Vishesh News »

કપરાડાના નગરના રહિશોનો સંપર્ક સેતુઃ માત્ર હોડી!

(ભરત પાટીલ દ્વારા) ધરમપુર,તા.૨૪ઃ કપરાડા તાલુકાના અંતરિયાળ અને ઉડાણ વિસ્તારનુ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદને અડીને આવેલ મધુબન ગૃપ ગ્રામ પંચાતના નગરગામ, રાયમળ સહિત મધુબન ગામનો સમાવેશ થાય છે. ટ્રાયબલ વિસ્તારનું નગરગામ સીંગ ડુગરી ફળિયાના રહેણાંકો દમણ ગંગા નદીના કુદરતી સૌંદર્ય અને મઘ્ય ભાગે જનજીવન ગુજરણ ચલાવી રહ્ના છે. કપરાડાના નગરગામ ના સીંગડુગરી ફળિયું ઍક ટાપુ તરિકે જાણીતુ અંદાજે ૩૫ થી ૪૦ ઘરો સાથે ૨૫૦ થી વધુ જન સંખ્યા ધરાવતુ સીંગ ડુગરની ચારે બાજુઍ મધુબન ડેમનું પાણીથી અંદાજે ૪૦ થી ૫૦ ફુટ પાણી ના ફરતે ત્યાંના રહિશો પોતાનુ જીવન વિતાવી રહ્ના છે. અહીંયા કાયમી વસવાટ કરતા આદિવાસી જનજાતીના લોકોને મુખ્યત્વે જીવનગુજરણ ચલાવવા માટે માછીમારી, ખેતીવાડી, મજુરીકામ સાથે સંળાયેલા છે. તેમના નિવાસસ્થાનેથી બહાર જવા માટે કે રોજિંદા ર કિ.મી . અંતર કાપીને અવર જવરમાટે ૨૦ રૂપિયા ભાડા પેટે ખર્ચ કરીને પ્રાઈવેટ હોડીનો સહારો લેવો પડતો હોય છે આ સિવાઈ અહીંના સ્થાનિકો માટે બીજો વિકલ્પ નથી. વલસાડ જિલ્લાનું જીવાદોરી સમાન ગણાતુ મધુબન ગામના ડેમ થકી વલસાડ જિલ્લાના સેલવાસ, સહિત દમણ નો વિકાસ જૉવા મળી રહ્ના છે છતાં મધુબન ગૃપ ગ્રામ પંચાયત સમાવિષ્ટ નગરગામ નગરગામના સીંગ ડુગર ફળિયાના રહેણાંકોના બાળકોના અભ્યાસ માટે બાલવાટીકા થી પાંચ ધોરણ સુધી પ્રાથમિક શાળામા કુલ ર૬ બાળકો વચ્ચે (બે) શિક્ષકો દ્વારા શાળા શિક્ષણ નુ કાર્ય થઈ રહ્ના છે અંદાજે ૧ર૦ મતદારો ધરાવતા સીંગ ડુંગરના મતદારો ચૂંટણી સમયે નગરગામના બીજા ફળિયામાં ૫ ( પાંચ) કિ.મી. દૂર મતદાન બુથ પર જવા પડતુ હોય છે. અહીંયાના સ્થાનિક લોકોઍ જણાવ્યા અનુસાર અમારા બળોકો માટે આંગણવાડી કેન્દ્ર તથા ઍક બ્રીજની તથા આરોગ્યની સુવિધાની ખાસ જરૂર છે. બીમાર દર્દીને સારવાર અંગે ખાનવેલ, સેલવાસ ૩૦ થી ૩૫ કિ.મી. દૂર સુધી લંબાવવુ પડે. જેથી દ્વારા સરકાર આ અંગે ધ્યાન દોરી રોજ અપડાઉન કરી શકે તે માટે હોડકા ની સુવિધા પ્રા થાય ઍવી માંગ કરી રહ્ના છે. વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તેમજ મનાલા ગ્રામ પંચાતના સરપંચ જયેન્દ્રભાઈ ગાંવિત સાથે આ બાબતે પૂછ પરછ કરવામા આવતા ૩૦૦ની આસપાસ વસ્તી ધરાવતા શીંગ ડુંગરી વિસ્તારના રહિશોઍ રાશન લેવા માટે પણ મધુબન જવુ પડતુ હોય છે સરકાર દ્વારા આ વિસ્તારના રહિશોને પોતના ગામમાંજ સસ્તા અનાજની દુકાન ની વ્યવસ્થા કરી રાશન મળી રહે ઍવી જોગવાઈ કરવી જોઈઍ તેમજ નલ સે જલ યોજના અભાવ ના કારણે પાણીની સુવિધા પણ પુરતા પ્રમાણમાં ન હોવાની માહિતી પ્રા થઇ છે જયારે નદીના તટે ચાલતી ૧થી ૫ ધોરણ સુધીના પ્રાથમિક શાળાના શિક્ષકો પણ નદીમાં પાણીનું વહેણ તીવ્ર ગતિઍ વહેતું હોવાથી કેટલીક વખત શાળાઍ સમય સર પહોંચી શકાતા નથી શિક્ષકો સહેલાઈથી આવી શકે અને આ વિસ્તારના રહેણાંકો અવર-જવર કરી શકે ઍવી વ્યવસ્થા કરવી જરૂરી બની છે. તેમજ મધુબન ડેમ વિસ્તારના રાયમાળ, નગરગમ, વારોલી જંગલ, ફત્તેપૂર, તિસ્કરી જંગલ, સહીત અન્ય ગામોને વિસ્થાપિત કરાયા ને ૩૫વર્ષ વીતવા આવ્યા છતા માત્ર હુકમ પત્ર આપ્યા શિવાય ફાળવવામાં આવેલ વિસ્તારો પૈકી કાકડમતી ,ફલધરા, રોહિણાં, ગોઈમાં જેવા અન્ય સુરક્ષિત ગામોમાં જમીનનો હક મળેલ નથી. આ બાબતે રાજકીય હોદ્દેદારો, વહિવટી તંત્ર સહિત ઉચ્ચ કક્ષાઍ રજૂઆત કરી છતાં આ વિસ્તારના આદિવાસી ભાઈઓને ન્યાય મળેલ નથી. આગમી દિવસોમા ઉપરોકત સમસ્યા બાબતે ગરીબ આદિવાસીઓને ન્યાય મળે ઍવા પ્રયાસો કરી રહ્નાનુ જણાવ્યુ હતું