Vishesh News »

તું રંગાઈ જાને તારાં રંગમાં......

નોખી-અનોખી - કિંજલ પંડ્યા, પારડી માર્ચ મહિનો ચાલી રહ્ના છે અને ઍમાંયે રંગોનો તહેવાર આવ્યો છે. સ્ત્રી અને રંગ ઍ ઍકબીજાનાં પૂરક તો ખરાં જ. દરેક સ્ત્રી પાસે પોતાનો ઍક ચોક્કસ રંગ હોય છે અને ઍ ઍક જ રંગ થકી મેઘધનુષ્ય બનાવી શકતી હોય છે. સ્ત્રીને તમે સતરંગી પણ કહી જ શકો. આ રંગો ઍણે પોતાની જાતે વિકસાવ્યા હોય છે. દુનિયાને દેખાય છે ઍ રંગો જુદા અને સ્ત્રી અનેક રંગે રંગાઈ છે ઍ જુદાં. વળી આમ છતાં પોતાની જાતને કોરી રાખવા માટે સક્ષમ પણ ઍટલી જ છે. સ્ત્રી ઍક ઍવો જીવ છે જે હંમેશા લાગણીનાં દરિયામાં ડૂબેલો જ રહે છે. ગમે ઍટલી બોલકણી સ્ત્રી હોય પરંતુ ઍણે પોતાનાં હૃદયમાં ઍક ઍવો ખૂણો બનાવ્યો હોય છે જ્યાં ઍ પોતે જે છે ઍવી રીતે જીવી શકે. ત્યાં ઍ જે છે ઍવી જ બની રહે. ઍ સમયે ઍની પાસે ઍક ચોક્કસ પ્રકારનો રંગ હોય છે જે ઍને શાંતિ સંતોષ અને સકારાત્મક ઉર્જાથી રંગી દે છે. ઍ રંગમાં ઍને સંગીત પણ સંભળાય છે. ઍ રંગમાં ઍ પોતાની સાથે વાતો પણ કરે છે. ઍ રંગમાં ઍ ઍવી તો રંગાઈ જાય છે કે ઍને પછી બીજો કોઈ રંગ સ્પર્શતો જ નથી. પણ ઍક સ્ત્રીને પોતાનાં હૃદયના આ રંગીન ખૂણા સુધી પહોંચતા વર્ષો નીકળી જતાં હોય છે. જીવનમાં બધું જ આપણું ધારેલું નથી થતું અને આપણને જે ગમે છે ઍ મળતું પણ નથી હોતું. વળી જીવનમાં સતત ચાલતા રહેવું પણ જરૂરી નથી જ હોતું. ક્યાંક અટકવા જેવું લાગે ત્યાં અટકી જવું ઘણીવાર આપણાં માટે હિતાવહ બની રહે છે અને જ્યાં અટકી જઈઍ ને ત્યાં થોડીવાર માટે આપણે આપણાં પોતાનાં રંગમાં રંગાઈ જવું. આપણાં હાથમાં શું છે? આમ જોવાં જઈઍ તો કંઈ જ નહીં. અને બીજી રીતે જોવાં જઈઍ તો બધું જ. ઍ માટે આપણે જ આપણી જાતને પહેલાં ઓળખવી પડે આપણે આપણો પોતાનો રંગ ઓળખવો પડે. અને પોતાની જાતને સમજાવવી પડે કે, આપણે શું કરી શકીઍ છીઍ અને શું નહીં. સૌથી પહેલાં તો આપણને જે ગમે ઍ તો કરી શકીઍ ને! આખી જિંદગી બીજાંને ગમવામાં, બીજાનું જ ગમતું કરવામાં, બીજાનાં જીવનમાં વિવિધ રંગો વડે રંગોળી પૂરવામાં વિતાવી દઈઍ છીઍ. આપણે સૌ જ્યારે લાગણીના તાંતણે બંધાઈઍ છીઍ ત્યારે આપણી જાતને ભૂલીને બીજાને જ મહત્વ આપવા મંડી પડીઍ છીઍ તે પણ ગાંડાની જેમ. પૃથ્વી ઉપર ફક્ત ઍ ઍક જ વ્યક્તિ છે જેનાં માટે આપણે જન્મ લીધો છે ઍમ ઍની આજુબાજુ ફરવા માંડીઍ છીઍ ઍમનાં મૂડ સાચવવાં, ઍનાં નખરા સાચવવાં આપણે દિવસ રાત ઍક કરી નાખીઍ છીઍ. ઍમને ખુશ રાખવા માટે આપણે શું નથી કરતાં? કદાચ આપણી હદથી પણ બહાર નીકળીને આપણે ઍમને અને આપણાં પ્રેમને સાચવી લઈઍ છીઍ. આ બધું શા માટે? ફક્ત ઍમનો પ્રેમ મેળવવા માટે જ ને!? બીજું તો શું કારણ હોઈ શકે? ફક્ત પ્રેમ મેળવવા માટે આપણે આપણું સઘળું નેવે મૂકીને ઍમને આપણી આખે આખી જાત ધરી દઈઍ છીઍ. પ્રશ્ન ઍ થાય છે કે, શું સામેથી ઍ આપણાં માટે ઍની જાત ઘસીને કોઈકવાર તમારું ગમતું કરે છે!? આપણે ઍમનું અહમ્ પોષવા કે સારું લગાડવા આપણું આત્મસન્માન નેવે મૂકી દઈઍ છીઍ. પણ કેમ?? પ્રેમમાં ફક્ત પ્રેમ જ મહત્વનો હોય છે ઍ વાત સાચી પણ પોતાનાં િ-યનજને અવગણીને નહીં કે ઍની લાગણીનું અપમાન કરીને તો ક્યારેય નહીં જ.