Vishesh News »

ખારવેલમાં સાકાર વાંચન કુટીરનો સ્થાપના દિન ઉજવાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૮ ઃ ધરમપુર તાલુકાના ખારવેલગામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ, ર્ય્ીજ્ઞ્ઁણુંરૂ ર્રૂશ્વશ્વજ્ઞ્ંશ્વસ્ન્ ધરમપુર તથા ગ્રામ પંચાયત ખારવેલ સંચાલિત સાકાર વાંચન કુટીર ખારવેલના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેનું આ કાર્યક્રમનું ઉદ્દઘાટન તાલુકા પંચાયત સભ્ય રેખાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા તિજોરી કચેરીના કર્મચારી અને જિલ્લા કર્મચારી મહામંડળના પ્રમુખ નિમેશભાઈ ગાંવિત, મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્યા ડૉ.વર્ષાબેન પટેલ, ચિત્રફૂટ ઍવોર્ડ વિજેતા શિક્ષક ડો. વીરેન્દ્ર ગરાસિયા, શીતળ છાયડો લાઇબ્રેરીના સ્થાપક જયંતિભાઈ પટેલ (નગારિયા), જયેશભાઈ પટેલ (પલ્લવ પ્રિન્ટર ધરમપુર) સહિત અનેક મહાનુભાવોઍ પ્રાસંગિક પ્રવચનમાં આજના સ્પર્ધાત્મક પરીક્ષાના યુગમાં લાઇબ્રેરીનું મહત્વ સમજાવ્યું હતું. આજના યુવાધનને વાચનાલય તરફ વાળવા માટે, સાકાર વાંચન કુટીર ખારવેલના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ દ્વારા આવી નવ જેટલી લાયબ્રેરીઓની અલગ અલગ ગામોમાં સ્થાપના કરવામાં આવી છે ત્યારે અત્યાર સુધીમાં આવી લાયબ્રેરીનો ઉપયોગ કરી સાતેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી શક્યા છે સરપંચ રાજેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યુ હતું.