Vishesh News »

ચણવઈના ઘરમાંથી ચોરીના મુદ્દામાલ સાથે ઍક મહિલા સહિત ૪ ઝડપાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૨૧ ઃ વલસાડ રૂરલ પોલીસને બાતમી મળી કે વશિયર ગામે રહેતી મહિલાના ઘરે ચોરીનો મુદ્દા માલ છુપાવેલો હોવાની બાતમી આધારે પોલીસે તપાસ કરતા ૧.૦૮ લાખના મુદ્દામાલ સાથે ઍક મહિલા સહિત ૪ આરોપીની ધરપકડ કરતા ઘરફોડ ચોરીનો ગુના ઉકેલાયો છે. વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમી મળી કે વલસાડ નજીકના વશિયર ગામે તો રામલા ફળિયામાં રહેતી શ્રદ્ધાબેન શૈલેષભાઈ નાયકાના ઘરે ચોરીનો માલ છુપાવેલો છે ઍના આધારે વલસાડ પોલીસ મથકના પીઆઇ જીત્યા તેમજ ટીમ સાથે છાપો મારતા લેપટોપ, મોબાઇલ, કાંડા ઘડિયાળ, સોના ચાંદીના દાગીના રોકડા મળી ૧.૦૮ લાખના મુદ્દામાલ સાથે શ્રધ્ધાબેન શૈલષભાઇ નાયકા રહે. વશીયર ગામ, ચોરામલા ફળીયા તા.જી.વલસાડ, બ્રિજેશ ઉર્ફે સલ્લુ શ્યામલાલ ગોંડ રહે. તરીયાવાડ બંદરરોડ વલસાડ, સોહીબ ઉફૈ બટાકી રમજાન શાહ રહે. ધોબી તાળવ અંજલી સુપર સ્ટોરની ઉપર વલસાડ, સલમાન સલીમ શૈખ રહે. ધોબી તળાવ કેકે બેકરી પાછળ વલસાડ ની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા. જે અંગેની વલસાડ રૂરલ પોલીસ આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.