Vishesh News »

અયોધ્યાના મહંતે કહ્નાં હતું : ‘બનાવો તો રામલલ્લાનું મંદિર બનાવજો’

અયોધ્યાના મહંતે કહ્નાં હતું : ‘બનાવો તો રામલલ્લાનું મંદિર બનાવજા’ વલસાડપારડીમાં રામમંદિર બન્યું ત્યારે અયોધ્યાની નોîધપોથીમાં આ મંદિરની નોîધ લખવામાં આવી હતી : અયોધ્યાથી આવનારા મહંતોઍ વાવેલું બોરસલ્લીનું વૃક્ષ આજે પણ ઍમની સાથેનો નાતો યાદ કરાવે છે ૨૦૦ વર્ષ પહેલાં વલસાડના કાનજીભાઈ અન્ય ઍક સુથાર ગૃહસ્થની અયોધ્યાયાત્રાની ફલશ્રુતિ રૂપે વલસાડ પારડીનું રામલલ્લા મંદિર બન્યું હતું હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિનો આધાર ભગવાન રામ, પરાપૂર્વથી ઍટલે અતિ પૂરાતન કાળથી, આ વાત ખાસ કરીને હિન્દુસ્તાનના ધબકતા હૃદય દ્વારા રક્તમાં વણાયેલુ સત્ય છે. વલસાડ જિલ્લાનું વલસાડ પારડીગામ રામલાલાનું પર્યાય કહેવાય છે અને ઍમના થકી વિશેષ ઓળખાય છે. ગામના મંદિરની ધરોહરને હદયસ્થ કરી ઍના થકી સંગઠનાત્મક ભાવને પામી શક્યા છે. ગામના પૂજનીય સદ્ગત પૂર્વજોઍ ચાતરેલા ચીલા મુજબ આજે પણ મંદિરનું સંચાલન પરંપરાગત રીતે ચાલી રહયું છે. આજે જયારે દેશ રામમય બન્યો છે ત્યારે અયોધ્યાની રામલલ્લાની ગાદી સાથે જોડાયેલા વલસાડ પારડીગામના રામલાલા મંદિરનો ભાવનાત્મક ઈતિહાસ વર્તમાન સમયમાં યોગ્ય રંગપૂર્ણિ કરવાને સમર્થ છે. ૨૦૦ વર્ષ પૂર્વે થયેલી અયોધ્યા યાત્રા ગામના પૂર્વજોઍ જે તે સમયે કરેલી વાતોનો આધાર પેઢી દર પેઢીના ગ્રામવાસીઓની લોકવાયકામાંથી જાણી માણી અને સમજી શકાય છે. કેટલીક વાતો ગામના પૂજય કમુબા પાસેથી જાણેલી ઍ મુજબ આસરે ૨૦૦ વર્ષ પૂર્વે ગામના કાનજીભાઈ અનાવિલે ગામના જ સુથાર ગૃહસ્થ સાથે અયોધ્યાનો પ્રવાસ કરવાની હિમ્મત કરેલી. આ અયોગ્યા યાત્રાની ફલશ્રૃતિ રૂપ ૨૦૦ વર્ષ પૂર્વે વલસાડ પારડીમાં રામલલ્લા મંદિરનું નિર્માણ થઈ શકયુ હતુ. ઍ યાત્રામાં અયોધ્યાના મંદિર મહંતના સુચન અને માર્ગદર્શન મુજબ, ‘બનાવો તો રામલલ્લાનું મંદિર બનાવજો’ અને અયોધ્યાની રામલલ્લાની ગાદી સાથે જોડાયાના આશિર્વાદ પણ આપ્યા જયારે વલસાડ પારડીમાં રામ મંદિર બન્યુ ત્યારે અયોધ્યાના મંદિરની નોંધપોથીમાં આ મંદિરની નોંધ લખવામાં આવી હતી. જેના કરાણે અયોધ્યાથી નાશિક ત્ર્યંબકની યાત્રાઍ આવતા સાધુ બાવાઓના ઝુંડ, નાગા બાવાઓ કે હાથીવાળા સાધુઓ વલસાડ પારડીના મંદિરમાં બે ચાર દિવસનં રોકાણ કરતા, ભજન, કિર્તન સાથે રામધુનથી ગામનું વાતાવરણ રામલલ્લામય બની જતું. આ મહાત્માઓના