Vishesh News »

હું જાઈ શકું છું કે...

વાંચન-આચમન, શીતલ ઉપાધ્યાય ભારત દેશમાં મહિલાઅોની પરિસ્થિતિ બદલાઈ રહી છે, તે હું જાઈ શકું છું, કારણ કે મને યાદ આવે છે જ્યારે હું મોટી થઈ ત્યારે સરકારી લશ્કરમાં વિશિષ્ટ હોદ્દા માટેની પરીક્ષા આપવાની તૈયારી કરતી હતી, તે સમય કરતાં આજનો સમય ઘણો બદલાઈ ગયો છે. તે જમાનામાં મારી તે સમયની બહેનપણીઅો માતાપિતાના કહેવાથી યોગ્ય સમયે લગન્ કરવા તૈયાર હતી. તેમના માટે શાળા-કોલેજનો અભ્યાસ ઍટલે સારા વર-ઘર મેળવવાનું ઍક સાધન હતું.મારી બહેનપણીઅો (તે વખતની) માટે લગન્ ઍટલે કે પુરૂષ અને તેનું કુટુંબ બંને તેને જીવનપર્યત સલામતી બક્ષે છે અને તેનાં બાળકોને ખાસ કરીને પુત્રોને ઘરમાં બધી સગવડો પૂરી પાડી ‘સુખી ઘર’ની આશા પુરી કરે છે. માતાપિતા તેના માટે યોગ્ય સાથીદાર શોધવાનો પ્રયત્ન કરે છે અને લગન્ માટે બચત ભેગી કરતા જાય છે અને લગન્ની તૈયારી કરે છે. લગન્ વખતે દહેજામં આપેલા સોના-ચાંદીના દાગીના, કિંમતી સાડીઅો અને સગાસંબંધીઅો તરફથી મળેલી ભેટોનું વરવું પ્રદર્શન કરાતું મેî જાયું છે અને તેની મારા પર ખૂબ ઊંડી અસર પડી છે. હું ત્યારથી જ તેની વિરૂધ્ધ થઈ ગઈ છું. સમાજમાં હજી આ કુપ્રથા કોઈક ને કોઈક રીતે અસ્તિત્વમાં છે, પરંતુ સદ્દભાગ્યે હવે પરિસ્થિતિમાં સુધારો થયો છે. હવે ઘમા માતાપિતા પોતાની દીકરીને સ્વનિર્ભર જાવા ઈચ્છે છે. તે માટે ઉચ્ચ શિક્ષણ આપવા તૈયાર છે. પોતાની દીકરીને દહેજપ્રથાના દૂષણને દૂર કરવા વિશે અને તેનાથી આવતી અસલામતી વિશે તૈયાર કરે છે. શિક્ષકો તેમની વિદ્યાર્થીનીઅોને પગભર થવા પ્રોત્સાહિત કરે છે. તેમનામાં છુપાયેલી શક્તિઅો પ્રત્યે સભાનતા જગાવે છે. પોતાની કારકિર્દી ઘડવા માટે ગ્રેજ્યુઍટ અને પોસ્ટ ગ્રેજ્યુઍટ ડિગ્રી જરૂરી બની ગઈ છે. સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઅો વિદ્યાર્થીનીઅો માટે ખાસ ‘જાગૃતિ અભિયાન’-અવરનેસ પ્રોગ્રામ યોજે છે. મહિલાઅોની સભાનતા જાગ્રત કરવા માટે મીડિયા પણ મોટો ભાગ ભજવે છે. સ્ત્રી વિષયક પ્રશ્નોને અહીં મહત્ત્વ આપવામાં આવે છે. સરકાર પણ કાયદો ઘડવામાં, કાયદાના અમલમાં તેના જ અદાલતોમાં સ્ત્રીઅોના પ્રશ્ન પ્રત્યે વિશેષ ધ્યાન આપે છે. વળી, પહેલા આટલી મોટી સંખ્યામાં મજબૂત સ્ત્રીસંગઠનો પણ જાવા મળતા નહોતા. હવે રચનાત્મક લખામણ પણ ઘણુ સમુદ્ધ બન્યુ છે. મહિલા સામયિકો તરફ નજર નાખો. તેમાં મહિલા લેખિકાઅો જાવા મળશે. રાષ્ટ્રીય દૈનિકમાં મહિલા જગતને લગતી પૂર્તિઅો જાવા મળશે. આ સુખદ પરિવર્તન છે. વર્તમાનપત્રોમાં અને ટી.વી.ના માધ્યમોમાં મહિલા પત્રકારો પ્રભુત્વ ધરાવે છે અને લોકો તેમને માનની નજરે જુઍ છે. મહિલાઅો પોતે પણ હવે ઘણી જાગ્રત બની છે. તે હવે પોતાની યોગ્યતા, શિક્ષણ, કુનેહ અને વિશેષ લાયકાતોની આગળ વધે છે અને પોતાનું સ્થાન જમાવે છે. હું જ્યારે શાળા-કોલેજાની મુલાકાત લેતી હોઉ છું ત્યારે મને તે સ્પષ્ટ દેખાય છે. અત્યારની નારી હવે ઍટલી જાગ્રત છે કે વખત આવે તે પૂછી શકે છે કે, ‘તે શા માટે નહીં ?, તેને જે બનવુ હોય તે કેમ તે ન બની શકે ? તેના આદર્શ પ્રમાણેની વ્યક્તિ કેમ ન બની શકે ?, તેને બનવુ હોય તે કેમ તે ન બની શકે ? તેના આદર્શ પ્રમાણેની વ્યક્તિ કેમ ન બની શકે ? હવે તે ઍટલી જાગ્રત છે કે તે કોઈના કહેવા પ્રમાણે કરવા તૈયાર નથી. તેને પોતાને ખબર છે કે તેને શું કરવું છે અને તેના માટે તે પ્રયત્ન કરે છે, તેના માટે તે પ્રેરણા મેળવે છે. તેમણે તેમનો ‘રોલ’ નક્કી કરી લીધી હોય છે અને તે મેળવવા તે અથાગ પ્રયત્ન કરે છે. અત્યારે તેને જે તકો સાંપડે છે તે અગાઉના જમાનામાં ક્યારેય નહોતી મળતી. તે દરેક ક્ષેત્રમાં પ્રવેશ મેળવી શકે ચે. દરેક ક્ષેત્રમાં પહોîચવાનું તેનું સ્વપ્ન હોય છે. દરેક ક્ષેત્રમાં તે પોતાની ગુણવત્તાના ધોરણે પ્રવેશ મેળવે છે - હક્કથી નહી લાયકાતથી પ્રવેશ મેળવે છે. આ મહિલાઅો ઍટલે રાષ્ટ્રના ચમકતા ચહેરા.