Vishesh News »

ધરમપુર - કપરાડા તાલુકામાં હોળી ધુળેટીઍ ‘ફગવા’ની આદિવાસી પરંપરા

કપરાડાનો પત્ર - જગદીશ ભોયા, નાનાપોîઢા વલસાડ - ડાંગ જિલ્લામાં બહુધા આદિવાસી વસ્તી ધરાવતા તાલુકાઓ માં હોળી અને ધુળેટી ના પર્વની ઉજવણી માં આદિવાસી પરંપરાઓની અલગ અલગ પ્રકારે અનોખી રીત ભાત જોવા મળે છે.જેમાં વર્ષો થી ચાલી આવેલી ઍક અનોખી પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી થાય છે. જે હોળી અને ધુળેટીના પર્વ નિમિતે લાકડાં માથી બનાવેલી દેવી દેવતાઓ ની મુખાકૃતિ અથવા ઘોડીઓ બનાવી ભારત હોળી હાટ બજારો માં અથવા ઘરે ખરે ફરી ને આદિવાસી વાદ્ય ઘડસી ના તાલે નૃત્ય કરે છે.અને લોકો આસ્થા સાથે ફગવા રૂપે પૈસા કે અન્ન નું દાન આપે છે. આ પરંપરા વર્ષો થી આદિવાસી વિસ્તારો માં ચાલી આવેલી છે. આજે પણ આ પરંપરા યથાવત છે. ઍક જાણકારી મુજબ આ પરંપરા ખાસ કરી ને ડાંગ, વાંસદા, ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકાના આદિવાસી વિસ્તારમાં મોટેપાયે જોવા મળે છે. ફાગવો માંગવાની આ પરંપરાનું અનેરું મહત્વ હોવુ જાણવા મળે છે. દેવી દેવતાઓની મુખાકૃતિઓ ધારણ કરેલી પ્રતિમાં ને અનેરું નૃત્ય કરી આદિવાસીમાં આસ્થાનું પ્રતીક માણવામાં આવેલ છે. આ પ્રતિમાં ખાસ કરીને ભવાનીમાતાની હોય છે. તેથી ભવાની ની જે ઘરે આ નૃત્ય કરવા આવે છે. તે ભવાની ની પધરામણી થઈ હોવાની અનુભૂતિ કરી આસ્થા સાથે તિલક કરી પૂજા કરી પૈસા અને અન્નનું દાન કરી આ વિસ્તારના લોકો ધન્યતાની અનુભૂતિ કરતા હોવાનું જાણવા મળે છે. આમ હોળી, દુળેટી અને પાંચમ સુધી ફગવો માંગવાની વર્ષો જૂની પરંપરા અને સંસ્કૃતિ આજે પણ જોવા મળે છે. ઍ ઍક અનોખી આદિવાસી સંસ્કૃતિ માણવામાં આવે છે.