Vishesh News »

આગામી દિવસોમાં સમગ્ર પારડી થાંભલા અને ઝૂલતી તારોથી મુક્ત થઈ જશે

પારડીનો પત્ર - કુલદિપસિંહ રાજપુત, પારડી પારડી તાલુકાના ગામડાઓમાં ઍક સમયે ઍવો હતો કે, વીજળીના ધાંધિયા અંગે વીજ કંપનીના કર્મચારીઓને ખૂબ જ મુશ્કેલી જનક કામ હતું અને લોકોને વીજળી સમયસર ન મળતી હતી. જેથી ગામડાઓમાં બૂમ ચાલતી હતી અને લોકો વીજળીના અભાવે ખૂબ જ મુશ્કેલી વેઠી રહ્ના હતા. પરંતુ રાજ્ય સરકારની જ્યોતિ ગ્રામ યોજના અંતર્ગત તમામ વિસ્તારોને જોડી દેવામાં આવ્યા અને જ્યાં ગામડામાં માંડ ત્રણ થી ચાર કલાક વીજળી મળતી હતી. ત્યાં ૨૪ કલાક વીજળી મળવાની શરૂઆત થઈ છે. છેલ્લા પાંચ-સાત વર્ષથી લોકોને સંપૂર્ણપણે વીજળીની સુવિધા પ્રા થઈ છે. ગામડાઓમાં હવે ત્રણ ત્રણ દિવસ વીજળી આવતી ન હતી ત્યાં ત્રણ મિનિટ પણ વીજળી જતી નથી. ૨૪ કલાક સતત વીજળીનો પ્રવાહ ચાલુ રહે છે અને વીજળીની જે સુવિધા છે ઍ સુવિધા દરેક નાગરિકોને રાબેતા મુજબ મળી રહે છે. વીજળીના અભાવે ગામડા વાસીઓના દરેક કામો અટવાઈ જતા હતા. વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયમાં વીજળીના અભાવે અભ્યાસ કરવામાં તકલીફ પડતી હતી. પરંતુ હમણાંની વાત કરીઍ તો તાજેતરમાં ધોરણ ૧૦ અને ૧૨ જે મહત્વપૂર્ણ વિદ્યાર્થીઓ માટે માની શકાય તે પરીક્ષા દરમિયાન પારડી સહિત તાલુકાના દરેક ગામડાઓમાં ઍક પણ વખત વીજળી ડુલ થઈ નથી કે બંધ થઈ નથી. સતત વીજળીનો પ્રવાહ વહેતા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન વાંચન પ્રક્રિયા કરવામાં ખૂબ જ સરળતા મળી છે અને વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી પોતાનો પ્રશ્નપત્ર આપી શક્યા છે. બીજી તરફ ગામડાઓમાં વીજળી થતી ચાલતા નાના મોટા રોજગારો અને પ્રોત્સાહન મળ્યું છે. નાના મોટા ઉદ્યોગો જે ગામડામાં વિકસિત થયા છે. ઍવું ઉદ્યોગો સમયસર વીજળી પહોંચતા ધમધમતા થયા છે. બીજી તરફ તાજેતરમાં કેરીનો ગાળો ચાલી રહ્ના છે કેરી ગાળામાં ખેડૂતોને પિયતનું પાણી જાડોને નિયમિત મળી રહે ઍ માટે ઍગ્રીકલ્ચર વીજળી સપ્લાય રાબેતા મુજબ આપવામાં આવે છે. જેના કારણે ખેડૂતોને ઍમનો પાક ઉછેર કરવામાં ખૂબ જ સહેલાઈ મળી રહી છે. ઍ જ રીતે કહીઍ તો જ્યાં વીજળી ડૂલ થતી હતી ત્યાં હવે હોશે હોશે દરેક ઘરમાં વીજળી ૨૪ કલાક સળગી રહી છે તો બીજી તરફ આ વાત કરીઍ કે જ્યારથી પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ વીજળી મંત્રી બન્યા છે ત્યારથી પારડી તાલુકાની કાયાપલટ થઈ ચૂકી છે પારડી ટાઉનમાં હવે લોકોને થોડાક સમય બાદ ઝૂલતા તારોથી મુક્તિ મળી જશે જેનું કારણ આપ ઍવું વિચારતા હશો કે, ઍવું તો શું થયું છે કે, ઝુલતા તારોથી લોકોને મુક્તિ મળી જશે. તો તમને જણાવી દઉં કે પારડી પંથકમાં દરેક વોર્ડમાં અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે આગામી દિવસોમાં સમગ્ર પારડી થાંભલા અને ઝૂલતા તારોથી મુક્ત થઈ જશે દરેક લોકોને અંડરગ્રાઉન્ડ લાઈન વડે વીજળી સપ્લાય કરવામાં આવશે પારડી જે ખૂબ જ નાનું ટાઉન માનવામાં આવે છે જ્યાં ઍટલી વસ્તી નથી ઍવો લોકો માની રહ્ના હતા પણ છેલ્લા કેટલાક વખતથી પારડીમાં વસ્તીનો વધારો થઈ ચૂક્યો છે જે વસ્તીના આધારે લોકોને જરૂરિયાત વધી છે અને દરેક લોકોને વીજળીની જરૂરિયાત પણ વધુ ને વધુ અગત્યની છે જેથી અંડર ગ્રાઉન્ડ કેબલિંગ થઈ ગયા બાદ હવે પારડી પણ આધુનિક દિશા તરફ આગળ વધી રહ્નાં છે. અહીં પણ લોકોને ઝૂલતા કેબલ માંથી મુક્તિ મળશે કાંઠા વિસ્તારની વાત કરીઍ તો ઉમરસાડીમાં પાવર સ્ટેશન આવી ચૂક્યો છે. કોલકમાં પહેલાથી જ પાવર સ્ટેશન છે સુખલાવમાં નવો પાવર સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આમ ઍવા તમામ જે ઊંડાણના ગામડાઓને પાવર સ્ટેશનની જરૂર છે ત્યાં પાવર સ્ટેશનનું નિર્માણ થઈ ચૂક્યું છે જેનાથી ગામડાઓમાં વીજળીની સપ્લાઈ ચોક્ક્સ પણે આપવામાં આવી રહી છે. આમ પારડી તાલુકામાં વીજળીની સમસ્યા માંથી લોકોને મુક્તિ મળી છે અને વીજળી સપ્લાય મળી રહેતા લોકોને અનેક સુવિધાઓ પ્રા થઈ છે.