Vishesh News »

જિલ્લામાં વધુ મતદાન માટે ખાનગી કંપનીઓ સાથે ઍમઓયુ કરાયા

અહેવાલઃ જિજ્ઞેશ સોલંકી વલસાડ, તા. ૨૧ ઃ લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. ૨૬ - વલસાડ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીનું મતદાન તા. ૦૭ મે, ૨૦૨૪ અને મતગણતરી તા. ૦૪ જૂન, ૨૦૨૪ના રોજ થનાર છે. ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી –વ- જિલ્લા કલેકટર આયુષ ઓકના નેતૃત્વ હેઠળ લ્સ્ચ્ચ્ભ્ (લ્ક્કસ્ન્દ્દર્ફૂીદ્દજ્ઞ્ણૂ સ્ંદ્દફૂશ્વ’સ્ન્ ચ્ફુ્યર્ણૂદ્દજ્ઞ્ંઁ ર્ીઁફુ ચ્શ્રફૂણૂદ્દંર્શ્વીશ્ર ર્ભ્ીશ્વદ્દજ્ઞ્ણૂજ્ર્ઞ્ષ્ટીદ્દજ્ઞ્ંઁ) મેનેજમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે માટે સ્વીપના ખાસ નોડલ અધિકારી તરીકે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવાની નિમણૂંક કરવામાં આવી હતી. જેઓઍ મતદાનનું પ્રમાણ વધે તે માટે ગત વિધાનસભાની ચૂંટણી- ૨૦૨૨માં રાજ્ય કક્ષાના મતદાન ૬૪.૮૪ ટકા કરતા નીચું મતદાન ધરાવતા વલસાડ જિલ્લાના મતદાન મથકોનું વિશ્લેષણ કર્યુ હતું. જેમાં રાજ્ય કક્ષા કરતા નીચુ મતદાન ધરાવતા ૪૩૯ મતદાન મથકો મળી આવ્યા હતા. જેથી નીચુ મતદાન ધરાવતા મતદાન મથકોમાં કામ કરતા બીઍલઓ (બ્લોક લેવલ ઓફિસર)ની રિવ્યુ બેઠક દરેક તાલુકામાં બોલાવી હતી. આ રિવ્યુ બેઠકમાં રાજ્ય કક્ષાના સરેરાશ મતદાન કરતા વલસાડ જિલ્લાના ૪૩૯ મતદાન મથકો પર કેમ ઓછુ મતદાન થયુ તેના વિવિધ કારણો જાણવામાં આવ્યા હતા. જેમ કે, ઉમરગામ તાલુકામાં જેટી બનાવવાની માંગ પૂર્ણ ન થતા માછીમારોઍ સામૂહિક મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ સિવાય થોડા મતદારો વેરાવળ અને ઓખા બંદરે નોકરી માટે ગયા હતા અને અમુક કંપનીઓમાં મતદાનના દિવસે રજા આપવામાં આવી ન હતી. કેટલાક મતદારો બીજા વિસ્તારમાં રહેવા ગયા હતા પરંતુ તેમના ઘર આ જ વિસ્તારમાં હતા. કેટલાક મતદાર ભાડૂઆત પણ હતા. કેટલાક લોકો સ્થળાંતર બાદ નામ કમી કરાવતા નથી. યુવા મતદારો અભ્યાસ અર્થે બહાર ગામ હતા. સમરસ ગામમાં મતદારોમાં જાગૃતિનો અભાવ અને રેલવે કોલોનીના મતદારો નિવૃત્ત થયા બાદ સ્થળાંતર થઈ જાય છે પરંતુ મતદાર યાદીમાંથી નામ કમી કરાવતા નથી જેવા અનેકવિધ કારણો બહાર આવ્યા હતા. જેને આધારે મતદાન જાગૃતિ માટે માઈક્રો પ્લાનિંગ સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે વલસાડ જિલ્લા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવાઍ જણાવ્યું કે, મતદાનના દિવસે કામદારો વધુમાં વધુ મતદાન કરી શકે તે માટે ડુંગરીની બાલાજી કંપની અને અતુલ કંપની સહિતની વિવિધ કંપનીઓ સાથે ઍમઓયુ કરવામાં આવ્યા છે. આ સિવાય અન્ય કંપનીઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા. જેમાં કામદારોને પોતાના મતાધિકારનું મહત્વ સમજાવાયું હતું. લીલાપોર આઈટીઆઈ ખાતે મતદાર જાગૃતિ કેમ્પ, વલસાડની શાહ ઍન.ઍચ. કોમર્સ કોલેજ, પારનેરા પારડી ખાતે પીટીસી કોલેજ અને જીઍમઈઆરઍસ મેડિકલ કોલેજમાં યુવા મતદાર મહોત્સવ અંતર્ગત સ્વીપ ઍક્ટિવિટી હેઠળ ૧૮ વર્ષથી ઉપરના યુવા મતદારો માટે મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ સિવાય શાળાઓમાં મતદાન જાગૃતિની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી, મતદાન જાગૃતિના ગીતો બનાવવામાં આવ્યા અને શાળા કોલેજોમાં તેમજ ગ્રામ્ય વિસ્તાર સુધી સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વીપ નોડલ અધિકારી ડી.બી.વસાવાઍ વધુમાં જણાવ્યું કે, દરેક તાલુકા કક્ષાઍ તાલુકા નોડલની નિમણૂક કરવામાં આવી અને તેઓને પોતાના મતદાન મથક પર પ્રચાર પ્રસાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આગામી તા. ૨૬ માર્ચ ૨૦૨૪ના રોજ વલસાડના રાષ્ટ્રીય અંધજન મંડળ સંસ્થા ખાતે ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા મતદારોને પ્રેરિત કરવા માટે સવારે ૧૧ કલાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.