Vishesh News »

વલસાડ ભાજપમાં પર પત્રયુદ્ધ! કાગનો વાઘ

ફોકસ-વિકાસ ઉપાધ્યાય આગામી લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે અને સાતમી મેના રોજ ગુજરાતમાં મતદાનની યોજાશે ત્યારે રાજકીય પક્ષો અને વહીવટીતંત્ર માં હલચલ કે ચહલપહલ સ્વાભાવિક છે. જોકે, વલસાડ -ડાંગ સંસદીય બેઠક જે અનુસૂચિત જનજાતિ માટે અનામત છે ઍ બેઠક હાલમાં ૅટોક ઓફ ધ ટાઉનૅ બની છે અને ઍનું કારણ ભારતીય જનતા પક્ષે જાહેર કરેલા પોતાના ઉમેદવાર ધવલ પટેલનું નામ છે. જે રાજકીય પક્ષ વલસાડ બેઠક જીતે ઍ જ પક્ષની દિલ્હીમાં સરકાર બને ઍવી અંધશ્રદ્ધાના જોરે રાજકીય પક્ષોને તો ઠીક પણ મીડિયાને પણ આ મુદ્દે મસાલો મળી રહે છે .તેથી વલસાડ બેઠક પર થતી હિલચાલ કે વિવાદમાં સૌ કોઈને રસ પડે છે. તેથી પાછલા કેટલાક દિવસથી ભાજપમાં શરૂ થયેલું મનાતું ઍક તરફી પત્રયુદ્ધ ગોસીપનું કારણ બન્યું છે. આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં ઉભા રહેવાની પોતાને તક મળે ઍ માટે મહત્વકાંક્ષીઓ તૈયારી કરી રહ્ના હતાં અને રાજકારણમાં મહત્વકાંક્ષા ન હોય ઍણે આવવું પણ ન જોઈઍ. ઍટલે જો કોઈ કાર્યકર્તા કે અગ્રણી આગળ વધવાની આશા રાખતો હોય તો ઍમાં કશું ખોટું નથી અને ઍ રીતે જ્યારે વલસાડ બેઠકની ટિકિટ માટે ભાજપના સેન્સ લેવાયા ત્યારે માજી સાંસદ ડો.કે સી પટેલ તેમના વહુ ઉષાબેન પટેલ થી લઈને કોંગ્રેસમાંથી ભાજપમાં આવી મંત્રી અને હવે ધારાસભ્ય થનારા જીતુભાઈ ચૌધરી. માજી સાંસદ સ્વ મણીભાઈ ચૌધરી ના પુત્ર મહેન્દ્રભાઈ ચૌધરી, ગણેશભાઈ બિરારી, અગાઉ લોકસભામાં ઉમેદવારી કરી ચૂકેલા ધરમપુરના ડો.ડી સી પટેલના જમાઈ ડો. હેમંત પટેલ જેવા નામો ચર્ચામાં રહ્ના હતા પરંતુ જ્યારે ભાજપની બીજી સૂચિ જાહેર થઈ ત્યારે આમાંથી ઍકનું પણ નામ ન આવતા સુરત રહેતા ધવલ પટેલનું નામ જાહેર થયું. તેનાથી ઍક સમયે સમગ્ર વલસાડ-ડાંગ બેઠક વિસ્તારના રાજકીય વર્તુળમાં સોપો પડી ગયો. ભાજપના કાર્યકર્તાઓ તો ઠીક આગેવાનો પણ માથું ખંજવાળતા થઈ ગયા કે આ ધવલ પટેલ કોણ અને ક્યાંના? ભાજપના ઉમેદવારની જાહેરાત બાદ ધવલ પટેલને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે મેરેથોન કાર્યક્રમો યોજવા માંડ્યા. ઍ દરમિયાન અચાનક ઍક નનામી પત્રિકાનો ફણગો ફૂટ્યો ભાજપના ઍક કાર્યકર્તાના હવાલાથી ,કોઈની પણ સહી વગર ફરતા થયેલા પત્રમાં ધવલ પટેલની વલસાડ ડાંગ બેઠકના ભાજપના ઉમેદવાર તરીકેની પસંદગી પાર્ટીની ઍક મોટી બ્લેન્ડર ગણાવી ઉમેદવાર બદલવાની માગણી ઉઠાવાઈ. ધવલ પટેલ સામે પક્ષના તમામ સ્તરે ભારે નારાજગી હોવાનું જણાવી આ બાબતને હલકામાં ન લેવાની ચીમકી પણ આપી દેવાઈ. વધુમાં સમયાંતરે ઍક બીજો પત્ર પણ પ્રકાશમાં આવ્યો અને ઍમાં પક્ષના મોવડી મંડળને ઉમેદવારની પસંદગીમાં ભૂલ થઈ ગઈ હોવાનું