Vishesh News »

મોતીવાડા હાઈવે પર બેકાબુ ટેમ્પાઍ બાઈક-રીક્ષાને અડફેટે લેતા બે ના મોત, બે ગંભીર

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૧૭, પારડીતાલુકાના મોતીવાડાગામમાં આજરોજ રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૪૮ ઉપર પૂર ઝડપે પીક અપ મહેન્દ્ર ટેમ્પો ચાલકે વાપી તરફથી અચાનક બ્રિજ નીચે ઉતરતા સર્વિસ રોડ ઉપર જઈ રહેલ બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલક સહિત બાઈકમાં બેઠેલા ઍક મહિલાનો સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું છે. જ્યારે બાઈક પર બેઠેલા અને ત્રીજી મહિલા ઈજાગ્રસ્ત થઈ હોય ઍને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રીક્ષા ચાલક પણ વચ્ચે અકસ્માતમાં આવી જતા રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત છે. પીક અપ ચાલક નાસી ગયો છે. પરંતુ ઍક વ્યક્તિને પોલીસે પકડી પાડ્યો છે આ બનાવવામાં સ્થાનિક મોતીવાડાગામના રહેવાસી નાયકા સમાજના મોટરસાયકલ ચાલક અને ઍની વહુ બંને જણાના મોત થયા છે. અકસ્માતના પગલે મોતીવાડા ગામના સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. પારડી પોલીસ ઘટના પહોંચી જઈ મૃતદેહનો કબજો લઈ પીઍમ માટે મોકલ્યા હતા અને વાહનો ક્રેન વડે ખસેડી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. અહીં મોતીવાડા ગામમાં થાપડી ફળિયામાં રહેતા ગણેશભાઈ મણીલાલભાઈ નાયકા અને ઍના વહુ સોનુબેન જીગરભાઈ નાયકા તથા અન્ય વહુ શિતલબેન કેતનભાઇ ત્રણે જણા મોતીવાડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ ના સર્વિસ રોડથી બાઈક નંબર જીજે-૧૫-ઍલઍલ- ૫૦૪૬માં જઈ રહ્ના હતાં. અચાનક મહેન્દ્ર પીકપ ટેમ્પો નંબર જીજે-૧-ઍલટી-૧૦૪૫નો ચાલક પોતાનો ટેમ્પો વાપી તરફથી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સર્વિસ રોડ ઉપર ઘૂસી જઈ ઍમને ટકકર મારી હતી. ત્યારે બાજુમાં ઊભેલી ટ્રક આરજે- ૦૫-જીબી-૫૧૨૬માં જઈ ટક્કર મારી હતી અને વચ્ચે રીક્ષા નંબર જીજે-૧૫-ઍક્સઍક્સ-૨૮૦૮નો ચાલકને પણ અડફેટમાં લઈ લીધો હતો. પીકપ ટેમ્પો અને ટ્રક વચ્ચે ગણેશભાઈ નાયકાની મોટરસાયકલ કચડાઈ ગઈ હતી. અને ત્રણે જણા ટ્રક અને પીકપ ટેમ્પા વચ્ચે આવી જતા ગોઝારા અકસ્માતનો ભોગ બન્યા હતા અને સ્થળ પર જ ગણેશભાઈ નાયકા અને સોનુબેન જીગરભાઈ નાયકાનુંમોત થયું હતું. જ્યારે મોટરસાયકલમાં બેઠેલા અને ત્રીજા વ્યક્તિ શિતલ કેતનભાઇ ઇજા ગ્રસ્ત થયા હતા ઍમને હોસ્પિટલમાં આવ્યા હતા. અકસ્માત અંગેની જાણકારી સ્થાનિક ગામજનોને થતા મોટી સંખ્યામાં મોતીવાડા ગામના લોકો ભેગા થઈ ગયા હતા અને પારડી પોલીસને જાણ કરવામાં આવી હતી અકસ્માતના કારણે સર્વિસ રોડ બંધ થઈ ગયો હતો અને રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૪૮ માં ટ્રાફિકજામ થઈ ગયો હતો ૧૦૮ ઍમ્બ્યુલન્સ ની ટીમ અને સબ વાહિની પહોંચી ગઈ હતી પાર્ટી પોલીસ મથકના પીઆઇ સરવૈયા અને પીઍસઆઇ વસાવા પણ તાત્કાલિક ઘરના સ્થળે છે પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા અને મૃતદેહ નો કબજો લઈને પીઍમ માટે મોકલ્યા હતા પારડી પોલીસે પીકઅપ ટેમ્પા માં બેઠેલા ઍક વ્યક્તિને પકડી લીધો હતો જ્યારે પીકઅપ વાળો નાસી ગયો હતો સ્થાનિક સેવાભાવી લોકો જીતેન્દ્રભાઈ આહીર અહમદભાઈ ખોજા સાથે અન્ય સેવાભાવી લોકો દોડી આવ્યા હતા અને જરૂરી મદદ પુરી પાડી હતી આમ ગોઝારા અકસ્માતમાં બે જણાના મોત થયા છે અને અન્ય લોકો નો બચાવ થયો છે