Vishesh News »

સમયની લાજ રાખીને ઘડીભર તો તમે આવો

સંવેદન, - બાબુ ચૌધરી, નાનાપોîઢા આપણે સમયને બધું જ આપીઍ પણ સમય આપણને શું આપે છે? આ બધાના મનમાં રમતો પ્રશ્ન છે. સમય ચહેરા પર ચાસ પાડી જાય છે. સમય ઉઝરડા, ઉઝરડા અને વળી પાછા ઉઝરડાઓ કરે છે. રુઝાઈ જવા આવતા જખમોને ખણવા માટે સમય નખની અણીઓ વધારી આપે છે આમ છતાં સમય જે સમજણ આપે છે તેની કિંમત ઘણી મોટી છે. પડી આંખડીને ઊભા થવાનું સમય શીખવે છે અને પછી જ ઘડાય છે સાચો માણસ. સમયની તાવણીમાં તણાઈને હેમ થનારાનું સ્થાન શિખર પર હોય છે. સમયના અનેક આયામ પર આપણા મોટા ગજાના શાયર મરીઝે જે શેરો કહ્ના છે તેનું રસ દર્શન કરીઍ. ‘જોવાનું શું હતું હવે આખર સમય ઉપર કર તારા હાથે બંધ અમારા નયનને.’ મરીઝ વિરોધાભાસ ઉભો કરીને ચમત્કૃતિ બતાવે છે ‘આખર સમયના શોકમાં આવો જુલમ ન કર ના ઢાંક નમણા હાથે રૂપાળા વદનને તું.’ ગઝલના રંગમાં શોકના સમયને ભિંજવી દેવાનું ગજુ મરીઝ જેવા મોટા ગજાના શાયર જ કરી શકે. મરીઝ કહે છે કે સમય સરકી રહ્ના છે અને આજે છે તેવી હાલત કાલે કદાચ ન પણ રહે માટે કોઈ વાતમાં મોડું કરીશ નહીં ‘મોડું ન કર કે આવી જીવનગત નહીં રહે જેવી છે આજ તેવીય હાલત નહીં રહે.’ ક્યારેક મોડું થઈ જાય છે ઈકરાર અને ઍકરાર કરવામાં, ક્યારેક દિલની વાત હોઠ પર નથી આવી શકતી તો ક્યારેક હોઠ પર આવીને થીજી જાય છે. સમય ચૂકી જવાય ત્યારે મરીઝ કહે છે તેમ નિષ્ફળ -ણય સર્જાય છે. ‘નિષ્ફળ પ્રણયનું કારણ શોધે તો છે ઉભયમાં ઍ રહી ગયા શરમમાં, હું રહી ગયો વિનયમાં.’ નિષ્ફળ પ્રણય પછી પણ આરઝુ તો રહેતી જ હોય છે ઍટલે પ્રેમી કહે છે કે ઘડીભર તો આવો પછી કદાચ ઍ મિલન પણ મટીને જન્મારાની કથની બની શકે છે ‘સમયની લાજ રાખીને ઘડીભર તો તમે આવો કે પળભરના ભરોસા પર અહીં આખો જમાનો છે.’ કોઈ ઘડીભર માટે પણ ન આવે ત્યારે તન્હાઈનો આલમ હોય છે તેને ઉર્દુમાં ખલવત કહેવાય છે. ઍકલતા છે, ઍકલવાયાપણું છે, અટુલા થઈ જવાય છે ત્યારે વિરહનો સમય થીજી જાય છે. બધી સ્મૃતિઓ ઍક પછી ઍક મળવા આવે છે. આ માહોલને જીગર મુરાદાબાદીઍ હુંબહું ઍમના ખૂબ જ પ્રખ્યાત શેરમાં આ રીતે પ્રગટ કર્યો છે ‘સાવન કી રૈન અંધેરી તનહાઈયો કા આલમ ભૂલે હુઍ જમાને સબ યાદ આ રહે હૈ’ મરીઝ કહે છે કે હું તો તમારી યાદમાં વર્ષો સુધી રહીને તમારા વિશે ઍટલી વાતો કરું છું કે જે ઍ સાંભળે છે ઍ પણ તમને યાદ કરતો થઈ જાય છે ‘તમારી યાદમાં વર્ષો સુધી રહેવાનું આ ફળ છે હવે જેને કહું તેને તમારી યાદ થઈ જાઍ. મરીઝ ઍની નિખાલસતા બહુ પાછળથી સમજાઈ જે બરબાદીને ના સમજે અને બરબાદ થઈ જાઍ’ સમયના વિવિધ પલટાઓ, અનેકવિધ રંગો અને અગણિત રૂપરેખાઓને મરીઝ સૂક્ષ્મ ભાવોથી વણીને દુઃખની, દર્દની, વિરહની, ઇન્તજારની, આશા, અરમાન, આસ્થા અને ઉમંગોની રંગોળી રચે છે અને ઍવો બુટ્ટાદાર ચંદરવો બનાવે છે કે જેના લખીયે લખીયે શ્વાસના ટાંકા તૂટે છે ‘નથી હું કહેતો તને રસ નથી કે પ્યાર નથી મને છે જેવો તને ઍવો ઇન્તેજાર નથી ઍ ઍવા પ્રેમથી આવ્યા દિલાસો દેવાને કે મુજથી કહી ન શકાયું, હું બેકરાર નથી.’ ક્યારેક સમૃદ્ધ, શક્તિમાન ,સંપત્તિશાળી વ્યક્તિઓને અણોસરા, ઍકલવાયા, ઍકલપેટા અને અશ્વસ્થ અવસ્થામાં જીવતા જોઈઍ ત્યારે આચાર્ય અને અચંબો થઈ આવે છે કે આમ તો આનો સમય સારો છે તો થયું છે શું ? ‘મરીઝ ઍવાય લોકોને ઘણી વેળા દુઃખી જોયા કશી પણ જેમને તકલીફ દુનિયામાં નથી હોતી.’ આખરી સમયની સાથે મરીઝને બહુ પ્યાર છે. મરીઝ કહે છે કે આખરી શ્વાસનું જંતર ચાલી રહ્નાં છે. હું પથારીમાં ઐશ કરું છું અને બાકીના બધા જાગી રહ્ના છે. આવી ઐયાસી મને ગમતી નથી. દર્દ નથી ગમતું ઍમ કહેવાને બદલે આરામની ઐયાસી નથી ગમતી ઍવું કવિ જ કહી શકે ‘મોત વેળાની આ ઐયાશી નથી ગમતી મરીઝ હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.’