Vishesh News »

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

સેલવાસ,તા ૨૬ઃ આશરે ૧૦૦ વર્ષ કરતા પણ વધારે વર્ષથી લવાછા ખાતે ભરાતા હોળીના મેળામાં લોકો ઉમટી પડ્યા હતા. મનોરંજન માટે લગાવામાં આવેલી રાઈડની લોકો મઝા માણી રહ્ના છે. મેળામાં આનંદપ્રમોદ, બાળકો માટે ચકડોળ, સર્કસ અને વિવિધ રાઈડમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.વિવિધ ચીજવાસ્તુની દુકાન ઉપર ખાણીપીણીના સ્ટોલ, મીઠાઈની દુકાન, કટલરી વગેરેની દુકાનો પણ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્ના છે.