Vishesh News »

નારગોલના પૂર્વ સરપંચ યતીનભાઈ ભંડારીઍ તંત્રનું ધ્યાન દોરવા પ્રયાસ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) ઉમરગામ,તા.૨૯ઃ ઉમરગામ તાલુકામાં કાલઇથી ગોવાડા સુધીનો ૧૮ ગામોને જોડતો કોસ્ટલ હાઇવે કરોડો રૂપિયાના ખર્ચે પહોળો બનાવવાની કામગીરી ચાલી રહી છે. હજારો લોકોને ઉપયોગી થાય તે માટે સરકારમાં રજૂઆત કરી ધારાસભ્ય રમણભાઈ પાટકારે કોસ્ટેલ હાઇવેના નવીનીકરણ માટે આશરે રૂપિયા ૬૦ કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરાવી કોસ્ટલ હાઈવેના નવીનીકરણની કામગીરી શરૂ કરી હતી સાંપ્રત સમયમાં ૯૫ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરાવી છે જેને લઇ કાંઠા વિસ્તારના લોકો તેને નિયમિત અવરજવર કરતા વાહન ચાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. પરંતુ કોસ્ટલ હાઇવેના બંને તરફ સુરક્ષા સંદર્ભે બેદરકારીને લઈ સ્થાનિકોમાં ચિંતાનો મહોલ જોવા મળી રહ્ના છે. વીજ વિભાગ અને માર્ગ મકાન વિભાગ વચ્ચે સંકલનનો અભાવ હોવાનું પ્રતિત થઈ રહ્નાં છે. કોસ્ટેલ હાઇવેના બંને તરફ વીજ થાંભલા અને કેટલાક સ્થળો પર ટ્રાન્સફોર્મર વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્ના છે. મુખ્યત્વે રાત્રીના સમયે વાહનચાલકોને અંધારામાં અકસ્માતનો ભોગ બનવું પડે ઍવી સ્થિતિ જોવા મળી રહી છે જેને લઇ નારગોલના પૂર્વ સરપંચ અને ભંડારી સમાજના પ્રમુખ યતીનભાઈ ભંડારીઍ તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. કોસ્ટલ હાઇવેને નવીનીકરણની કામગીરી પહેલા વીજ થાંભલાનું સ્થળાંતર કરી સુરક્ષિત અંતરે ખસેડવા અંગે તેઓઍ પોતાનું મંતવ્ય આપ્યું હતું. હવે જોવું રહ્નાં કે સુરક્ષા સંદર્ભે કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ ન લેવાય તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાય છે કે કેમ?