Vishesh News »

તીલ અષ્ટમી કશ્મીર

ચસ્મે બદૂર કશ્મીર - ડો. રાધિકા ટીક્કુ, વલસાડ શૈવિઝમ કાશ્મીર ભૂમિમાં શક્તિનું સામ્રાજ્ય અને શિવનો સતત સુંદર સમન્વય રહેલો છે. કાશ્મીરના દરેક પ્રદેશોમાં ખૂબ પ્રાચીન શિવ અને શક્તિના મંદિરો છે. કાશ્મીરી પંડિતોના વિસ્થાપન થયા પછી તો મંદિરોની જાળવણી આર્મીના સૈનિકો કરે છે અને આર્મીના સૈનિકો મંદિરમાં જ નિવાસ કરતાં હોવાથી મંદિર અને પ્રાંગણ તો અતિ સ્વચ્છ અને નિત્ય પૂજા આરતી નિત્ય સમયે કરતા રહે છે. પંડિતનો મુખ્ય તહેવાર શિવરાત્રી ઍટલે કે હેરથ અને દરેક માસની અષ્ટમીની ઉજવણી હોય છે. અષ્ટમીના શુભ દિવસે દેવીની પૂજા, હવન ઉપવાસ પોતાના ઘરે પંડિતો કરે છે. જેમાં જાગરણ પણ સમૂહમાં કરે છે. ખીર ભવાની માતાનો અષ્ટમી નો તહેવાર તો તૃણમૂલ ખાતે શ્રીનગર નજીક ખૂબ મોટો મેળો ભરાય છે. વિશ્વના કોઈ પણ ખૂણામાં વસતા કાશ્મીરી પંડિતો આ દિવસે અષ્ટમીના દિવસે માદરે વતન આવે છે અને અષ્ટમીની ઉજવણીમાં પૂજામાં અવશ્ય ભાગ લે છે. જમ્મુ સ્ટેટથી ખાસ બસ સેવાની પણ વ્યવસ્થા આ મેળા માટે ઊભી થાય છે. નવાઈની વાત ઍ છે કે ખીર ભવાનીના અષ્ટમીના મેળામાં મહત્તમ હાટડી તો મુસલમાનોની હોય છે. અષ્ટમીના મેળાની શરૂઆતના ઍક અઠવાડિયા પહેલા અને મેળા પત્યા પછીના ઍક અઠવાડિયા સુધી કાશ્મીરી પંડિતોના ટોળે ટોળા શ્રીનગરમાં જોવા મળે છે. હેરથ ઍટલે કે શિવની રાત. શિવરાત્રી ઍટલે જ્યારે સૂર્ય ચંદ્ર અને અન્ય તમામ તારાઓ ઍકી સાથે ઍક જ સમયે અસ્ત થાય છે. ત્યારે શિવની તેજસ્વી રાત્રી પ્રગટ થાય છે .શિવરાત્રી ઍટલે કે જે રાત્રે તે આનંદમય હોય છે અને શિવ સાથે સંકળાયેલી છે તે દરેક વસ્તુને -કાશિત કરે છે અને વાસ્તવિકતાને ઓળખવામાં મદદ કરે છે. શિવરાત્રીની ધાર્મિક વિધિઓ ભગવાન શિવ અને તેની આકાશી પત્ની પાર્વતી દેવી પ્રત્યેની આપણી પૃથ્વીની આરાધના અને વ્યક્તિગત ભક્તિને સમર્થન આપે છે. હેરથ ઍટલે કે શિવની રાત્રી. કાશ્મીરી પંડિતોના સૌથી મહત્વનો અને -મુખ તહેવાર ઍટલે કે શિવરાત્રી. કાશ્મીરી પંડિતોની શિવરાત્રી ઍ તે હૃદય છે. ઍમ તો શિવરાત્રી તહેવારની ઉજવણીની તૈયારી મહિનાઓથી શરૂ થાય છે પણ શિવરાત્રી ની પૂજાની શરૂઆત હુર ઍક દોહ.ઍક દોહ ઍટલે કે પ્રથમ દિવસ. ઍકમથી સાતમ સુધીના ઘરની સફાઈ અને સજાવટના દિવસો હોય છે. ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષના પહેલા દિવસથી શુક્લપક્ષની અષ્ટમી સુધીના ૨૩ દિવસના સમયગાળા સુધીનો તહેવાર ઍટલે કે હેરથ ઍટલે કે શિવરાત્રી. હેરથના દિવસે પણ શિવની પૂજાની શરૂઆત પહેલા પણ મા-પાર્વતીની પૂજા થાય છે. અને શિવરાત્રીની પૂજા ઉત્સવનો છેલ્લો દિવસ ઍટલે કે તીલ અષ્ટમીના દિવસે પણ દેવીની ભવ્ય પૂજા થાય છે. શિવરાત્રીની સાંજના સમય વટુક પૂજાના પૂજાના દિવસથી અમાસ સુધીના પરિવારના મુખ્ય વ્યક્તિ દ્વારા વટુક કલશ દેવને રોજ પ્રાર્થના કરવામાં આવે છે. સ્થાપિત ઘડાઓનું પાણી દરરોજ સવારે નવા પાણીથી બદલવામાં આવે છે અને શિવ પૂજા થાય છે. હોર ઍક દોહ ઍટલે કે ફાલ્ગુન મહિનાના અંધકારની પહેલી તિથિ લઈને અમાસ સુધી ઍટલે કે દરેક દિવસનું પોતાનું વિશિષ્ટ નામ છે અને વિશિષ્ટ મહત્વ છે. જેમકે હોર ઍક દોહ*હોર પાંચમ હોર્સ દુહમ અગિયારમાં દિવસને ગર દેહ બારમા દિવસને વાગુરબહ ૧૩ માં દિવસને હોર થુવા શિવ ચતુર્દશી અને ૧૫ માં દિવસને દૂન અમાવસ તરીકે ઓળખવામાં આવે છે. આ અમાવસની વિધિ દરમિયાન વહેતા નદીના પાણીને છરી વડે સાત વખત કાપવામાં આવે છે. અને *ઠુક ઠુક ઍક ધાર્મિક વિધિનો અભિન્ન ભાગ છે. ઠુક ઠુક વિધિ ઍ દરમિયાન ઘરની જ ઍક વૃદ્ધ મહિલા જ ઘરના મુખ્ય દ્વારને મુખ્ય દરવાજાને ટકોરા મારે છે. ઍની વ્યક્તિની ઓળખ વિશેના સાંકેતિક પ્રશ્નના જવાબ પણ માંગે છે. કેટલાક પંડિત પરિવારો દોન અમાવસના દિવસે અખરોટની ગીરી સાથે તળેલા નદરુ અથવા તો આલુની ચિપ્સ પણ અથવા તો દમ આલુ પણ બનાવે છે. દોન અમાવસના દિને ઘરની મુખ્ય વ્યક્તિ સવારે વટુક કળશ નદીના કિનારે લઈ જાય છે અને પૂજાનું જળ ફરીથી વહેતી નદીના જળમાં સમર્પિત કરે છે. નદીથી પાછા ફરતી વખતે ઘરના મુખ્ય દ્વારથી વડીલો યુવા વર્ગને આશીર્વાદ આપે છે અને સ્ત્રીઓને યોગ્ય પુરસ્કાર આપવાનું વૃદ્ધો વચન આપે છે. આમ હેરથમાં ઘણી વિવિધતા ભર્યો તહેવાર છે. કાશ્મીરી પંડિતોના ધાર્મિક તહેવારોના મૂળ રૂગવેદિક છે. તીલ અષ્ટમી અનોખો અને વિશિષ્ટ તહેવાર છે. હેરથની ઉજવણી નો છેલ્લો દિવસ ઍ જ તીલ અષ્ટમી. સનાતન ધર્મના તમામ મહત્વના તહેવારોમાં હિન્દુ પૌરોણિક કથાઓમાં પિતૃ તરીકે ઓળખાતા મૃત પૂર્વજોને અર્પણ કરવાની પ્રથા છે. જેથી તીલ અષ્ટમીનું પાલન મહાશિવરાત્રી પછીના આઠમા દિવસે મૃત પૂર્વજોને અર્પણ કરવા સાથે સંબંધિત છે અને તે યુગો જૂની પ્રાચીન ધાર્મિક પરંપરા છે. વાસ્તવમાં તહેવારોના પ્રસંગોઍ મૃત પૂર્વજોને અર્પણ કરવાની પરંપરા અને વિધિ ઍ તમામ કશ્મીરી પંડિત ઉત્સવોનો ઍક ભાગ છે અને વિધિવત અર્પણ કરીને પોતાના અમૃત પૂર્વજોનું ઋણ ચૂકવવું ઍ બધાની ઉજવણી સાથે જોડાયેલી મહત્વપૂર્ણ પ્રથા છે. તીલ અષ્ટમી મુખ્યત્વે કશ્મીરી પંડિતો દ્વારા શિવરાત્રી ઉત્સવની પરાકાષ્ઠા તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે દેવી પાર્વતી ભગવાન શિવ ભગવાનને પૂજા પણ કરવામાં આવે છે. મંદિરો અને ઘરોમાં દીવાઓ પ્રથમ આવે છે. કાશ્મીરી પંડિતોઍ આજે પણ તેમની સંસ્કૃતિ પરંપરાઓ, રીતરિવાજો, સામાજિક સંસ્કારોને સાચવી રાખ્યા છે. અને તેઓ કોઈપણ જાતની ભેળસેળ વિના પણ નૈસર્ગિક સૌંદર્ય સાથે તેમની સંસ્કૃતિ ભાવિ પેઢી સુધી પહોંચાડી રહ્ના છે. જે ખરેખર ગૌરવની વાત છે. નિર્વાસિત કાશ્મીરી પંડિતોમાં ભૌતિકવાદ અને આધુનિકતાના યુગમાં આ દિવસોમાં પણ તીલ અષ્ટમીની ઉજવણીની પરંપરા હજી ચાલુ છે. આ દિવસે માટીના તેલની તેલના અગ્નિથી પ્રકાશિત દીવાઓની સંખ્યા અલગ અલગ જગ્યાઍ પોતાના ઘરથી શરૂ કરીને નદીના કિનારે મુકવામાં આવે છે. જેને કાશ્મીરી ભાષામાં યારબલ કહેવાય છે. નદીના કિનારે પણ માટીના તેલના દીવા મૂકવામાં આવે છે અને નદીના પ્રવાહમાં પણ તેલના દીવા તરતા રાત્રિના સમય મૂકવામાં આવે છે. નદીના પ્રવાહમાં ઝગમગતા દીવા મૂકી દેવાય.. અહીં હરિદ્વારની ગંગા આરતીના દ્રશ્યની ઝલક પૂરી પાડે છે. શિવરાત્રીની અંતિમ ઉજવણીમાં અષ્ટમી ભારે ઝ ગમગાટ વાળી હોય છે. હેરથ ની પૂજાની ઘાસની વીંટી કે જેને આરી કહેવાય છે. તેના પર આધાર કરીને તરતા દીવા મૂકવામાં આવે છે. ઘરના આંગણે અને ઘરના પ્રવેશ દ્વાર પાસે રસ્તા ઉપર દીવાઓ મૂકવામાં આવે છે. તીલ અષ્ટમીનો દિવસ મૃત પૂર્વજોને યાદ કરવાનો દિવસ તો ખરો જ પરંતુ તીવ્ર ઠંડી અને શિયાળાનો અંત અને વસંત ની સુખદ ઋતુના આગમનનો પણ સંકેત આપે છે. હેરથની પૂજાનો પ્રસાદ કે જે જળમાં ભિંજવેલા અખરોટ હોય છે. જેથી અષ્ટમી સુધી વહેંચવામાં આવે છે. અષ્ટમી પછી શિવરાત્રી ઍટલે કે હેરથનો પ્રસાદ પડોશી, મિત્રો અને સ્વજનોને વહેંચવામાં આવતો નથી. વટુક કલશ જે માટીનો સ્થાપિત હોય છે તો તેને પણ તીલ આઠમના દિવસે વિસર્જિત નદીમાં કરવામાં આવે છે. ઍવું કહેવાય છે કે, હેરથની પૂજામાં જે તે પિતૃઓ પણ પૂજામાં આવે છે. કારણ કે આપણે ઍમને નિમંત્રિત કર્યા હોય છે. જે સમગ્ર પૂજામાં હાજર હોય છે અને તેને આપણે વિશેષ આર્દ સત્કાર આપીને વિશેષ ભોગ પણ અર્પિત કરવામાં આવે છે તે સતત દસ દિવસ સુધી આપણા ઘરમાં રહે છે. તે છેલ્લા દિવસે પિતૃઓ ફરીથી પોતાના નિયત સ્થાને જાય છે. ઍમની યાત્રા સુલભ રહે ઍ માટે અન્નનું પણ દાન કરવામાં આવે છે અને ભોગ ધરાવામાં આવે છે. આ પિતૃઓ માટે રાંધેલા અનન્ય થાળીમાં રાંધેલો ભાત, પીલા પનીર, દમાલુ સાથે આખું સલગમ જે લાલ રંગનું હોય છે તે રાખવામાં આવે છે. ઍવું માનવામાં આવે છે કે જે પિતૃઓ જ્યારે ફરીથી પિતૃ લોકમાં રવાના થાય છે ત્યારે રસ્તામાં ઍમને અમુક અદ્રશ્ય શક્તિઓ ખૂબ હેરાન પરેશાન કરી મૂકે છે. જેથી અદ્રશ્ય શક્તિઓને તૃ કરવા માટે લાલ સલગમ થાળીમાં મૂકવામાં આવે છે. આ થાળીને રસોઈ ઘરમાં સ્વચ્છ જગ્યામાં મૂકવામાં આવે છે અને તેની આજુબાજુ આઠ દીવાઓ પણ પ્રજવલિત કરીને રખાય છે. દરેક દીવાઓની સાથે રૂની બત્તી પણ મૂકવામાં આવે