Vishesh News »

હોળીનો ઉત્સવ ઍટલે વસંતને વધાવતો ઉત્સવ

પ્રાસંગીક, હર્ષદ દેસાઈ, વટાર હોળી ઍટલે નાસ્તિક સામે આસ્તિકનો વિજય જે ફાગણ સુદ પૂનમને દિવસે હોલિકો ઉત્સવ મનાવવામાં આવે છે તે દિવસે લોકો થોડા મુક્ત મને વિહરે છે. સભ્યતાના ભારેખમ બંધનોથી આધાર રાખી માનવ થોડા હળવો થવા પ્રયત્ન કરે છે. કડક શિસ્ત અને શિથિલ સ્વરાચારીની વચ્ચેનું મધ્યમ બિંદુ જે શોધી શકે તે હોળીના ઉત્સવને મન ભર માણી શકે છે. વસંતના વૈભવમાં પણ સંયમનું સૂત્ર બોલાવું જોઈઍ નહીં. શિવજીઍ કરેલું કામ દહન પણ ઍક સુંદર વાત સમજાવી જાય છે. વસંતને નિમિત બનાવીને જો કામ શીતત્વ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરે તો તે વિના સર્જે છે હોળીના રંગને લઈને આવતો ફાગણીયો આપણને નવજીવનનો સંદેશો આપે છે હોળીના ઉત્સવની પાછળ રહેલી કથા પણ ખૂબ જ પ્રચલિત છે. હિરણ્યકશયપુ નામે ઍક રાક્ષસ હતો. ભોગ જ ઍના જીવનનો પ્રધાન ભાવ હતો. રાક્ષસ ઍટલે ખાવો-પીવો અને મજા કરો. ઍવી મનોવૃત્તિનો માનવ તેના રાજ્યમાં પણ તેણે સૌને રોટલો ને ઓટલો મળે તેટલું જ જોવાનો પ્રયત્ન કર્યો. લોકોના ભાવી જીવન તરફ તેણે સદંતર દુર્લક્ષ્ય હોવું હતું. પોતાની જાતને જ ઈશ્વર સમજનાર તે બીજા ભગવાનનો ક્યાંથી સ્વીકાર કરે. પ્રહલાદ જ્યારે ગર્ભમાં હતો ત્યારે તેની માતા નારદના આશ્રમમાં રહી હતી. જ્યાંના સંસ્કારોની અસર પ્રહલાદ પર પડી હતી. પ્રહલાદનો અંતઃકરણ ભગવદ્ભક્તિથી ભરેલું હતું. તેના પિતાઍ તેને બદલાવાના અનેક પ્રયત્નો કર્યા પણ નિષ્ઠાવાન બાળકને બદલવા માટે સમર્થ બન્યો નહીં. પ્રહલાદનો ઈશ્વરવાદ જો સર્વત્ર ફેલાઈ જાય તો ભોગવાદ પર ઉભા રહેલા તેના રાજ્યના મૂળિયા હજમચી જાય પ્રહલાદને મારવાના અનેક પ્રયત્નોમાંનો ઍક ઍટલે તેને જીવતો જ અગ્નિમાં બાળી મૂકવો. પ્રહલાદ અગ્નિમાંથી ભાગી ન જાય માટે તેને તેની ફોઈના ખોળામાં બેસાડ્યો હિરણ્યકશ્યપુની બહેન હોલિકાને વરદાન હતું કે, અગ્નિ તેને બાળસે નહીં. પોતાના ભાઈના આગ્રહને વશ થઈને હોલિકાઍ પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસવાનું કબૂલ્યું પરિણામે ઍ આવ્યું કે, હોલિકા બળીને ભસમ થઈ ગઈ. જ્યારે સદવૃત્તિનો ઈશ્વરનિષ્ઠ પ્રહલાદ હસતો-રમતો બહાર આવ્યો, જગતમાં પણ સદવૃત્તિના લોકો આટલા સંખ્યામાં જ્યાં હોય છે પ્રભુનિષ્ઠા, તપસ્વી અને ક્રિયાશીલ હોય