Vishesh News »

દાનહમાં કોîગ્રેસ અને શિવસેના (યુબીટી) ઉમેદવાર ઉતારશે

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) સેલવાસ,તા.૨૬ઃ લોકસભા ચૂંટણી સમયે દાનહની રાજનીતિમાં બદલાવો થઈ રહ્ના છે. પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ અને ડેલકર પરિવાર સાથે ઘનિષ્ઠ સબંધ ધરાવનાર રમન કાકવા કોંગ્રેસમાં જોડાયા હતા. ૧૬ માર્ચના રોજ કલાબેન ડેલકર સાથે રમન કાકવાઍ પણ ભાજપનો ખેસ પહેર્યો હતો અને ફરીથી તેઓ કોંગ્રેસમાં જોડાતા પ્રદેશની રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યો હતો. રમન કાકવાઍ જણાવ્યું હતું કે ભાજપે દાનહની ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને નગર પાલિકાના પાવર લઈ લીધા છે. ભાજપની નીતિ અને નિયત ખરાબ છે મને કોંગ્રેસે પ્રેમ અને સન્માન આપ્યા છે અને કોંગ્રેસની સીટ પરથી ચૂંટણી જીત્યો હતો ઍ માટે હું આજીવન કોંગ્રેસ સાથે જ રહીશ. આ સાથે બે અઠવાડિયા પહેલા ભાજપમાં જોડાયેલ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમન કાકવા પુનઃ કોંગ્રેસમાં જોડાયા હતા. મળતી માહિતી મુજબ શિવસેના અને કૉંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત દાનહમાં ઉમેદવાર ઉભો રાખશે. ઉમેદવારની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.