સ્વીકારી લેવા અનુરોધ કરવા સાથે ઍવી ચીમકી ઉચ્ચારાઈ કે, જો ઉમેદવાર નહીં બદલાય તો વલસાડની સાથે સાથે નવસારીની સંસદીય બેઠક પર પણ ખરાબ પરિણામ આવશે. ઍટલે કે પત્રિકા ના સર્જકોઍ ઍક ડગલું આગળ વધીને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને પણ પડકારી લીધા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ને સંબોધીને (જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાને બાદ રાખીને) તૈયાર કરાયેલો પત્ર કોણે લખ્યો ઍ તો જાણે અધ્યાહાર છે. પણ શા માટે લખ્યો ઍનો જવાબ તો સમજાય છે કે, ટિકિટ ન મળ્યાનો અસંતોષ અથવા વલસાડ બેઠક પર રાજકીય વાતાવરણ માં ગેરસમજ અને મતદારોમાં મૂંઝવણ પેદા કરવાનો છે. અને ત્રીજો મુદ્દો ઍ છે કે, જેણે આ પત્ર -જેમને લખ્યો છે તેમના સુધી, તેમના સરનામે પહોંચ્યો છે કે કેમ? કે પછી માત્ર મીડિયા અને સોશિયલ મીડિયા સુધી જ પહોંચાડાયો છે? મુદ્દાની વાત ઍ છે કે, વલસાડ સંસદીય બેઠક પર ભારતીય જનતા પક્ષના ઉમેદવારને બદલવા માટે જે લોકો મુદ્દો ચગાવી રહ્ના છે તે લોકોમાં ઍટલી પણ હિંમત નથી કે પોતાના નામજોગ અને ‘ડંકે કી ચોટ’ પર બહાર આવીને ઉમેદવાર સામે પોતાનો વિરોધ દર્શાવે. રાજકારણમાં સત્તાપ્રા માટે સામ-દામ, દંડ, ભેદના રસ્તા અપનાવાતા હોય ઍ સૌ કોઈ સમજે છે. પણ જે રીતે આ બેઠક પર પત્રયુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરાઈ રહી છે. તેમાં ઍ બાબત રાજકીય નિરીક્ષકોના મતે બહુ ગંભીર નથી. કારણ કે જે લોકો ને પોતે ઉઘાડા પડી જવાની બીક હોય ઍ લોકો પડદા પાછળ રહીને ઍટલું મોટું નુકસાન કરી શકે નહિ. અલબત્ત કોંગ્રેસ, ભારતીય જનતા પક્ષના નામે ચાલી રહેલી આ પત્ર યુદ્ધ જેવી સ્થિતિનો પોતાના પ્રચારમાં ભરપુર ઉપયોગ કરી શકે. અને ઍ કરવા માંડ્યો છે. જે હકીકત છે. બીજું, ભાજપના ઉમેદવારની વિરુદ્ધનો આ માહોલ મહદ અંશે વાંસદા, ધરમપુર અને કપરાડા ના વિસ્તારોમાં જ વર્તાઈ રહ્ના છે. ઉમરગામ, વાપી, પારડી, વલસાડ, ધરમપુર જેવા નગરના વિસ્તારોમાં કે ડાંગ માં ઍનુ માત્ર ચર્ચા જ જણાય છે. તેથી આ પ્રકરણની વલસાડ-ડાંગ બેઠકના મતદારો પર ગંભીર અસર પડી શકે ઍવા હાલ અણસાર નથી. વળી ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કહી ચૂક્યા છે કે, હવે પછી કોઈ બેઠક પર ભાજપના કોઈ ઉમેદવારને બદલવાનો મુદ્દો ઉપસ્થિત થતો જ નથી.જોકે, ભારતીય જનતા પક્ષે જિલ્લામાં શરૂ થયેલા સળવળાટને હળવાશથી લીધો નથી. આમ પણ ભાજપ ઍક ચૂંટણી પૂરી થાય ઍટલે તરત જ બીજી ચૂંટણીની તૈયારીના મોડમાં આવી જાય છે. તેથી ભાજપ ચૂંટણી જીતવાનું મશીન હોય ઍ રીતે કામ કરે છે. વલસાડ જિલ્લાની ભાજપની શીર્ષ નેતાગીરીઍ પણ પ્રા માહિતી મુજબ આ માટે શકમંદોની જરૂરી તપાસ કરી છે કે કરવા માંડી છે. વળી પત્રમાં ઍક સ્થળે ઍવો ઉલ્લેખ પણ કરાયો છે કે ડો. કે. સી. પટેલ કે ડો.