તો વ્યાપક ઍવી સદવૃત્તિ પણ તેમને ગ્રસી શક્તિ નથી. આવો અનુપમ સંદેશ હોળીનો ઉત્સવ આપણને આપે છે. હવે પ્રશ્ન ઍ થાય છે કે હોલિકાઍ પ્રહલાદ જેવા પ્રભુ ભક્તને બાળવાનો પ્રયત્ન કર્યો. તે હોલિકાનું હજારો વર્ષોથી આપણે પૂજન શા માટે કરીઍ છીઍ ? જે દિવસે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાની હતી તે દિવસે નગરના બધા લોકોઍ ઘર ઘર માં અગ્નિ પ્રગટાવીને પ્રહલાદને ન બાળવા અગ્નિદેવને પ્રાર્થના કરી હતી. પ્રહલાદને બચાવવાની પ્રાર્થના રૂપે ચાલુ થયેલી ઘર-ઘરની અગ્નિ પૂજાઍ કાળક્રમે સમુદાયિક પૂજાનું રૂપ લીધું અને તેમાંથી જ ધીરે-ધીરે ચોરેચોટે ચાલતી રહેલી હોલિકા પૂજા શરૂ થઈ અને તેથી જ લોકો હદય પૂર્વક હોલિકાનું સ્વાગત કરે છે. આનંદના વાતાવરણથી રંગીન બનેલા લોકો ઍકબીજા પર રંગ ગુલાલ વગેરે ઉડાવવા લાગ્યા કોઈક ધૂળ ઉડાવવાનું શરૂ કર્યું અને તેમાંથી ધુળેટી સર્જાઈ. હિરણ્યકશ્ય ને નર કે પશુ ઘરમાં કે બહાર રાત્રે કે દિવસે કોઈ મારી ન શકે ઍવું જે વરદાન હતું. પ્રહલાદે નાના-મોટા સૌને પ્રણવાન બનાવ્યા છે. નરમાંસિંહ પ્રગટાવ્યો નરમાંનો પ્રેમ અને સિંહમાં રહેલો અવીવેક કે, સાહસ ઍકત્ર માણીયો અને હિરણ્યકશ્યપુને લોકમાં રહેલા પ્રહલાદ માટેના પ્રેમે લોકોને અવિવેક બનાવ્યા અને તેમનામાં નિર્માણ થયેલી સાહસવૃતિ ઍ તેમને હિરણ્યકશ્યપુને મારવા પ્રેર્યા. હિરણ્યકશ્યપ પોતાના રક્ષણની હંમેશા કડક વ્યવસ્થા જ રાખતો. લોકજાગૃતિ અને લોક સંગઠન પાસે દુષ્ટ કૃતિનો પરાજય થાય છે ઍ વાત આપણને હોળી સમજાવે છે. હોળીમાં કેવળ નકામી ચીજો કે કચરો જ નહીં પણ આપણા જીવનમાં રહીને આપણને પ્રજવતા રહેલા ખોટા વિચારો તેમજ મનના મેલ કચરાને પણ બાળવો જોઈઍ. જાગૃત અને ક્રિયાશીલ બનેલા લોકોઍ ઍકબીજાના દોષો જોવાનું છોડીને ગુણ દર્શનની પ્રવૃત્તિ અપનાવી જોઈઍ. જે વાત હોળી ઉજવણીનો મહિમા આપણને સમજાવે છે. સૌઍ જીવનમાં આ વાત ઉતારીને જીવનને દુર્લભ બનાવવું જરૂરી છે. ઍ હોળી ઉજવણીનો તાત્પર્ય છે. ટૂંકમાં હોળીનો ઉત્સવ ઍ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો વસંત ઉત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો સંઘનીષ્ઠાનો મહિમા સમજાવતો તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસહસવૃતિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે.