Vishesh News »

ધરમપુર-કપરાડાના પ્રવાસી અને ગ્રામીણ શ્રમજીવીઅોની સામાજીક સલામતી અંગે પણ વિચારવું જાઇઍ

નાનાપોîઢાનો પત્ર-બાબુ ચૌધરી, નાનાપોîઢા કપરાડા તાલુકાના મુખ્યત્વે આદિવાસી અને મજૂરી વર્ગ ધરાવતો વર્ગ છે ત્યારે તેઓ પોતાનો પેટીયુ રળવા માટે પર પ્રાંતના વિસ્તારોમાં મજૂરી માટે જાય છે ત્યારે જે તે વિસ્તારમાં મજૂરી કરવા ગયેલ મજુરી કરવા વર્ગ માટે કોઈ સલામતી જ નથી. કપરાડા તાલુકામાંથી મુખ્યત્વે વલસાડ, વાપી, સેલવાસ, દમણ, નાસિક જેવા શહેરોમાં મજૂરી કરવા પોતાના વતનથી ત્રણ-ચાર મહિના સુધી સ્થળાંતર કરી મજૂરી કરવા જતો હોય છે .અને ઍવા શહેરોમાં મુખ્યત્વે તેઓ હાથ મજૂરી જેમ કે મકાન બાંધકામ માટેની મજૂરી કરતા હોય છે. ઍ સિવાય તેઓને કોઈ સારી ઍવી મજૂરી મળતી નથી. કડિયા કે અન્ય કારીગરો સાથે તેઓ હાથ મજૂરી કરતા હોય છે. આવી ઇમારતો લગભગ ચારથી પાંચ કે તેથી વધુ મજલ ધરાવતી હોય છે, ત્યારે તેઓ બાંધકામ કે પ્લાસ્ટર કરવા માટે આટલી ઉંચાઈ પહોંચી કામ કરતા હોય છે. અને જ્યારે અનાયાસે જ અહીંયા આવી કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે તેઓના માટે કોઈ સેફટીના સાધન હોતા જ નથી. જ્યારે કોઈ અકસ્માતની કોઈ ઘટના સર્જાય ત્યારે તેઓની પાસે કોઈ સેફટી સાધન ન હોવાથી મજુર નીચે ભટકાય ત્યારે તેમનો કોઈ ઉપાય રહેતો નથી અને તેમનો જીવ જતો રહે છે. તેમના પરિવારને ઍક વ્યક્તિ જતી રહેતી હોવાથી પરિવાર ઉપર આફત આવી પડે છે. પરંતુ જ્યાં મજૂર વર્ગ જે માલિકના જગ્યાઍ કામ કરતો હોય ઍ માલિક કોઈપણ પ્રકારની જવાબદારી લેતું નથી, ત્યારે શું મજૂર વર્ગ માત્ર પોતાની જવાબદારીથી કામ કરતો હશે? માલિક કાયદાને નેવે મૂકી માત્ર માંડ પાંચ દસ હજાર પરિવારને આપીને છુટકારો મેળવે છે. વાપી સેલવાસ દમણ અને વલસાડ જેવા વિસ્તારમાં કપરાડા તાલુકાના મજુર મજૂરી કરવા જાય છે ત્યારે અહીંયા બિલ્ડિંગ પરથી પડી ભટકાઈ જવાના અનેક ઘટનાઓ બનવા પામે છે. જેના જીવતા જાગતા અનેક ઉદાહરણો છે. જ્યારે મજૂર વર્ગ આવી મસમોટી બિલ્ડીંગ પર કામ કરતો હોય ત્યારે તેઓને સેફટી માટે બેલ્ટ કે હેલ્મેટ જેવી નજીવી સુવિધા પણ આપવામાં આવતી નથી. મજૂર વર્ગ પોતાના પરિવાર અને કમાઈ માટે પેટીયુ રળતો હોવાથી તેઓની મજબૂરી બની જાય છે. નાસિક જેવા શહેરોમાં કામ કરતા મજૂરો મુખ્યત્વે દ્રાક્ષની વાડીમાં કામ કરતા હોય