Vishesh News »

ચણવઈમાં ખેડૂતના સરકારી આવાસમાં આગ લાગતા સામાન બળીને ખાખ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૧ ઃ ચણવાઈગામના વાડી ફળિયામાં સરકારી આવાસમાં રહેતો ખેડૂત ઘર બંધ કરી ખેતરમાં કામ કરવા જતા આજે ઘર માં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટનાબની હતી.ઘરની બાજુમાં રહેતા યુવાના જીવના જોખમે દરવાજો તોડી ઘરમાં મૂકેલી બાઈક બહાર કાઢી લીધી હતી. ઘટનાની જાણ થતા અતુલ ફાયર બ્રિગેડની ટીમ દોડી જઈ પતરા ખોલી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી જોકે ઘરવખરી સામાન બળી ખાખ થઈ ગયો હતો. અતુલ નજીકના ચણવઈ ગામના વાડીફળિયા ભાવિકભાઈ ભરતભાઈ પટેલ સરકારી આવાસમાં રહે છે આજરોજ ભાવિકભાઈ પટેલ પોતાનું સરકારી આવાસ બંધ કરી ખેતરમાં કામ કરવા માટે ગયા હતા. તે દરમિયાન ઘરમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી અને ઘરમાંથી ધુમાડો નીકળતા આજુબાજુના લોકો દોડી ગયા હતા. આગ અંગેની જાણ ઘર માલિક ભાવિકભાઈ ભરતભાઈ પટેલને કરી હતી. ઘરની બાજુમા રહેતા મનિશ ઉર્ફે મન્યો ઍ આગ જોતા ની સાથે જીવના જોખમે ઘરનો દરવાજો તોડી ઘરમાં મૂકેલી બાઈક બહાર કાઢી લીધી હતી. જોકે આગની ઘટના બનતા આજુબાજુના લોકો દોડી જઈ અતુલ ફાયર બ્રિગેડની ટીમના પંકજ સિસોદિયાને જાણ થતા તેઓ તેમની ટીમ સાથે તાત્કાલિક દોડી આવ્યા અને ઘરના પતરા ખોલી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાના કારણે ઘરમાં રાખેલી ઘરવખરી સામાન બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં રૂરલ પોલીસની ટીમ પણ દોડી ગઈ જોકે આગની ઘટનામાં કોઈ જાના નહી થવા પામી ન હતી.