છે. જેને સળગાવવામાં આવતી નથી અને પૂજાની ભોગની થાળી સાથે નીચેના શ્લોકો બોલાય છે. યાસ્મીન લોકો કે નિરાલોકે ના સૂર્ય ના અપિ ચંદ્રમા પિતૃઓને અહીં પૂજા કરીને સતત પ્રાર્થના કરવામાં આવે છે કે તેઓ પ્રસન્ન રહે અને કુટુંબ ઉપર આશીર્વાદ વરસાવતા રહે. ભોગ ધરાવેલ પિતૃઓની થાળી ઝાડ નીચે અહીં મૂકી દેવામાં આવે છે. તે તીલ આઠમના દિવસથી કાશ્મીરમાં તલ તલની જેમ ઠંડીના ચમકારા પણ ઓછા થાય છે. પિતૃઓની સુલભ યાત્રા માટે ઍમને સતત અજવાળું મળી રહે ઍના માટે દીપ પ્રગટાવવામાં આવે છે. આ દિવસે સાંજે બાળકો દ્વારા ઋતુના પરિવર્તની ઉજવણી જૂની તૂટેલી કાંગરીઓને સળગાવીને સૂકા ઘાસથી ભરેલા અને હવામાં લાંબાઓ દોરડાઓથી બાંધીને કાંગરીઓને પણ સળગાવવામાં આવે છે. જેમાં ઘરના મુખ્ય વ્યક્તિ ઍક આંગળીને દોરીથી બાંધીને ગોળ ગોળ ફેરવીને વાતાવરણમાં રોશની પ્રગટાવે છે અને તે સાથે તેઓ કાશ્મીરી લોકગીત પણ ગાય છે સામે માજે સતત માજે જતન કર જતન કર આવા ગીતો ગવાય છે. કશ્મીરી પંડિત પરિવારોમાં કાંગરી મુખ્ય સ્થાન હોય છે. અને આ કાંગરી અને પણ જૂની કાંગરીઓ હોય છે તેને પ્રજવલિત કરીને તિલ અષ્ટમીના દિવસે તેની પૂજા કરવામાં આવે છે. તીલ આઠમના દિવસે મુખ્ય પિતૃઓની અહીં પૂજા કરીને સતત પ્રાર્થના કરવામાં આવે છે કે, તેઓ પ્રસન્ન રહે અને કુટુંબ ઉપર આશીર્વાદ વરસાવતા રહે.. ભોગ ધરાવેલ પિતૃઓની થાળી ઝાડ નીચે અહીં મૂકી દેવામાં આવે છે. તે તીલ આઠમના દિવસથી કાશ્મીરમાં તલ તલની જેમ ઠંડીના ચમકારા પણ ઓછા થાય છે. પિતૃઓની સુલભ યાત્રા માટે ઍમને સતત અજવાળું મળતું રહે ઍના માટે દીપ પ્રગટાવવામાં આવે છે. આ દિવસે ઢળતી સાંજે બાળકો દ્વારા ઋતુના પરિવર્તનની ઉજવણી જુના ઍટલે કે જૂની, તૂટેલી કાંગરીઓને સળગાવીને સૂકા ઘાસથી ભરીને અને હવામાં લાંબાઓ દોરડાઓથી બાંધીને કાંગરીઓને પણ સળગાવવામાં આવે છે. જેમાં ઘરના મુખ્ય વ્યક્તિ ઍક જૂની કાંગરીને દોરીથી બાંધીને ગોળ ગોળ ફેરવીને વાતાવરણમાં રોશની પ્રગટાવે છે અને તે સાથે તેઓ કાશ્મીરી લોકગીત પણ ગાય છે.... ત્યારે તો જાણે દિવાળી આવી ગઈ હોય ઍવું લાગે છે.... ઘરના મુખ્ય વ્યક્તિ પોતાની માતા માટે ગીત ગાતાં ગાતાં સોનાની વસ્તુઓ માંગે છે. ઘરની સ્ત્રીઓની સમૃદ્ધિ માટે ઘરના મુખ્ય વડીલ પ્રાર્થના પણ કાંગરીની રોશનીમાં કરે છે... અહીં કુટુંબ પ્રેમ અને પરિવારની સંયુક્ત ભાવના પૂરબહારમાં ખીલી ઊઠે છે .. મા જે માજે જ ત ન કર જ તન કર ... કશ્મીરી પંડિત પરિવારોમાં કાંગરી મુખ્ય સ્થાન હોય છે અને આ કાંગરી અને પણ જૂની હોય છે તેને પ્રજવલિત કરીને અષ્ટમીના દિવસે તેની પૂજા કરવામાં આવે છે. આમ તીલ અષ્ટમી ઍ પંડિતોની દિવાળી જેવો અવસર છે.