Vishesh News »

વલસાડ-ડાંગ બેઠકના રાજકારણને ‘ગોટે’ ચઢાવવા કોણ ‘ફીશ’ છોડી રહ્નાં છે?

વલસાડના કાંઠા વિસ્તારના ગામોમાં સામો પ્રતિકારઃ હવે વલસાડ બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં બેનરો લાગ્યા ધવલ પટેલ મેદાનમાંથી ખસી જવાનું મન બનાવી રહ્ના હોવાની અને જિલ્લાના અગ્રણીઅોને ગાંધીનગરનું તેડુ આવ્યા હોવાની વાતો પણ ઉડી જિલ્લામાં સક્રિય કરાયેલી મિડીયા મોનીટરીંગ કમિટી આ બાબતે ચિત્રમાં આવી શકે કે કેમ? ઍની પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઇ છે. (દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા ૨૬ઃ વલસાડ ડાંગ લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર બદલવા માટે પ્રથમ લેટર વાયરલ થયા બાદ વલસાડના કાંઠા વિસ્તારમાં કાંઠાના ૫ થી ૭ ગામોમાં લોકસભાના ભાજપના ઉમેદવારના સમર્થનમાં લાગેલા જોવા મળ્યા હતા. લોકસભાની વલસાડ ડાંગ બેઠક પર ભાજપ પાર્ટી દ્વારા ધવલ પટેલને ટિકિટ આપવાના મામલે ભાજપના કાર્યકર્તાઓમાં કથિત રીતે ભારે નારાજગી જોવા મળી હતી. જેના કારણે ઉમેદવાર ધવલ પટેલને હટાવવા માટે વડાપ્રધાન, મુખ્યમંત્રી, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ, સહિત અન્ય મંત્રીઓને નનામાં પત્ર લખી તેને હટાવવા માટેની માંગણી થઇ રહી છે. જોકે વલસાડ જિલ્લામાં ભાજપના સભ્યોમાં કહેવાતી નારાજગી જોવા મળતા લોકસભાના ઉમેદવાર ધવલ પટેલ દ્વારા તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમજ વિસ્તારની રાત દિવસ મુલાકાત પણ લેવાઇ રહ્નાં હોવાનું જણાઇ રહ્નાં છે. સોશિયલ મીડિયામાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પ્રચારથી વલસાડ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આજરોજ કાઠા વિસ્તારના ૫ થી ૭ જેટલાં ગામોમાં ધવલ પટેલના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા હતા. જોકે ગામ લોકો ઍ વિકાસના કામો જોઈ અને શિક્ષીત અને વિકાસના કામો આવનારા દિવસો વધુ થશે તે જોઈ ને ધવલ પટેલનું સમર્થન કર્યું છે. વળી આજે ભાજપના ઉમેદવાર ધવલ પટેલની વલસાડ તાલુકાની ચણવઇ,પારનેરા, કોસંબા જેવા ગામોની મુલાકાત દરમ્યાન ઍક તબક્કે ઍવી વાત ઉઠી હતી કે હવે ખુદ ધવલભાઇ પટેલ જ પોતાની ઉમેદવારીનો વિરોધને જાતા ગુજરાતમાં અન્યત્ર બન્યું તેમ પોતે જ ચૂંટણીમાંથી ખસી જવા બાબતે મત વ્યક્ત કર્યો હતો. આ અંગે દમણગંગા ટાઇમ્સે ધવલભાઇ પટેલનો સંપર્ક કરતા તેમણે સ્પષ્ટ શબ્દોનો આખી વાતનો રદીયો આપ્યો હતો અને કહ્નાં હતું કે કોîગ્રેસ જિલ્લામાં ડરી ગઇ છે અને અમને પુષ્કળ સમર્થન મળી રહ્નાં છે. ઉમેદવારીમાંથી હટી જવાની કે આ બેઠક પર ઉમેદવાર બદલવાની કોઇ શક્યતા નથી કે ઍવી કોઇ જરૂર પણ નથી અમે આ બેઠક પાંચ લાખથી વધુ મતોથી સરસાયથી જીતી જઇશું ઍવી અમને ખાત્રી છે. વધુમાં અન્ય ઍક ઍવી બાબત પણ સાંજ સુધીમાં ચર્ચામાં આવી હતી કે વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર સામે પક્ષમાં જ વ્યાપક વિરોધ હોવાના કારણે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત અગ્રણીઅોને ગાંધીનગર બોલવવામાં આવ્યા છે. આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખે દમણગંગા ટાઇમ્સને જણાવ્યું હતું કે ગાંધીનગરમાં સમગ્ર રાજ્યમાંથી સંગઠન સાથે સંકળાયેલા આગેવાનો અને ભાજપના તમામ ધારાસભ્યો સાથેની બેઠક હતી ઍમાં સૌ સામેલ થવા ગયા હતા. તેથી આ બેઠક અને વલસાડમાં ઉમેદવાર સામેનો વિરોધની કથિત બાબતને કોઇ લેવા દેવા નથી. અત્રે ઍ નોîધવું રસપ્રદ છે કે ઍક તરફ સતત ભાજપના ઉમેદવાર સામે ભાજપમાં જ વિરોધ હોવાના અહેવાલો પ્રસારીત થઇ રહ્ના છે તો બીજી બાજુ સ્વાભાવીક રીતે ભાજપના અગ્રણીઅો આ બાબત કોîગ્રેસનું ષડયંત્ર હોવાનું જણાવી રહ્ના છે. જ્યારે કોîગ્રેસ તરફથી સ્વાભાવીક રીતે આ બાબત ભાજપની આંતરીક બાબત હોવાનું જણાવી સમગ્ર સ્થિતિની મજા લેવાઇ રહી છે. ત્યારે જિલ્લામાં આ બાબતે કોણ અને શા માટે આ પ્રકારની ‘ફીશ’ છોડી રહ્નાં છે. તે જાવું મહત્વનું બનતું જાય છે. જિલ્લામાં સક્રિય કરાયેલી મિડીયા મોનીટરીંગ કમિટી આ બાબતે ચિત્રમાં આવી શકે કે કેમ? ઍની પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઇ છે.