Vishesh News »

આચારસંહિતા છતાં જીલ્લા પ્રા. શિક્ષક સંઘે સિંગારટાટીમાં વિદાય સમારંભ યોજતાં ફરિયાદ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૮ ઃ વલસાડ જિલ્લાના અંતરિયાળ ઍવા કપરાડા તાલુકાના શાહુડા કેન્દ્રમાં આવેલ સિંગારટાટી પ્રાથમિક શાળામા વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સહયોગથી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની મૌખિક સંમતિથી શાળાના આચાર્ય દ્વારા અઠવાડિયા અગાઉ ગામ શિક્ષકનો નિવૃત્તિ વિદાય સમારંભ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ કરી આચાર સંહિતાનો ભંગ કરતા ઍક જાગૃત શિક્ષકે વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટરને ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના શાહુડા કેન્દ્રમાં આવેલ સિંગારટાટી પ્રાથમિક શાળામા વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સહયોગથી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની મૌખિક સંમતિથી શાળાના આચાર્ય દ્વારા તા. ૨૦/૦૩/૨૦૨૪ના દિને નિવૃત્ત વિદાય સન્માન સમારંભનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમા કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બીપીનભાઈ ટી.પટેલ, મુખ્ય શિક્ષક, આંબાપાડા પ્રાથમિક શાળા વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યધ્યક્ષ જયેશભાઇ પાડવી, ઉપ શિક્ષક, ઓઝરડા પ્રાથમિક શાળા તખતસિંહ રામસિંહ ઠાકોર ઉપ શિક્ષક રોહીયાળ તલાટ પ્રાથમિક શાળાને આમંત્રિત કરી પ્રાથમિક શાળાના શિક્ષકો અને સંઘના હોદ્દેદારોઍ ભારતીય બંધારણની આદર્શ આચારસંહિતાનો ભંગ કરેલ છે. શિક્ષક વિદાય સન્માન સમારંભમાં આમંત્રણ આપી મતદારોના પ્રભાવિત કરવાના કાર્યમાં સામેલ શાહુડા કેન્દ્રના કેન્દ્ર શિક્ષક, કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યધ્યક્ષ, કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની તાત્કાલિક અસરથી આચારસંહિતાના ભંગ કરવા અંગે ઍક જાગૃત શિક્ષકે વલસાડ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી તેમજ વલસાડ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષકના નિવૃત્ત વિદાય સન્માન સમારોહમાં હાજર રહેલા સંઘના હોદ્દેદારો તેમજ શિક્ષકો સામે કાર્યવાહી કરશે કે કેમ ઍ ચર્ચાઈ રહ્નાં છે.