Vishesh News »

વલસાડના શિવજી મહારાજે ૩૨ વર્ષથી અયોધ્યાના રામલલ્લાના વાઘા સાચવી રાખ્યા : હવે પરત કરશે

વલસાડથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા ૨૯ રામસેવકો ૧૯૯૨માં કારસેવા માટે અયોધ્યા ગયા હતાં. આ કારસેવકોની આગેવાની આજે વલસાડના ભીડભંજન મહાદેવ ટ્રસ્ટના સર્વેસર્વા પૂ. શિવજી મહારાજે લીધી હતી ઃ અયોધ્યા જતા પહેલાં શોભાયાત્રા કાઢી મોટા બજારના શ્રીગણેશ મંદિરે દર્શન કયા હતાં સ્પેશિયલ સ્ટોરી કમલેશ હરિયાવાલા, વલસાડ દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થાને ફરીથી નિર્માણ પામેલા અતિભવ્ય શ્રી રામ મંદિર માં આગામી ૨૨મી જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે લગભગ ૫૦૦ વર્ષના લાંબા સંઘર્ષને સનાતન પ્રેમીઓ ફરી યાદ કરી રહ્ના છે. મુગલ બાદશાહ બાબરના સમયમાં રામ જન્મભૂમિના સ્થળે બાબુરી મસ્જિદ ઊભી કરી દેવામાં આવી હતી. ત્યારથી મૂળ રામજન્મસ્થાન ફરીથી સનાતન પ્રેમીઓના કબજામાં આવે અને ત્યાં ભગવાન શ્રીરામ બાળ સ્વરુપે બિરાજે ઍવું સ્વપ્ન જોવાઈ રહ્નાં હતું, જે હવે સાકાર થવા જઈ રહ્નાં છે. રામ જન્મભૂમિ ને મુક્ત કરાવવાના અભિયાનમાં નિર્ણાયક સાબિત થયેલી ઈ.સ. ૧૯૯૨ ની કારસેવા વલસાડ જિલ્લા માટે પણ ઍક યાદગાર સંભારણું બની રહી છે. કારણકે તત્કાલીન વલસાડ જિલ્લામાંથી લગભગ ૨૦૦ની આસપાસ કાર સેવકો અયોધ્યા પહોંચ્યા હતા અને પોતાનું યોગદાન આપ્યું હતું વલસાડથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા ૨૯ લોકો ઍટલે કે રામસેવકો ૧૯૯૨માં કારસેવા માટે અયોધ્યા ગયા હતાં. આ કારસેવકોની આગેવાની આજે વલસાડના ભીડભંજન મહાદેવ ટ્રસ્ટના સર્વેસર્વા પૂ. શિવજી મહારાજે લીધી હતી. તેઓ વલસાડમાં હિંદુત્વના પ્રખર પ્રહરી તરીકે આજે પણ જાણીતા છે. આજે શ્રી શિવજી મહારાજે ઍ કારસેવાના પોતાના સંસ્મરણો દમણગંગા ટાઈમ્સ સાથે તાજા કર્યા હતાં. તેઓ ઍ યાદ કરતા કહે છે કે, ૩૨ વર્ષ અગાઉ તા. બીજી ડિસેમ્બર ૧૯૯૨ના રોજ વલસાડના ભીડભંજન મહાદેવ મંદિરમાં અયોધ્યા જનારા કારસેવકોને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો અને આ કારસેવકોને વલસાડના મોટા બજારમાં આવેલા શ્રી ગણેશજીના મંદિરે વાજતેગાજતે શોભાયાત્રા સાથે લઈ ગયા હતાં. આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના નરેશભાઈ ભટ્ટ, સંઘના શ્રી હિન્દવાણીજી, દોલતભાઈ દેસાઈ, રમેશભાઈ પેન્ટર સહિત અન્ય હિન્દુ આગેવાનો પણ જોડાયા હતા. આ કાર સેવકોને વાજતે ગાજતે હારતોરા અને તિલક કરી