Vishesh News »

ચીખલીના દેગામમાં વહુઍ પોતાના શરીરે ડિઝલ છાંટી દિવાસળી ચાંપી દીધી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા.૨૮ ઃ ચીખલી તાલુકાના દેગામ ધોડિયા વાડ ખાતે રહેતા ઍક પરિવારમાં સાસુ વહુ વચ્ચે ઝઘડા થતાં સાસુના મેંણા ટોણા સહન ન કરી શકેલ વહુઍ શરીરે ડીઝલ છાટી સળગી જવાનો પ્રયાસ કરતા વહુને સારવાર અર્થે ચીખલીની ઍક ખાનગી હોસ્પિટલમાં રાખવામાં આવી છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના દેગામ ગામના ધોડિયાવાડ ખાતે રહેતા સોનલબેન પ્રકાશભાઈ ધોડિયા પટેલ ઉ.વ ૩૨ જેના લગ્ન દસેક વર્ષ અગાઉ થયા હતા લગ્નના થોડા વર્ષો પછીથી સાસુ વહુ સાથે થોડો-થોડી બોલા ચાલી થતી રહેતી હતી જેમાં સાસુ સુમિત્રાબેન મેણા મારી માનસિક શારીરિક ત્રાસ આપતી આવી હતી પરંતુ વહુ સોનલબેન કુટુંબમાં તેમજ સમાજમાં માન સન્માન જળવાઈ રહે તે માટે કોઈને પણ કહેવાનું તાળતી હતી પરંતુ બુધવારના રોજ સવારે વહુ ઘરનું કામકાજ કરતી હતી ત્યારે સાસુઍ પતિ સાથે ઝઘડો કરેલ અને કહેતી હતી કે તારી બૈરી સાથે ફરવા જવાના પૈસા મળે છે અને મને પૈસા આપવાના મળતા નથી તેમ કહી ઝઘડો તકરાર કરેલ અને ત્યારબાદ વહુ સોનલને પણ કહેલ કે તમે કાલે સશૃંગી ખાતે ફરવા જવાના પૈસા મળી ગયા અને મને પૈસા આપતા નથી ઍમ કહી વહુને માં બેન સમાણી ગાળો બોલી મેણા તોણા મારતા વહુ કંટાળી જઈ આવેશમાં આવી જઈ બેડરૂમના પલંગ નીચે ચૂલો સળગાવવા માટે રાખેલ પ્લાસ્ટિકના કેનમાં ડીઝલ હતું તે પોતે જાતે શરીર ઉપર છાંટી દઈ ઘરની બહાર નીકળી આવી દીવાસળી ચાપી દેતા વહું સોનલબેન પટેલ છાતી ના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી જેને લઇ પતિ જેઠ તથા વહુ મળી ચીખલીની ઍક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવ્યા હતા. જોકે વહુ સોનલ પટેલ ૮૦ ટકા જેટલી દાઝી ગઈ હોવાનું જણાય આવ્યું છે. જે બનાવ અંગેની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.