છે. ત્યારે ત્યાં પણ મજૂર વર્ગ ઝેરી દવા કે ઝેરી જનાવરોના ભોગ બનતા હોય છે. પોતાનું પેટિયું રળતા પોતાનો જીવ પણ ગુમાવે છે. ગરીબ પરિવાર માંથી જ મજૂરી કરવા જતા હોવાના કારણે તેઓ પોતાનો વ્યક્તિગત વીમો કે અન્ય કોઈ સુરક્ષા કવચ પણ હોતું નથી. તેઓ માત્ર ને માત્ર કુટુંબ પરિવારમાં બે ટંકનું ભોજન ઉપલબ્ધ થાય ઍ અનુસંધાને મજૂરી કરતા હોય છે અને માંડ માંડ પોતાનો પરિવાર ચલાવતા હોય છે. તેમની પાસે બીજો કોઈ અન્ય સ્ત્રોત પણ હોતો નથી તેઓ પોતાના પરિવારના બાળકોને અન્ય સંબંધીના ઘરે મૂકી આખું કુટુંબ શહેરોમાં રળવા જતો હોય છે. પર પ્રાંતના શહેરોમાં જ્યારે તેઓ મજૂરી કરવા માટે જાય છે ત્યારે તેઓ પોતાના ઘરેથી ત્રણ ચાર માસનું સર સામાન લઈને જતા હોય અને બહાર ખુલ્લામાં બનાવીને ખાતા હોય છે. મજૂરી વર્ગ માટે જે તે માલિક મજૂર અને રહેવા માટેની પણ સુવિધા પૂરી પાડતા નથી. માલિક માત્ર પોતાની સ્વાર્થ વૃત્તિ સાંધીને કામ સાથે નિસબત ધરાવે છે. મજૂરો માટેની સલામતીની કોઈ ચિંતા નથી. કપરાડા તાલુકાના ઍક ગામના કુટુંબ પરિવાર વાપી શહેરમાં કામ અર્થ થઈ ગયું હતું અને જ્યારે ઍક વ્યક્તિ બિલ્ડીંગ પરથી નીચે ફટકાતા તેનું મોત થયું હતું. જેની દાદ ફરિયાદ ક્યાંય કોઈ જગ્યાઍ કરવામાં આવી ન હતી અને તેમના અન્ય પરિવારને પાંચથી દસ હજાર રૂપિયા આપીને મકાન માલિકે પતાવટ કરી દીધી હતી. આવી તો અનેક ઘટના બનતી હોય છે, ત્યારે આવી ઘટના બાબતે વધુ જાણકારી મળતા જાણવા મળ્યું હતું કે મજૂર વર્ગને કોઈ પણ પ્રકારની સલામતી આપવામાં આવતી નથી. સેફટી બેલ્ટ કે હેલ્મેટ જેવી સુવિધા પણ આપવામાં આવતી નથી. માત્રને માત્ર મજૂરી કરવા માટે જ મજૂરોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે મજૂર વર્ગ કામ કરવા માટે જાય છે ત્યારે તેઓની નોંધ માલિક પાસે અવશ્ય હોવી જરૂરી છે. અને તેમને કામકાજ સમયે પૂરેપૂરી સલામતી આપવી જરૂરી છે. જેથી તેઓની સલામતી સચવાય અને પરિવાર અકબંધ રહે અને મકાન માલિક દ્વારા પણ સરકારે નક્કી કરેલ ધારા ધોરણ મુજબ વેતન અને સલામતી પૂરી પાડવી જરૂરી છે. આજે અનેકો મજૂર વર્ગ શહેરોમાં સલામતી વગર કામ કરી રહ્ના છે, ત્યારે તેઓના જીવ જોખમમાં મુકાઈ રહ્ના છે. જેથી જે તે માલિક દ્વારા ઍક નેક નીતિ અપનાવી મજૂર વર્ગને સલામતી પૂરી પાડવી જોઈઍ જેથી મજૂર વર્ગના પરિવાર સલામત રહે. ------