વલસાડથી વિદાય આપવામાં આવી હતી ત્યારે સ્ટેડિયમ રોડ પર જનક સ્વીટ માર્ટ પાસે ઍક ગ્રુપ ફોટો પણ લેવામાં આવ્યો હતો. જે આ પ્રસંગની મોંઘેરી યાદગીરી છે. વલસાડથી કાર સેવકો રાત્રે સુરત જવા નીકળ્યા હતા અને તાીગંગા ઍક્સપ્રેસમાં અલ્હાબાદ પહોંચ્યા હતાં. ત્યારે આ વિસ્તારના અન્ય કારસેવકો પણ તેમની સાથે હતા. અને ત્યાં સંકલ્પ કરી અયોધ્યા જવા નીકળ્યા હતાં. ચોથી ડિસેમ્બરના રોજ આ કાર સેવકો અયોધ્યા પહોંચી ગયા હતાં. ત્યારે અયોધ્યામાં કડકડતી ઠંડી નું વાતાવરણ હતું. વલસાડથી ગયેલા કાર સેવકો પૈકી શિવજી મહારાજ અને ઍમની ટીમ હનુમાનગઢીમાં રોકાઈ હતી. જ્યારે બકુલ રાજગોર અને અન્ય કેટલાક વિવાદી ઢાંચાથી નજીકમાં આવેલી રામ ગુલેલાલ મંદિરની ધર્મશાળામાં રાખવામાં આવ્યા હતા. બકુલ રાજગોર અયોધ્યાના સંસ્મરણ યાદ કરતાં દમણગંગા ટાઈમ્સને જણાવે છે કે આ કાર સેવકોઍ સરીયૂના શીતળ જળમાં પવિત્ર સ્નાન કર્યું હતું. અને સવારે સંઘના સરસંઘચાલક સુદર્શનજીની પદયાત્રા હતી તેમાં જોડાયા હતા અને ત્યારબાદ પોતાના સ્થાને આવી આરામ કર્યો હતો. જોકે ધરમપુરના કારસેવકો નિમેશ ભટ્ટ અને તપન ભાવસાર આગલા દિવસે જ રામલાલાના દર્શન કરી આવ્યા હતા. ઍ રાત્રે કારસેવકોને સૂચના આપવામાં આવી હતી કે, જેમ રામેશ્વરમાં સેતુબંધ બાંધવામાં ખિસકોલીઍ પોતાનું યોગદાન આપ્યું હતું ઍ રીતે આપણે પણ ફાળો આપવાનો છે અને સરીયૂ માતાના કિનારેથી ઍક ઍક મુઠ્ઠી રેતી લઈ ઢાંચા આગળ ૧૦-૧૦ ફૂટના જે સુરક્ષા માટેના ખાડા કરવામાં આવ્યા છે તેમાં ઍ નાખવાની છે. જોકે કેટલાક કારસેવકોને માત્ર રેતીની મુઠ્ઠી નાંખવાથી સંતોષ થાય ઍમ ન હતો. છઠ્ઠી ડિસેમ્બરની સવારે બધા વહેલા ઉઠી ગયા, સૂર્યનમસ્કાર યોગ કર્યા અને સરયૂ નદીમાં સ્નાન કરી ઍક મુઠ્ઠી રેતી ભરીને પાછા આવ્યા. બંકિમ રાજગોર જેવા સ્વયંસેવકને ઍક મુઠ્ઠીથી સંતોષ ન થયો ઍટલે થેલીમાં ભરીને રેતી લઈ આવ્યા અને પછી સભા સ્થળ પર ગયા ત્યાં સાધ્વી રૂતંભરાજી, સાધ્વી ઉમા ભારતીજી, લાલકૃષ્ણ અડવાનીજી, મુરલી મનોહર જોશીજી જેવા દિગ્ગજ અગ્રણીઓ મંચ ઉપર ઉપસ્થિત હતાં. સવારે લગભગ ૯ઃ૩૦ વાગ્યાનો સમય હશે ત્યાં વાયુવેગે વાત પ્રસરી કે અમુક કારસેવકો વિવાદી ઢાંચાના ગુંબજ પર ચડી ગયા છે. તેથી અન્ય કાર સેવકો પણ જોશમાં આવી ગયા. વલસાડના અને આપણા વિસ્તારના કારસેવકો પણ ઉત્તેજિત થઈ ગયા હતા અને ગુંબજ સુધી ઘસી જાય તે પહેલાં ત્યાં તો પહેલું ગુંબજ ધારાશાયી થઈ ગયું હતું. કાર સેવકો ઢાંચાની આજુબાજુ લગાડેલી લોખંડની પાઇપો જે રેલિંગ તરીકે