અહીં ફરી ઉપરનું વાક્ય કે, આપણે ઘણું કરી શકીઍ છીઍ ઍ જાણી ગયાં પછી આપણે આપણાં માટે પણ જીવી જ શકીઍ છીઍ ઍ સમજી લેવું જોઈઍ, જાણી લેવું જોઈઍ. આપણી પાસે ફક્ત ઍક રંગ હોવા છતાં આપણે મેઘ ધનુષ્ય રચી શકવાની તાકાત રાખીઍ છીઍ.જીવનમાં ઘણું ઍવું છે જે આપણાં કંટ્રોલમાં છે અને ઘણું ઍવું છે કે આપણે ધરતી આકાશ ઍક કરી દઈશું તો પણ ઍ વસ્તુ કે વ્યક્તિ હંમેશા આઉટ ઓફ કંટ્રોલ જ રહેવાનાં. જે આપણાં હાથમાં છે ઍને ક્યારેય બીજાનાં હાથમાં ન જ આપવું. ઍમાં આપણું આત્મસન્માન તો ક્યારેય નહીં. આપણી લાગણીને ઠેસ વાગે ત્યારે... સંબંધોમાં છેતરાઈ જઈઍ ત્યારે... વહેલા ચેતીને જો લાગણીનાં ધોધને વહેતો અટકાવી દઈઍ તો ઝાઝો વાંધો નથી જ આવતો. પરંતુ જાણ્યા પછી પણ આપણી લાગણી આપણાં કહ્નાંમાં ન હોય ત્યારે.. વારંવાર ઠેસ વાગ્યા પછી પણ ઍ સંબંધને સાચવવો પડે ત્યારે.. સમાજનાં ડરથી કે ફરી ઍકલાં પડી જવાના ડરથી કે પછી માનસિક રીતે ઍનાં ઉપર સંપૂર્ણ નિર્ભર હોઈઍ ત્યારે પરિસ્થિતિ ખૂબ વિકટ બની જતી હોય છે. સમાજના ડરથી કોઈ સંબંધમાં મન મારીને જોડાવવું કેટલું હિતાવહ રહે!? મન મારીને વ્યક્તિ ઍ સંબંધમાં જોડાઈ તો જાય પણ જીવનમાં ઍકબીજાને માન આપવાનું તો દૂર નફરત પણ નથી કરી શકતાં. હાથે રહીને પગ ઉપર કુહાડો મારવાં કરતાં આપણે આપણી જાત સાચવી લેવી વધુ હિતાવહ પૂરવાર થાય છે. સૌથી પહેલાં આપણાં કંટ્રોલમાં શું નથી ઍ જાણી લેવું. બીજી કોઈ વ્યક્તિ કે સમાજનાં વિચારો, ઍમની લાગણીઓ, તેઓ જે કામ કરે છે તે. તેમની પસંદગી,નાપસંદગી વગેરે કશુંયે આપણાં હાથમાં નથી. તે સંપૂર્ણ રીતે ઍમનાં ઉપર નિર્ભર કરે છે. પરંતુ આપણાં કંટ્રોલમાં શું છે ઍ તો જાણી જ શકીઍ ને! પોતાની જાતને બદલી જ શકાય છે. સૌથી પહેલાં આપણું માનસિક સ્વાસ્થ્ય પછી શારીરિક સ્વાસ્થ્ય આપણાં માટે સૌથી મહત્વનું છે. જીવનમાં અમુક નિયમો આપણે જાતે બનાવવા જોઈઍ. બીજાં માટે નહીં, પરંતુ આપણાં પોતાનાં માટે જ. જેનાં થકી આપણે આપણી જાત સાચવી શકીઍ. આ બધું આપણાં કંટ્રોલમાં છે. આપણાં શબ્દો, આપણી વાણી, આપણાં વિચારો, આપણું વર્તન, આપણાં આચાર આ બધું જ આપણાં કંટ્રોલમાં છે. ઍ જ રીતે આપણી લાગણી પણ આપણાં કંટ્રોલમાં જ છે. આપણી લાગણીને કેવી રીતે વ્યક્ત કરવી? ક્યાં અટકાવવી? ક્યાં વહેવા દેવી? આ બધું જ આપણાં હાથમાં જ છે. આપણે આપણી જાતની કેટલી કાળજી કરીઍ છીઍ ઍ જોવાં જાણવાની જવાબદારી પણ આપણી જ છે. દેખાદેખી વાળી કે અદેખાઈ વાળી જિંદગી જીવવા કરતાં ગમતી જિંદગી વધુ સારી હોય છે. આવું તો કેટલુંયે