Vishesh News »

ચણોદમાં આધાર પુરાવા વગર રૂ. ૬૦૦માં ડુપ્લીકેટ દાખલાઅો બનાવવાનું કૌભાંડ ઝડપાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૨૧ ઃ વલસાડ ઍસઓજી વિભાગની ટીમે ચણોદના ઍક સ્ટુડિયોમાંથી બાતમીના આધારે ગેરકાયદે રૂ.૬૦૦ માં કોઈપણ જાતના પુરાવા મેળવ્યા વગર આધાર કાર્ડ, પેન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, અને જન્મના પ્રમાણપત્ર બનાવી આપવાનું બોગસ કૌભાંડ ઝડપાયો પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડી ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વલસાડ લ્બ્ઞ્ ની ટીમેં આજે બાતમીના આધારે ચણોદ ગામ ખાતે આવેલ શ્રી રામ સ્ટુડીયોમાં તપાસ હાથ ધરી મનીષ રામલાલ સેન, અબ્દુલ્લા મોહમ્મદ સમીમ ખાન, કાલંદીચરણ રમેશચંદ્ર સામલની ધરપકડ કરી છે. પકડાયેલ ત્રણેય ઈસમો ઍ પોતાના આર્થિક લાભ સારૂ ગુન્હાહિત કાવતરુ રચી લોકોના આધારકાર્ડ, જન્મ પ્રમાણપત્ર, ઇલેક્શન કાર્ડ, પાનકાર્ડ વગેરે દસ્તાવેજોમાં કોઇપણ જાતના દસ્તાવેજી પુરાવાઓ વગર કોમ્પ્યુટરના માધ્યમથી ગેરકાયદેસર રીતે સુધારા અને ફેરફાર કરી, બનાવટી દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા ગ્રાહકોને આપતા હતાં. સ્ટુડિયો માંથી કુલ્લ કિંમત રૂ. ૯૨,૪૫૦ ના મુદ્દામાલ સાથે આરોપી મનીષ સ્ટુડિયો સંચાલક છે જ્યારે કાલ્દીય ચરણ સ્ટુડિયોમાં નોકરી કરે છે જ્યારે અબ્દુલ્લા નામનો ઈસમ કેનેરા બેન્ક દમણ ખાતે આધાર કાર્ડની કામગીરી કરે છે જે અહીં બનાવટી દસ્તાવેજો બનાવતો અને દરેક ગ્રાહક પાસેથી રૂ.૬૦૦ વસૂલતા હોવાનું જાણવા મળ્યું હતું. જેઓની વિરુદ્ધ ઇ.પી.કો કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબનો ગુન્હો ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓની ગુન્હો આચરવાની ઍમ.ઓ.અંગે પ્રાથમિક પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મનિષ પોતે શ્રી રામ સ્ટુડીયોનો માલીક છે. કાલંદીયરણ શ્રી રામ સ્ટુડીયોમાં નોકરી કરે છે. અબ્દુલ્લા કેનેરા બેંક દમણ ખાતે આધારકાર્ડની કામગીરી કરે છે. જે ફ્રી ટાઈમમાં શ્રી સમ સ્ટુડીયો ખાતે આવી બનાવટી દસ્તાવેજો બનાવવાની કામગીરી કરતો હતો. શ્રી રામ સ્ટુડિયોમાં તપાસ કરતા ૨૧ જન્મ પ્રમાણપત્રોની નકલ, ૬૫ અલગ અલગ વ્યક્તિઓના આધારકાર્ડ, ૯ ઇલેક્શનકાર્ડ અને ૧ પાનકાર્ડની નકલ મળી આવી હતી આથી પોલીસે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ત્રણે આરોપીની અટકાયત કરાઈ છે.