લગાડવામાં આવી હતી. તેને ઉખાડીને ઍને જ કામમાં લઈ વિવાદી ઢાંચાની દીવાલો ઉપર પ્રહારો કરી રહ્ના હતાં. ત્યાં ઍક નારો પણ ગુંજી રહ્ના હતો. ‘ઍક ધક્કા ઔર દો બાબરી કો તોડ દો’ ઍમ જોતજોતામાં આખો ઢાંચો ધ્વંસ થઈ ગયો. ત્યારે કાર સેવકોમાં ઍવો પણ ઍક સુર ઉઠ્યો કે બાબર ના અત્યાચારનો કોઈ અંશ બચવા ન જોઈઍ. ઍટલે ઘણા કારસેવકો ઍ બાબરી ઢાંચાની ઈંટોને પોતાની સાથે લેતા ગયા અને ઍ રીતે ઍ મેદાનમાંથી કાટમાળ પણ હટતો ગયો. ત્યારબાદ બીજી કારસેવા શરૂ થઈ. શ્રીરામને અસ્થાયી મંદિર બનાવી વિરાજમાન કરવાના હતા. આ સમગ્ર ઘટનાક્રમના સાક્ષી જ નહીં પણ ભાગીદાર રહેલા વલસાડ ભીડભંજન મહાદેવ મંદિરના કર્તાહર્તા શ્રી શિવજી મહારાજે આજે ઍક મોટું રહસ્યોદ્ઘાટન કરતા કહ્નાં કે, જ્યારે આ ઢાંચો ધ્વંસ થયો ત્યારે મુખ્ય ગુંબજ નીચેના બાળસ્વરૂપના રામલાલ ભગવાનની મૂર્તિ તેમણે ત્યાના પૂજારીને કે કોઈને સોંપી હતી. તેમણે મૂર્તિ હાથમાં લીધી અને જ્યારે કહ્નાં ક ઍમના વાઘા તો મારા હાથમાં જ રહી ગયા છે ત્યારે તેમણે શિવજી મહારાજને ઍ વાઘા પ્રસાદી રૂપે લઈ જવા જણાવ્યું હતું. તેથી શિવજી મહારાજ ઍ વાઘાને પ્રસાદી તરીકે સંભાળીને પોતાની સાથે વલસાડ લેતા આવ્યા હતાં. તેમણે આજે દમણગંગા ટાઈમ સાથેની વાતચીતમાં આ બાબતે પ્રથમવાર ખુલાસો કરતા રામ જન્મભૂમિના આંદોલન સાથે સંકળાયેલી ઍક બહુ મોટી વાત પ્રકાશમાં આવી છે. હવે આગામી ૨૨ મી જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રીરામલ્લાની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે પાછલા ૩૨ વર્ષથી વલસાડના શિવમંદિરમાં શિવજી મહારાજે સંભાળીને સાચવી રાખેલા આ વાઘા મૂળ મંદિરને ફરીથી સોંપવાના અવસર મળશે ઍ તેમનું સૌભાગ્ય હોવાનું જણાવ્યું હતું અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. શિવજી મહારાજે ઍમ પણ જણાવ્યું હતું કે તેઓ દર રામનવમીઍ ૩૨ વર્ષથી અયોધ્યાના રામલલ્લાના આ વાઘાની પૂજા પણ કરતા આવ્યા છે. અયોધ્યામાં બાબરી ધ્વંસ પછી રામલલ્લા માટે ઍક અસ્થાયી મંદિર બનાવવાનું હતું ઍ કાર્યમાં પણ વલસાડના કાર સેવકો જોડાયા હતા જેમાં બંકિમભાઈ ઉપરાંત અકસ્માતના કારણે જેમના પગમાં સળિયા મુકવા પડ્યા હતા ઍવા વિમલભાઈ ધોળકિયા, તથા જયંતભાઈ પણ જોડાયા હતાં. વિમલભાઈ ધોળકિયાઍ તો કહ્નાં કે ઢાંચો ધ્વંસ કરવાનો લાભ તો ન મળ્યો. રામલીલા ના ટેન્ટના નિર્માણમાં તો મને લઈ જાઓ ! ઍટલે ઍમને પણ લઈ ગયા હતાં. બીજી બાજુ ધ્વંસ કરાયેલા સ્થળે રામલલાની મૂર્તિને કામચલાઉ ટેન્ટમાં સ્થાપિત કરાઈ હતી અને વાતાવરણ તંગ બનતું ગયું હતું. દેશમાં પણ સ્થિતિ બગડે ઍવી શક્યતા જ નહીં, શરૂઆત પણ થઈ ગઈ હતી. શિવજી મહારાજ કહે છે કે તે સમયે કોંગ્રેસના પી.