Vishesh News »

વાપીમાં ટ્રાન્સપોર્ટ ઍસો. અને ઈન્ડસ્ટ્રીયલ લીકર્સ યુઝર્સ સાથે પોલીસે બેઠક યોજી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૮ ઃ વાપીમાં આગામી લોકસભા ચુંટણી અનુસંધાને ગેરકાયદે દારૂ વહન રોકવા માટે પોલીસ વિભાગે ટ્રાન્સપોર્ટ ઍસોશીયેશન તથા ઇન્ડસ્ટ્રીયલ લીકર્સ યુઝર્સ સાથે બેઠક યોજી જરૂરી સુચનાઓ આપતી પોલીસ મહાનિરીક્ષક વાબાંગ ઝમીર, સુરત વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ તથા વલસાડ પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલાની સુચના મુજબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ઍ.કે.વર્માના અધ્યક્ષ સ્થાને આજે વાપીમાં ડીવાયઍસપી બી.ઍન.દવે વાપી તથા નશાબંધી અને આબકારી વલસાડના સુપ્રિટેન્ડેન્ટ કુ.જે.ઍસ.ચૌધરી તથા વલસાડ જિલ્લા ઍલ.સી.બી./ઍસ.ઓ.જી./ ઍલ.આઇ.બી.ના પોલીસ ઇન્સ્પેકટરઓ તથા નશાબંધી અને આબકારી વલસાડના ઇન્સ્પેકટર તથા સબ ઇન્સ્પેકટરઓ તથા વલસાડ આર.ટી.ઓ. ઇન્સ્પેકટરશ તથા જી.ઍસ.ટી. વિભાગ વલસાડના અધિકારીઓની ઉપસ્થિતીમાં આજરોજ તા.૨૮/૦૩/૨૦૨૪ ના રોજ વાપી ખાતે ટ્રાન્સપોર્ટ ઍસોશીયેશનના હોદ્દેદારો તથા ટ્રાન્સપોર્ટરો તથા ઇન્ડસ્ટ્રીયલ લીકર્સ યુઝર્સ નાઓ સાથે આગામી લોકસભા ચુંટણી અનુસંધાને વલસાડ જિલ્લામાં ગેરકાયદે દારૂ વહન રોકવા માટે તથા ઇન્ડસ્ટ્રીયલ ઇથેનોલ/મિથેનોલ જેવા કેમીકલો તથા રોકડ નાણાંની હેરફેર રોકવા માટે મીટીંગનું આયોજન કરવામાં આવેલ જેમાં હાજર રહેલ વલસાડ જિલ્લાના પોલીસ અધિકારીઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓ દ્રારા ટ્રાન્સપોર્ટ ઍસોશીયેશનના હોદ્દેદારોને તથા ટ્રાન્સપોર્ટરોને તથા ઇન્ડસ્ટ્રીયલ લીકર્સ યુઝર્સ નાઓને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ અને આગામી લોકસભા ચુંટણી અનુસંધાને લાગુ કરવામાં આવેલ આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે અંગે જરૂરી માહિતી તથા સુચનો આપી સમજ કરવામાં આવેલ અને આજની આ બેઠકમાં ૫૦ જેટલા ટ્રાન્સપોર્ટ ઍસોશીયેશનના સભ્યો તથા ટ્રાન્સપોર્ટરો તથા ઇન્ડસ્ટ્રીયલ લીકર્સ યુઝર્સ નાઓ હાજર રહેલ. અને ઉપસ્થિત રહેલા તમામ ઓઍ પોલીસને મદદરૂપ થવા અંગેની ખાતરી પણ આપી હતી.