Vishesh News »

જીઍસટી માટે કંપની પાસે રૂ. ૩૦.૩૭ લાખ લઈ, ભર્યા જ નહીં !

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૮ ઃ વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ચાર્ટર્ડ ઍકાઉન્ટ કાંતિ કરશન પટેલ સામે વધુ ઍક કન્સ્ટ્રક્શન પેઢીના માલિકે જીઍસટીના નામે ૫૫,૨૨,૫૯૮ રૂપિયા જેવી માતબર રકમની અન્ય પેઢીના જીઍસટી નંબરમાં ખોટી ઍન્ટ્રી કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં મદનસિંહ દિલીપસિંહ શોન્દ નામના ફરિયાદીઍ ફરિયાદ નોંધાવી છે કે તેમના સીઍ કાંતિભાઈ કરશન ભાઈ પટેલ દ્વારા તેમની સાથે જીઍસટી ભરવાના ૫૫,૨૨,૫૯૮ રૂપિયા જેવી માતબર રકમની છેતરપિંડી કરી છે. વાપીમાં આશીર્વાદ કન્સ્ટ્રકશન નામે પેઢી ધરાવતા મદનસિંહ શોન્દ દ્વારા વર્ષ ૨૦૧૭થી ૨૦૨૩ દરમ્યાન જીઍસટી પેટે ભરવા પાત્ર કુલ રકમ ૫૫,૨૨,૫૯૮ ચેક મારફતે સીઍ કાંતિભાઈ કરસનભાઈ પટેલના બેન્ક ઍકાઉન્ટ માં ટ્રાન્સફર કરી હતી.જોકે જીઍસટી તરફથી તેમને ૨૦૨૩માં નોટિસ મળી કે તેઓઍ જીઍસટીના નાણાં ભર્યા નથી. જે અંગે તેમણે સીઍ કાંતિભાઈ પટેલને જાણકારી આપી હતી. કાંતિભાઈઍ નોટિસનો જવાબ તેવો આપી દેશે તેવી હૈયા ધરપત આપી હતી. જોકે જીઍસટીની તે બાદ ફરી નોટીસ મળતા મદનસિંહ પોતે જીઍસટીની ઓફિસે ગયા તો જાણકારી મળી કે તેમના નાણા તેમના સીઍ કાંતિ પટેલે તેમની પેઢીના જીઍસટી નમ્બર પર ભર્યા જ નથી. સીઍ કાંતિ પટેલે આશીર્વાદ કન્સ્ટ્રકશનને બદલે લેબહુડ ઍન્ટરપ્રાઇઝના જીઍસટી નંબરના નામે ખોટા લોગીન પાસવર્ડ લઈ પરચેજની ખોટી ઍન્ટી કરી ક્રેડિટ મેળવી હતી. સમગ્ર મામલે અંધારામાં રાખી આ છેતરપીંડી કરી હતી. જે બાદ આશીર્વાદ કન્સ્ટ્રકશનના માલિકે આ મામલે જીઍસટી વિભાગમાં જરૂરી જાણકારી આપી વાપી જીઆઈડીસી ઉલ્લેખનીય છે કે, ૫૫,૨૨,૫૯૮ રૂપિયા જેવી માતબર રકમની અન્ય પેઢીના ઞ્લ્વ્ નંબરની ખોટી ઍન્ટ્રી કરી છેતરપિંડી કરનાર ઘ્ખ્ કાંતિ કરશન પટેલ સામે આ પહેલા પણ અન્ય કન્સ્ટ્રકશન પેઢીના માલિકે ઞ્લ્વ્ ભરવાના ૬૩ લાખ ૪૫ હજાર જેવી માતબર રકમની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં કાંતિ પટેલની ધરપકડ બાદ તેને નવસારી જેલ હવાલે કર્યો છે. હવે બીજી ૫૫.૨૨ લાખની છેતરપીંડી ની ફરિયાદ નોંધાતા ઞ્ત્ઝ઼ઘ્ પોલીસે આ મામલે ઘ્શ્વ. ભ્ઘ્ કલમ ૪૦૯, ૪૬૫, ૪૬૮, ૪૭૧ અને ત્વ્ ઍક્ટ અધિનિયમ ૬૬(ણૂ) હેઠળ ફરિયાદ નોંધી ફરી ઍકવાર વધુ તપાસ હાથ ધરી છે.