વી નરસિંહરાવની સરકાર હતી પણ ત્યાં તેના સલામતી દળના જવાનો વગેરે તાત્કાલિક કાર સેવકોને નીકળી જવા માટે કહેતા હતા અને કહેતા હતાં કે તમારું કામ થઈ ગયું છે, હવે જાઓ. આ વાતાવરણમાં સત્વરે પરત થવા માટે જ્યારે સ્ટેશનને પહોંચ્યા ત્યારે તમામ ટિકિટ બારીઓ બંધ હતી. અને ટ્રેનમાં ઍમ જ બેસાડી દેવામાં આવતા હતાં. ઍ રીતે બધા અયોધ્યાની બહાર નીકળ્યા પણ અલ્હાબાદ રેલ્વે સ્ટેશન પહેલા વિધર્મીઓઍ રેલવેના પાટા ઉખેડી નાખ્યા હતાં. જેથી રેલવે સ્ટેશન પરના સ્ટેશન માસ્ટરે કાર સેવકોને કેટલીક સાવચેતી રાખવા માટે અને સુરક્ષિત રહેવા માટે તાકીદ કરી હતી. જ્યારે સવારે રેલવેના પાટા ફરીથી રિપેર થઈ ગયા ત્યારબાદ જ ટ્રેન પ્રયાગરાજ પહોંચી શકી હતી. ત્યાં કારસેવકો માટે જમવાની વ્યવસ્થા હતી અને ત્યાંથી સૌને ટ્રેનમાં રવાના કર્યા હતા.આ ટ્રેન મારફતે આપણા વિસ્તારના કારસેવકો પણ પરત ફર્યા હતાં. વલસાડ, નવસારી, ધરમપુર, વાપી તરફના કાર સેવકોને પોતાના જિલ્લામાં પરત થવા માટે ભુસાવળ થઈને જતી ટ્રેનમાં વ્યવસ્થા કરી બેસાડવામાં આવ્યા હતા પણ ભુસાવળ પાસે આવતા સુધીમાં ટ્રેન પર રસ્તામાં પથ્થરમારો થયો હતો અને ઍમાં સમગ્ર વલસાડ જિલ્લામાંથી કાર સેવા માટે ગયેલા કેટલીક મહિલા કાર સેવિકાઅો પૈકી વલસાડના કુમુદબેન દેસાઈને માથામાં પથ્થર વાગતા ઍમનું માથું ફૂટી ગયું હતું. રેલવે સ્ટેશને તેમને સારવાર આપ્યા બાદ બારડોલીથી ટેમ્પામાં કારસેવકો પરત વલસાડ પહોંચ્યા હતા. વલસાડ થી અયોધ્યા કારસેવામાં ગયેલા કારસેવકોમાં ભીડભંજન મહાદેવ મંદિરના શિવજી મહારાજના માર્ગદર્શન હેઠળ સ્વ. ખંડુભાઈ દેસાઈ, સ્વ. જયંતિભાઈ ભંડારી, સ્વ. બચુકાકા, વેણીભાઈ બલસારા, જયંતભાઈ બુટાણી, વિમલ દેસાઈ, જીતુભાઈ પ્રજાપતિ, રૂપેશભાઈ પાંડે, કિરણભાઈ ભંડારી, કંસારાભાઈ છીપવાડ, પ્રવિણભાઈ પ્રજાપતિ, બકુલ રાજગોર, બ્રિજેશ પાંડે, સુરેશભાઈ પટેલ, વિમલ ધોળકિયા, જયંતિભાઈ પ્રજાપતિ, અર્જુન બાળવા, વિજયભાઈ છત્રીવાળા, યશવંતભાઈ જાની, કિરણભાઈ ત્રિપાઠી, સ્વ. બામ્સુ પટેલ વગેરે ઉપરાંત મહિલા કારસેવિકા સ્વ. કુમુદબેન દેસાઈ કારસેવક તરીકે જોડાયા હતાં. હવે જ્યારે ભગવાન શ્રીરામ તેમના નિજ ગૃહે ફરીથી બિરાજમાન થવા જઈ રહ્ના છે અત્યારે ભારતના સનાતનના ઇતિહાસની આ ઐતિહાસિક ઘડીઍ વલસાડના કારસેવકોની સેવા પણ વંદન કરવાને લાયક છે.