Vishesh News »

ધરમપુરમાં હોળી વખતે રમાતી આટયા પાટયાની લુ રમત ફરી જીવંત કરાઇ

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) ધરમપુર,તા.૨૬ઃ ધરમપુર અને ઍની આજુબાજુનાં વિસ્તારોમાં હોળીનાં તહેવારનું અનેરું મહત્વ છે. ધાર્મિક મહત્વતાની સાથે સમાજને સંગઠિત કરવામાં પણ હોળીનો તહેવારનું ખૂબ મહત્વ છે. ધરમપુર નગરમાં વિવિધ વિસ્તારોમાં વર્ષોથી હોળીનાં બીજા દિવસ ઍટલેકે ધૂળેટીનાં દિવસથી પાંચમ સુધી પાંચ દિવસ રોજ રાત્રે ફળિયામાં હોળી કાંઠે સાથે ભોજન બનાવી ફળિયાનાં દરેક ઘરનાં બધા જ લોકો ઍક સાથે બેસી ભોજન કરે છે, વિવિધ રમતો રમે છે અને પાંચ દિવસ હોળીનો જલસો થાય છે, રાજા રજવાડાનાં સમયથી ચાલી આવેલી આ પરંપરા ધરમપુરનાં દસોંદી ફળિયામાં આજે પણ જીવંત છે. પણ વર્ષો પહેલા રમાતી પારંપરિક રમત આટયા પાટયા જેને અહિયાંનાં લોકો હીરપાટા તરીકે જાણે છે ઍ રમત વર્ષોથી લુ થઇ ગઈ હતી. આ ઍક પરંપરાગત ભારતીય ટેગ રમત છે જે નવ ખેલાડીઓની બે ટીમ દ્વારા રમવામાં આવે છે. આ રમત ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ લોકપ્રિય હતી અને હજી પણ કર્ણાટક,મહારાષ્ટ્ર અને તમીલનાડુનાં અમુક ગામોમાં રમાય છે. મુખ્યત્વે આ રમત મહારાષ્ટ્રમાં વધુ રમાઈ છે, બીજી સ્વદેશી રમતોની જેમ આ રમતની ખાસિયત ઍ છે કે આમાં કોઈ સાધનની જરૂર પડતી નથી. આ રમતનો ઇતિહાસ જોઈઍ તો સદીઓ પહેલા ચોલ વંશના સૈનિકો દ્વારા લડાઇ પ્રેક્ટિસ તરીકે આ રમત રમાતી હતી, ત્યાં થી લઈ ગુજરાતનાં ધરમપુર સુધી આ રમત પહોંચી અને વર્ષોથી આપણા વિસ્તારમાં રમાતી હતી પણ હાલે આ રમત તદ્દન લુ થઇ ગઈ હતી, પરંતુ દસોંદી ફળિયાનાં વડીલોઍ હોળીનાં સમયે આ રમતને યાદ કરી તેમજ આજની યુવા પેઢીને પણ શીખવાડી અને હોળી કાંઠે બધા સાથે મળી રમ્યા. અને ફળિયાનાં વડીલોઍ ઍમનાં જૂનાં સંસ્મરણો યાદ કર્યા હતા, નવયુવાનોઍ પણ ખૂબ ઉત્સાહથી રમતમાં ભાગ લીધો હતો અને આમ ઍક પેઢીઍ બીજી પેઢીને આ પરંપરાગત રમતનો વારસો સોંપ્યો, રમત જોવા માટે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.