રહેઠાણ અને ભોજનનો ખર્ચ ગામ લોકો દ્વારા ઉપાડી લેવામાં આવતો. અયોધ્યાથી સાધુ સંતો નાગા બાવા આવતા તે સમયે અયોધ્યાથી આવતા સાધુ સંતો મહંતો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે પ્રત્યેક ઘરની અનાવિલ મહિલાઓ અગીયારસનું વ્રત કરતી અને બીજા દિવસે બારસના પારણાં કરતી સાથે ઍક બ્રાહમણને જમાડવાનો રીવાજ હતો. અયોધ્યાના જોડાણ પછી ઍક નિયમ બનાવવામાં આવ્યો કે બારસના દિને દરેક ઘરેથી ક્ષમતા મુજબનું કાચુ સીધુ મંદિરે મોકલવું. ગામમાં મોટે ભાગે ખેડુત પરિવાર હોય પ્રતિવર્ષ ખેતીમાં જે પાકે ઍમાંથી રામલલ્લાનો ભાગ અલાયદો રાખવામાં આવતો. ઍમાંથી મહિનામાં બે બારસ આવે તે દિવસે મંદિરે ભરપુર કાચુ સીધુ આપવામાં આવતુ. આમ મંદિરના મહંત અને અયોધ્યાથી આવતા મહાત્માઓના નિભાવનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો. ૨૦૦ વર્ષ પહેલા રામલલ્લાની પધરામણી કહેવાય છે કે મંદિર નિર્માણમાં અનાવિલો સાથે કેટલાક મિસ્ત્રી ભાવિકોનો પણ સંપુર્ણ સહકાર મળ્યો હતો. ત્યારે ગુંબજ વગરનું લાકડાના ભરપૂર ઉપયોગ સાથે નળિયાવાળુ ત્રિશંકુ આકારનું ધ્વજ પતાકાવાળુ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યુ હતુ. આમ આશરે ૨૦૦ વર્ષ પહેલા રામલલ્લાની પધરામણી વલસાડ પારડીમાં થયેલી. વર્ષો પછી ૧૯૮૨ માં સાંપ્રત અનાવિલો ઍ મંદિરનું નવનિર્માણ કરી નવા સુંદર મંદિરનું નિર્માણ કર્યુ. આ નવતર મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં કાંચી કામકોટીના જગદ્ગુરુ શંકરાચાર્ય પરમપૂજય જયેન્દ્ર સરશ્વતીની પધરામણી થયેલી. જગદ્ગુરૂની ઉપસ્થિતી પણ અયોધ્યા સ્થિત રામલલ્લાની ગાદી સાથે મંદિરની ગાદીના જોડાણ ઉપલક્ષ્યમાં થઈ શકી હતી. જેનુ ગૌરવ આજે પણ ગામ લોકો લઈ શકે છે. મંદિર સંકુલમાં મંદિરના સદ્ગત પૂજારીની ખાંભી બનાવવામાં આવે છે. આજીવન મંદિરમાં પ્રભુની સેવા કરી હોય અને અહીં જ દેહનિર્વાણ થાય તો શ્રધ્ધાંજલી સ્વરૂપે ખાંભી બનાવવાનું સુચન પણ અયોધ્યાથી આવનારા મહંતોનું હતુ. ઍજ રીતે અયોધ્યાથી વલસાડ પારડી મંદિરમાં આવનારા મહંતોઍ ૨૦૦ વર્ષની આવરદા ધરાવનાર બોરસલ્લીના વૃક્ષનું વાવેતર કર્યું હતું જે આજે પણ મંદિર સંકુલમાં મહંતોની યાદમાં અડીખમ ઊભુ છે. રામલલ્લા મંદિરના નામ સંદર્ભે પણ ઍક વાયકા છે. જેમ કે ‘વડશાળ’ ગામનું નામ સમયાંતરે વલસાડ થઈ ગયું. તેમ રામલલ્લા મંદિરનું નામ સમયાંતરે રામલાલા મંદિર વલસાડ પારડીના નામથી પ્રસિદ્ધ થયુ છે.