર્વથી પડ્ઢિમ તરફ જઈ રહેલા મોટરસાયકલ સવારે યુવકે કાબુ ગુમાવતા બ્રિજ ઉપરથી નીચે પટકાયો હતો. સદભાગ્યે નીચે છાપરા ઉપર પડતાં કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ઉમરગામ સોળસૂંબા ઓવરબ્રીજ ઉપરથી ગુરુવારે સાંજે ઍક યુવક પૂર્વથી પડ્ઢિમ તરફ મોટરસાયકલ લઇ પસાર થઈ રહ્ના હતો તે દરમિયાન કાબુ ગુમાવતા બ્રિજની દિવાલ સાથે ઘસડાઈ દીવાલ ઉપરથી નીચે ફંગોળાયો હતો. સદભાગ્યે નીચે દુકાનના છાપરા ઉપર પટકાતા છાપરું તૂટી ગયું હતું. અકસ્માતમાં યુવકને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. અકસ્માત સમયે આજુબાજુ વિસ્તારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે યુવકને ગંભીર ઈજા ન થતાં થોડી જ વારમાં મોટરસાયકલ લઈ રવાના થઈ ગયો હતો. ઘટના સ્થળ પર ઉપસ્થિત લોકોમાં ચાલતી ચર્ચા મુજબ રેલવે ઓવરબ્રીજ ઉપરથી પસાર થતાં વાહનોની ગતિ મર્યાદા નક્કી કરવી જરૂરી છે. જેથી કરી સંભવિત અકસ્માત ટાળી શકાય.