Vishesh News »

વલસાડમાં ૧૨૧૫ પ્રિસાઈડીંગ અોફિસરોને તાલીમ અપાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૮ ઃલોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ સંદર્ભે ૨૬-વલસાડ સંસદીય મતવિસ્તારમાં ચુંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સરળતા રીતે સમ્પન્ન થાય તે માટે ભારતના ચુંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતા બહાર પાડવામાં આવી છે. જે અન્વયે લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ દરમ્યાન સરકારી કર્મચારી/અધિકારીઓને ફરજના ભાગરૂપે વિવિધ કામગીરી સોંપવામાં આવી છે. વલસાડ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા વિધાનસભા વાઇઝ ચુંટણી કામગીરી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે ૧૭૯-વલસાડ વિધાનસભામાં સરકારી કર્મચારી/અધિકારીઓને પ્રિસાઇડીંગ ઓફિસર તરીકેની ફરજ બજાવવા અર્થે નિમણુક કરવામાં આવી છે. તેઓને વ્ણ્ચ્બ્ય્ળ્+ચ્સ્પ્/સ્સ્ભ્ખ્વ્ અંગેની હેન્સ ઓન પ્રથમ તાલીમ વલસાડના મોરારજી દેસાઇ ઓડિટોરિયમ ખાતે તા. ૨૭-૦૩-૨૦૨૪ રોજ સવારે ૧૦ઃ૩૦ થી ૧૩ઃ૦૦ કલાક સુધી અને ૧૪ઃ૩૦ કલાક થી ૧૭ઃ૦૦ કલાક સુધી બે તબક્કામાં આપવામાં આવી હતી, જેમાં કુલ ૩૨૭ પ્રિસાઇડીંગ ઓફિસરોને વિધાનસભા વાઇઝ તાલીમમાં માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમાર્થીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું. આ જ રીતે ૧૭૮-ધરમપુર વિધાનસભામાં આદર્શ નિવાસી શાળા બામટી ખાતે ૩૮૫ પ્રિસાઈડીંગ ઓફિસરો, ૧૮૦-પારડી વિધાનસભામાં મોરારજી દેસાઇ હોલ, પારડી ખાતે ૩૦૦ પ્રિસાઈડીંગ ઓફિસરો અને ૧૮૨- ઉમરગામ વિધાનસભામાં લક્ષ્મી વિદ્યાપીઠ, સરીગામ ખાતે ૨૦૩ પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી. આમ, કુલ ચાર વિધાનસભા બેઠક પર ૧૨૧૫ પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ અપાઈ હતી.