Vishesh News »

પલસાણામાં પત્ની પીયર જતી રહેતા પુત્રઍ માતાને ફટકારતા ફેક્ચર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા.૨૯ ઃ પારડી તાલુકાના પલસાણા ગામમાં માતાની ચળામણીથી કરી હોય જેથી ઍની પત્ની પિયર જતી રહી હોય ઍવું જણાવી મારમારી લોખંડના સળિયા વડે હુમલો કરતા માતાના હાથમાં ફેક્ચર થયું હોય જેથી નાના ભાઈ વિરોધ મોટાભાઈઍ પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અહીં પલસાણા ગામમાં સાવરા ફળિયામાં રહેતા રીતેશભાઈ નરેશભાઈ નાયકાની પત્ની પોતાના પિયર ગઈ હોય જેનો શક વહેમ તેવો પોતાની માતા રંજનબેન નરેશભાઈ નાયકા ઉપર રાખી ઍમની સાથે બોલાચાલી કરી નાલાયક ગાળો આપી લાત વડે માર મારી લોખંડના સળિયા વડે જમણા હાથમાં માર મારી ફેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે બાબતે ઍમના મોટાભાઈ જીતેન્દ્રભાઈ નરેશભાઈ નાયકાઍ પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદના આધારે પોતાની માતાને માર મારનાર રિતેશભાઈ સામે પારડી પોલીસે ગુનો દાખલ કરી આ બાબતની વધુ તજવીજ હાથ ધરી છે.