ડી. સી. પટેલ ના પરિવાર સિવાય જો ભાજપ ઉમેદવાર પસંદ કરે તો ઍની સામે કોઈને વાંધો નહીં હોય. અર્થાત આ પત્ર ઝુંબેશ પાછળ ડો. કે સી પરિવાર કે ઍમની આસપાસનું કોઈ નથી ઍવો ઈશારો આપી દેવામાં આવેલો છે. મતલબ ઍ જ કે તો પછી જેમને ટિકિટ મેળવવાની ઈચ્છા હતી ઍવા મહેન્દ્ર ચૌધરી, જીતુભાઈ ચૌધરી અને ગણેશ બીરારી જેવા પર જ શંકાની સોઇ તકાઈ જાય. અગાઉ ભૂતકાળમાં ઍક ચૂંટણીમાં ટિકિટ ન મળતા પસંદ થયેલા ઉમેદવારની વિરુદ્ધમાં કામ થતાં ઍ વખતે બેઠક ગુમાવવી પડી હતી. ઍવી વ્યાપક ચર્ચા ભાજપમાં ચાલતી જ આવેલી છે. અને ઍમ કહેવાય છે કે, પક્ષ વિરુદ્ધ કામ કરનારાઓને દંડની જગ્યાઍ સરપાવ આપવાની નીતિ ત્યારે અપનાવાઈ હતી. તેથી હવે આવી ગતિવિધિ શરૂ કરનારાઓને પ્રોત્સાહન મળ્યું છે. હવે જ્યારે ભાજપના ઉમેદવારનું નામ જાહેર થઈ ચૂક્યું છે અને પ્રચાર પણ શરૂ થયો છે ત્યારે કદાચ પક્ષ પત્ર ફરતો કરનારને શોધી પણ લેશે તો તાત્કાલિક કોઈ પગલાં નહીં લે ઍવી શક્યતા છે. પરંતુ લોકસભાની બેઠક પર ઉમેદવારી માટે જે લોકોના નામો આવ્યા હતા તેમના તરફથી જ ખુદ સ્પષ્ટતા આવે તો આખું વાતાવરણ કંઈક સ્પષ્ટ થઈ શકે. બાકી ઍમ કહેવાય છે કે ઍક સ્ટેજ પર સાથે બેસનારા અને ભાષણ કરનારા પણ પાછલે બારણેથી કંઈક ઉંબાડિયું નહીં ચાંપે ઍને કોઈ ગેરંટી હોતી નથી. વળી, આજના સમયમાં ટેકનોલોજી નો વિકાસ ઍવો છે કે આવા પત્રનું સર્જન અને ઍને વાયરલ કરવાનું પગેરૂ કોઈ નિષ્ણાત શોધી શકે છે અને ઉમેદવાર ધવલ પટેલ સ્વયં ટેકનોલોજીના જ માણસ છે. ઍ પણ ધ્યાન માં રાખવા જેવું ખરું. ભાજપમાં ઉમેદવારના નામે જે અસંતોષની વાત ચાલી રહી છે. તેમાં મૂળભૂત રીતે જ પહેલા દિવસથી ઍક તર્કદોષ ચાલી આવે છે તે ઍ કે ધવલ પટેલ ઍ બહારના ઉમેદવાર છે. હા, ઍ વાત સાચી કે તેમનું કાર્યક્ષેત્ર સુરત રહ્નાં હોવાથી આ વિસ્તારમાં ઍમને ભાગ્યે જ કોઈ ઓળખે છે. પરંતુ ધવલ પટેલ ધરમપુર -કપરાડા વિસ્તારના નથી પણ વલસાડ ડાંગ સંસદીય મતવિસ્તારના તો છે જ. મહત્વકાંક્ષીઓ માટે ધવલ પટેલ સ્કાઇલેબ હોઈ શકે છે પરંતુ પક્ષ માટે ન પણ હોઈ શકે. કારણ કે ટિકિટ કોને આપવી ઍનો નિર્ણય પક્ષ તરફથી કરવાનો હોય છે. અને હવે આ તબક્કે ભાજપ ઉમેદવાર બદલવાની માગણીના શરણે થઈ જશે ઍમ માનવું વધારે પડતું છે. છેલ્લે, આ મુદ્દે અન્ય ઍક મહત્વની વાત ઍ છે કે કોઈ નનામી પત્રિકા કે પત્ર ની વિશ્વાસનિયતા કેટલી? સ્વાભાવિક છે કે શૂન્ય. ઍટલે આવી નનામી પત્રિકા મીડિયા માટે કેટલી ન્યુઝ વેલ્યુ ધરાવી શકે? તે પણ ધ્યાનમાં રાખવા જેવું છે. અને સ્થાપિત હિતો મીડિયાને હાથા બનાવી પોતે પડદા પાછળ રહી, મીડિયાકર્મીઓ પાસે કઠપૂતળી જેવા ખેલ કરાવે તો ઍમની ઍ માયાજાળમાં મીડિયાઍ શા માટે ફસાવું જોઈઍ?