Vishesh News »

નાનાપોંઢા ઍપીઍમસીમાં ટામેટાના ભાવ ન મળતા ખેડૂતોનો વિરોધ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૮ ઃ કપરાડાના નાનાપોંઢા ઍપીઍમસી માર્કેટમાં ખેડૂતોને ટામેટાનો ભાવ નહીં મળતા નારાજ થયેલા ખેડૂતોઍ ટામેટાનો જથ્થો જાહેર રોડ પર ફેંકી દઈ વિરોધ કર્યો હતો. વલસાડ જિલ્લાના અંતરિયાળ ઍવા કપરાડાના નાનાપોંઢા ઍપીઍમસી માર્કેટમાં ખેડૂતો વહેલી સવારથી પોતાની શાકભાજીઓ વેચવા માટે આવે છે. ત્યારે આજરોજ માર્કેટમાં આવેલા ખેડૂતોને ટામેટાનો ભાવ નહી મળતા ખેડૂતોને રાતાપાણીઍ રોવાનો વારો આવ્યો છે. અગાઉ ઍપીઍમસી માર્કેટ ૨૪ કલાક ચાલુ રાખવામાં આવતી હતી હવે સમયમાં ફેરફાર કરી માર્કેટ ઓછા સમય સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના કારણે ખેડૂતોને મળતા ભાવને પણ અસર કરી છે. શાકભાજીના જથ્થાને ખેતર થી માર્કેટ સુધી પહોંચાડવા માટે જેટલું ભાડું થાય તેનાથી પણ ઓછી કિંમતે શાકભાજી વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. ટામેટાના ભાવો નહીં મળતા કેટલાક ખેડૂતોઍ આજે સવારે ઍપીઍમસી ટામેટાને જાહેર રોડ પર ફેંકી દઈ વિરોધ કર્યો છે. ખેડૂતોઍ બાંધણી કરી છે પહેલા ની જેમ ઍપીઍમસી માર્કેટ ૨૪ કલાક ચાલુ રાખવા માટે માંગણી કરી છે.