Vishesh News »

વાપી પંથકમાં શ્રીજીની પધરામણી અને સ્થાપના

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૧૯ ઃ મહારાષ્ટ્ર અને ગુજરાતનો સૌથી મહત્વનો તહેવાર તરીકે ઓળખાતા ગણેશ ચતુર્થીના તહેવારે અનેક સાર્વજનિક મંડળો દ્વારા તેમના વિસ્તારમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. જે અંગે જરૂરી સરકારી મંજૂરીઓ પણ પોલીસ વિભાગમાંથી મેળવવાની હોય છે ત્યારે આ વર્ષે વાપી ટાઉન પોલીસ મથકની હદમાં ૧૪૮ વાપી ઉદ્યોગ નગર પોલીસ મથકની હદમાં ૩૯ અને ડુંગરા પોલીસ મથકની હદમાં આવતા ગામડાઓના વિસ્તારમાં ૧૫૪ મળી કુલ ૩૪૧ જેટલા મંડળોઍ ગણપતિની સ્થાપના કરવા માટેની મંજૂરી મેળવી છે તો વાપી અને તેની આજુબાજુના ગામડાઓમાં વ્યક્તિગત તેમજ નાના મંડળો દ્વારા લગભગ ૨૦૦૦ થી વધુ શ્રીજીની પ્રતિમાની સ્થાપના થઈ હોવાનું જાણવા મળે છે. આ અંગે વાપી ટાઉન, વાપી ઉદ્યોગનગર અને ડુંગરા પોલીસ મથકના પોલીસ કર્મચારી દ્વારા કાયદો અને પરિસ્થિતિ જળવાઈ રહે તે અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. તો વાપી નગરપાલિકા ગુજરાત પોલ્યુશન, કંટ્રોલ બોર્ડ, વાપી નોટિફાઇડ વિભાગ અને કેટલીક સામાજિક ઍનજીઓના સહયોગથી વાપી જીઆઇડીસી દમણગંગા નદીમાં પ્રતિમાઓ વિસર્જન કરવા અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે. તો બે જેટલા કૃત્રિમ તળાવ પણ બનાવાયા છે.