આપણાં કંટ્રોલમાં હોય છે અને કેટલુંયે આઉટ ઓફ કંટ્રોલ. હવે આપણે જાતે નક્કી કરવાનું હોય છે. જે આપણાથી થાય ઍવું હોય તે ગમે ઍમ કરીને કરી લેવું. પરંતુ આપણાં ગજા બહારની વસ્તુ હોય કે વાત હોય તેને પ્રેમથી જવા દેવી. ઍમાં જ બધાનું હિત છુપાયેલું હોય છે. આપણાં મન અને મગજની શાંતિ માટે આ બધું જ કરવું જરૂરી છે. લાગણીને ઠેસ વાગે કદાચ અવાજ ન આવે પણ ઍની કચ્ચર હૃદયમાં હંમેશા ભોંકાયા કરે છે. (કંટ્રોલ યોર સેલ્ફ ઍન્ડ સેવ યોર લાઈફ! ) તમારી જાત ઉપર નિયંત્રણ કરો અને પોતાના જીવનને બચાવો. આમાં કશું જ ખોટું નથી. તમે પણ પોતાના રંગે રંગાઈને મીરાંની જેમ ઍક તારો લઈને પોતાનામાં ખોવાઈ જ શકો છો. પોતાનામાં રહેલો કૃષ્ણ શોધી જ શકો છો. આખરે વાત તો રંગવાની અને રંગાવાની જ છે ને !?ઍ પછી પ્રેમનો રંગ કેમ ન હોય!? અને પ્રેમનો રંગ હંમેશા ઘેરો જ હોવાનો. લોકોને આજે પ્રેક્ટીકલ થવાનું ઘેલું લાગ્યું છે. પરંતુ સાચાં અર્થમાં પ્રેક્ટીકલ ક્યાં થવાનું છે ઍનો ખ્યાલ પણ નથી જ. લાગણીની બાબતમાં પ્રેક્ટીકલ થવાની ખૂબ જરૂર છે કારણ હમણાંના સમયની આ જ માંગ પણ છે. ઍટલે સૌથી પહેલાં લાગણીને નિયંત્રિત કરતાં શીખવી પડે. જાણીઍ છીઍ કે સંબંધોમાંથી સહેલાઈથી છટકી કે છૂટી નથી જ શકાતું પરંતુ નકારાત્મક સંબંધો પોષવા ક્યાં સુધી વ્યાજબી ગણાય? અહીં સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક કે પારિવારિક દરેક પરિસ્થિતિ નડતરરૂપ બની શકે. ભોગ લેવા કે બનવા કરતાં કોઈનાં જીવનનો સુંદર ભાગ બનવું જોઈઍ. જ્યાં પ્રેમ, વિશ્વાસ, માન- સન્માન બધું જ રહેશે. આ ચારમાંથી ઍકાદ ડગમગી જાય ને તો સંબંધ પત્યો જ સમજવો પછી ઍ ઘસડાય છે જીવાય નહીં જ! અને છેલ્લે પોતાની જાતને જો પ્રેમ કરી લઈઍ ને તો બીજાની ક્યારેય જરૂર નથી જ પડતી. અને ઍક સત્ય ઍ પણ છે કે જો આપણે પોતાની જાતને પ્રેમ કરી શકીશું ને તો જ બીજાને પણ કરી શકે છે. પોતાની જાતને પ્રેમ કરવાનો ફાયદો ઍટલો કે...આપણે જ આપણી જાતને દુઃખી કરી શકીઍ છીઍ અને સુખી પણ. બીજાઍ લગાવેલી ઠેસથી આપણે ભાંગીને ભૂક્કો થઈ જઈઍ છીઍ. જ્યારે પોતાની જાતને લાગેલી ઠેસથી આપણે અનુભવ મેળવીને આગળ વધી શકીઍ છીઍ આ સમયે આપણું માનસિક સંતુલન સચવાઈ જતું હોય છે. લાઈફ આઉટ ઓફ કંટ્રોલ થઈ શકે પરંતુ ઍવે સમયે લાગણી જો કંટ્રોલ થઈ જાય ને, તો જીવનમાં હંમેશાં ‘ઓલ ઇઝ વેલ!’ આપણામાં રહેલા રંગને સતત ભીનો રાખીઍ જેથી આપણે ઈચ્છે ત્યારે રંગાઈ શકીઍ કારણ દરેક જીવ આખરે આનંદમાં રહેવું ઍ જ વિશ્વાસ રાખે છે. અને આ જીવનો મુખ્ય સ્વભાવ પણ આનંદ જ છે. તો જ્યારે જ્યાંથી આનંદ મળે મેળવી લેવું. જે રંગ આપણને આપણો પોતાનો લાગે ઍમાં ભેળાઈ જવું. દરેક રંગનો સ્વીકાર સ્ત્રી સહજ રીતે કરી જ શકે છે તો પોતાને મનગમતો રંગ પણ સ્વીકારીને ઍ સતત પોતાની જાતને રંગી જ શકે છે. આપ સૌને રંગોના તહેવારની શુભકામના.