Vishesh News »

દમણ પોલીસ વિભાગની પ્રિન્ટીંગ પ્રેસના માલિકો સાથે બેઠક મળી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૨૮ ઃ ચૂંટણી પંચે આગામી ૧૬ માર્ચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કર્યા બાદ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ ક્રમમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના તમામ જિલ્લાઓમાં આગામી લોકસભાની ચૂંટણી માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તમામ ચૂંટણી અધિકારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. જેને જોતા બુધવારે પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રિન્ટિંગ પ્રેસના માલિકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.પી. મીનાની અધ્યક્ષતામાં આયોજીત આ બેઠકમાં સમગ્ર દમણ જિલ્લાના પ્રિન્ટીંગ પ્રેસ માલિકો હાજર રહ્નાં હતાં. આ મીટીંગનો હેતુ પ્રિન્ટીંગ પ્રેસ દ્વારા પ્રકાશિત થતી જાહેરાતો પર નજર રાખવાનો અને કલમ ૧૨૭ખ્ ના નિયમોનું પાલન કરવા માટે ઍક મજબૂત મિકેનિઝમ સ્થાપિત કરવાનો છે.